તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈતિહાસમાં પહેલીવાર PPE કિટમાં મેચ પ્રેક્ટિસ:શ્રીલંકન કોચે કિટ પહેરી પ્લેયર્સને ટ્રેનિંગ આપી; બેટિંગ કોચ સહિત 2 સંક્રમિત મળી આવતા SLCનો નિર્ણય

કોલંબો17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રીલંકન બેટિંગ-કોચ અને એનાલિસ્ટ ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા છે

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર વનડે સિરીઝમાં હવે 4 દિવસ બાકી છે. અત્યારે શ્રીલંકન ટીમ પ્રેક્ટિસ કરી રહી છે. જોકે, પ્રેક્ટિસ દરમિયાન ગ્રાઉન્ડમાંથી એક અચંબિત કરતો કિસ્સો સામે આવી રહ્યો છે. શ્રીલંકન કોચ PPE કિટ પહેરીને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે.

કેટલાક દિવસો પહેલા શ્રીલંકન ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આની સાથે ટીમનો એક ખેલાડી પણ સંક્રમિત મળી આવ્યો હતો.

શ્રીલંકન ખેલાડી કોરોના નેગેટિવ
SLCએ પ્રેક્ટિસ સેશનનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં કોચ અને સ્ટાફ કિટ પહેરની પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. આ નિર્ણય ખેલાડીની સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને લેવાયો છે. જોકે ઇંગ્લેન્ડ ટૂર પછી આવેલા શનાકા સહિત શ્રીલંકન 21 ખેલાડીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

કોરોનાના કારણે સિરીઝના માળખામાં ફેરફાર
કોરોનાને કારણે સિરીઝના ટાઇમિંગ અને ડેટમાં ફેરફાર કરાયા છે. પહેલા આ સિરીઝ 13 જુલાઈએ રમાવાની હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેની 3 વનડે 18, 20 અને 23 જુલાઈએ રમાશે. ત્યારે બંને ટીમ વચ્ચે 25, 27 અને 29 જુલાઈએ T-20 મેચ રમાશે. આ તમામ ગેમ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આની સાથે મેચનો સમય પણ બદલવામાં આવ્યો છે.

ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા છે બેટિંગ-કોચ અને એનાલિસ્ટ
શ્રીલંકા માટે ચિંતાની વાત એ છે કે બેટિંગ-કોચ ગ્રાંટ ફ્લાવર અને એનાલિસ્ટ જીટી નિરોશન બંને ડેલ્ટા વેરિયન્ટથી પોઝિટિવ થયા છે. કોરોનાનો આ વેરિયન્ટ સૌથી વધુ સંક્રમક અને ખતરનાક છે. શ્રીલંકાના ખેલાડીઓને શુક્રવારે જ આઈસોલેશનથી બહાર આવવાનું હતું, પરંતુ હવે ટીમને બે દિવસ વધુ રાહ જોવી પડશે.

આ વચ્ચે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના વધુ એક વખત RT-PCR ટેસ્ટ થશે. એનાં પરિણામ આવ્યાં બાદ જ નિર્ણય લેવાશે કે ભારત વિરુદ્ધ સિરીઝમાં કયા કયા ખેલાડી ભાગ લેશે.

ખેલાડીઓના વધુ બે ગ્રુપ બાયો બબલમાં
કોરોનાની આ સ્થિતિને જોતાં શ્રીલંકાના બોર્ડે પહેલાંથી વૈકલ્પિક પ્લાન તૈયાર કરી રાખ્યો છે. ખેલાડીઓનાં વધુ બે અલગ-અલગ જૂથ બાયો બબલમાં રાખવામાં આવ્યાં છે. એક ગ્રુપ કોલંબોમાં અને બીજો દાંબુલામાં હાજર છે. જરૂર પડશે તો આ ગ્રુપમાં હાજર ખેલાડીઓને ભારત વિરુદ્ધ સિરીઝમાં ઉતારવામાં આવી શકે છે.