ઓક્ટોબરમાં આયોજિત T20 વર્લ્ડ કપ પહેલા ઈન્ડિયન ટીમનું શિડ્યૂલ ઘણું બિઝી રહેશે. જૂનમાં ભારતે 2 મેચની T20 સિરીઝ માટે આયરલેન્ડ પ્રવાસ પર જવાનું છે. આ અંગે આયરલેન્ડ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે. તેવામાં ભારત સિવાય ન્યૂઝીલેન્ડ અને દ.આફ્રિકાની ટીમે પણ આયરલેન્ડ વિરૂદ્ધ સિરીઝ રમવાની છે.
IPL 2022 પછી ટીમ ઈન્ડિયા જૂનના છેલ્લા સપ્તાહમાં આયરલેન્ડનો પ્રવાસ કરશે અને બંને T20 મેચ 26 અને 28 જૂને મલાહાઈડમાં રમાશે. તેવામાં ઈન્ડિયન ટીમ અત્યારે શ્રીલંકા સામે T20 સિરીઝ પછી ટેસ્ટ સિરીઝ રમવાની તૈયારીમાં લાગી ગઈ છે.
4 વર્ષ પછી ભારતનો આયરલેન્ડ પ્રવાસ
ઈન્ડિયન ટીમ 4 વર્ષ પછી આયરલેન્ડ ટૂર પર જશે. આની પહેલા વર્ષ 2018માં ભારત 2 મેચની T20 સિરીઝ માટે આયરલેન્ડ ગયું હતું અને 2-0થી સિરીઝ જીતી પોતાને નામ કરી હતી. આના સિવાય 2007માં ભારત પહેલીવાર આયરલેન્ડ ટૂર પર ગયું હતું અને બંને ટીમો વચ્ચે એકમાત્ર T20 રમાઈ હતી, જેમાં ભારતે 9 વિકેટથી જીત મેળવી હતી.
શું ભારતની B ટીમ આયરલેન્ડ જશે!
તમને જણાવી દઈએ કે આયરલેન્ડ જતા પહેલા દ.આફ્રિકન ટીમ ભારતમાં 5 મેચની T20 સિરીઝ રમશે. આ સિરીઝની દરેક મેચ 9 જૂનથી 15 જૂન વચ્ચે રમાશે. જોકે આયરલેન્ડ પછી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ ટૂર પર જશે, તેવામાં આયરલેન્ડ સિરીઝ માટે ટીમના ઘણા સ્ટાર ખેલાડી આરામ કરી શકે છે.
આયરલેન્ડથી ઇંગ્લેન્ડ ટૂર પર જશે ભારત
આયરલેન્ડ ટૂર પછી ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ પ્રવાસે જશે. ગત વર્ષે 2021માં ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ ટૂરમાં 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવા ગઈ હતી, પરંતુ કોવિડ-19ના કારણે છેલ્લી મેચ સ્થગિત કરવી પડી હતી. સિરીઝ રદ થતા પહેલા ભારત 2-1થી આગળ છે. તેવામાં 2022માં બાકી રહેલી છેલ્લી મેચ બંને ટીમ વચ્ચે રમાશે. વળી જો ભારત 5મી ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું તો એ 15 વર્ષ પછી ઇંગ્લેન્ડને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવવા સક્ષમ રહેશે.
આ ટૂર માટે ક્રિકેટ ફેન્સ પણ ઘણી રાહ જોઈ રહ્યા છે. ટેસ્ટ સિરીઝ પછી બંને દેશો વચ્ચે 2 T20 અને 3 વનડે મેચની સિરીઝ પણ રમાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.