WI સામે સતત ચોથી સિરીઝ જીત:ભારતે 8 રનથી વિંડિઝને હરાવ્યું, સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી; પૂરન-પોવેલ વચ્ચે 100 રનની પાર્ટનરશિપ

6 મહિનો પહેલા

ભારતે બીજી T20 મેચમાં 8 રનથી વેસ્ટ ઈન્ડિઝને હરાવી દીધું છે. આની સાથે જ 3 T20 રોહિત એન્ડ ટીમે 2-0થી સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે અને આની સાથે ભારતે વિંડિઝને સતત ચોથી T20 સિરીઝમાં હાર આપી છે. ઉલ્લેખનીય છે કે 187 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી વિંડિઝ ટીમે શાનદાર બેટિંગ કરી હતી. છેલ્લી ઓવરમાં પણ બેક ટુ બેક સિક્સ મારી પોલાર્ડ અને પોવેલે મેચ જીવંત રાખી હતી. જોકે રોહિત અને હર્ષલના ગેમ પ્લાન સામે વિંડિઝ ટીમ ઘુંટણીયે પડી ગઈ છે.

16મી ઓવરના 5મા બોલ પર ભુવનેશ્વર કુમારે પોવેલનો કેચ છોડ્યો હતો.
16મી ઓવરના 5મા બોલ પર ભુવનેશ્વર કુમારે પોવેલનો કેચ છોડ્યો હતો.

ઈન્ડિયન ટીમે પોવેલ અને પૂરનના સરળ કેચ છોડ્યા હતા. જેનો ફાયદો ઉઠાવીને વેસ્ટ ઈન્ડિઝના આ બંને બેટરે 100 રનની પાર્ટનરશિપ નોંધાવી મેચમાં મજબૂત પકડ બનાવી લીધી હતી. જોકે ત્યારપછી છેલ્લી ઓવરમાં હર્ષલે સારી બોલિંગ કરી મેચ જિતાડી દીધી હતી.

મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો...

બિશ્નોઈએ પૂરનનો કેચ છોડ્યો
187 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમની શરૂઆત કંઈ ખાસ રહી નહોતી. આ દરમિયાન ચહલ અને બિશ્નોઈની જોડીએ મેયર્સ અને બ્રેન્ડન કિંગને આઉટ કરી ભારતને મેચમાં પકડ બનાવવામાં સહાય કરી હતી. જોકે આ દરમિયાન 10મી ઓવરમાં રવિ બિશ્નોઈએ નિકોલસ પૂરનનો સરળ કેચ છોડી દીધો હતો. જે મેચનો ટર્નિંગ પોઈન્ટ બની રહે તેવું અનુમાન હતું.

  • 16મી ઓવરના 5મા બોલ પર ભુવનેશ્વર કુમારે પોવેલનો કેચ છોડ્યો હતો.

ભારતે 5 વિકેટના નુકસાને 186 રન કર્યા હતા. જેમાં વિરાટ કોહલી અને રિષભ પંતની ફિફ્ટીએ ટીમ ઈન્ડિયાને એક મેચ વિનિંગ ટોટલ સુધી પહોંચાડી દીધી છે. જોકે ઈન્ડિયન ટોપ બેટર ફરી એકવાર સ્પિનરના ગેમ પ્લાન સામે ફેલ રહ્યા હતા. જેના પરિણામે રોસ્ટન ચેઝ 25 રન આપી 3 વિકેટ લઈ ગયો હતો.

રિષભ પંત અને વેંકટેશ અય્યર વચ્ચે પાંચમી વિકેટ માટે 35 બોલમાં 76 રનની પાર્ટનરશિપ કરી હતી.
રિષભ પંત અને વેંકટેશ અય્યર વચ્ચે પાંચમી વિકેટ માટે 35 બોલમાં 76 રનની પાર્ટનરશિપ કરી હતી.

રોહિત જીવનદાનનો ફાયદો ઉઠાવી ન શક્યો
ઈન્ડિયા અને વિંડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી T20 મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. જેમાં ઈશાન કિશન 2 રન કરી પેવેલિયન ભેગો થઈ જતા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. તો બીજી બાજુ ચોથી ઓવરના બીજા બોલ પર રોહિત શર્માને જીવનદાન મળ્યું હતું. કોટ્રેલની ઓવરમાં બેકવર્ડ પોઈન્ટ પર કિંગે રોહિતનો સરળ કેચ છોડ્યો હતો. આ દરમિયાન રોહિત 2 રનના સ્કોર પર હતો. જોકે રોહિત શર્મા આનો ફાયદો ઉઠાવી ન શક્યો અને 19 રનના સ્કોર પર પેવેલિયન ભેગો થયો હતો. રોસ્ટન ચેઝની બોલિંગ દરમિયાન રોહિત શર્મા ફુલર બોલને સ્લોગ કરવા જતા પોઈન્ટ પર કેચઆઉટ થયો હતો.

ઉલ્લેખનીય છે કે આજે રોહિત શર્મા પાસે સિરીઝ જીતવાની તક પણ રહેલી છે. જેથી કેપ્ટને ભારતીય પ્લેઇંગ-11માં કોઈપણ ફેરફાર કર્યો નથી. જ્યારે વિંડિઝે ફેબિયન એલનના સ્થાને જેસન હોલ્ડરને ટીમમાં પસંદ કર્યો છે.

  • કિરોન પોલાર્ડની આ 100મી T20 મેચ છે
  • પોલાર્ડ 100 T20i મેચ રમનારો વિશ્વનો 9મો ખેલાડી અને વિંડિઝનો પહેલી ખેલાડી બની ગયો છે.

ભારત પાસે પાક.ની બરાબરીની તક
ઈન્ડિયન ટીમે અત્યારસુધી સતત 7 મેચ જીતી લીધી છે. તેવામાં જો આજે ભારત આ મેચ જીતી જશે તો સતત 8 મેચની સ્ટ્રીક સાથે પાકિસ્તાનની બરાબરી કરી લેશે. તમને જણાવી દઈએ કે અત્યારે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિનિંગ સ્ટ્રીકનો રેકોર્ડ અફઘાનિસ્તાન (12)ને નામ છે. તેના સિવાય એસોસિએટ ટીમ રોમાનિયાએ પણ સતત 12 મેચ જીતી છે.

ભારતે 2017થી વિંડિઝ સામે કોઈ સિરીઝ હાર્યું નથી
ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી ત્રણ ટી-20 સિરીઝ જીતી છે. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લે 2017માં ભારતમાં T20i સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 1-0થી હરાવ્યું હતું. ત્યાર પછી વિંડિઝ ક્યારેય ભારત સામે T20 સિરીઝ જીતી શકી નથી. ભારતીય ટીમે સતત 3 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે અને વર્તમાન સિરીઝ માટે પણ રોહિત એન્ડ કંપનીને જીત માટે ફેવરિટ માનવામાં આવી રહ્યા છે.

પોલાર્ડની ટીમ માટે સન્માનની લડાઈ
વેસ્ટ ઈન્ડિઝે આ પ્રવાસમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે અને તમામમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. વનડે સિરીઝમાં પણ ટીમ સંપૂર્ણપણે વેરવિખેર દેખાતી હતી. ટીમના બોલરોએ તેમ છતાં સમયાંતરે વિકેટો લીધી છે, પરંતુ બેટર્સ અત્યાર સુધી મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા છે. જો વિંડિઝે સિરીઝમાં કમબેક કરવું હોય તો બીજી મેચમાં સારું પ્રદર્શન કરવું પડશે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • IND: રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, હર્ષલ પટેલ, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ
  • WI: કાઈલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન, કિરોન પોલાર્ડ, રોવમેન પોવેલ, રોસ્ટન ચેઝ, રોમારિઓ શેફર્ડ, જેસન હોલ્ડર, ઓડિન સ્મિથ, અકિલ હોસેન, શેલ્ડન કોટ્રેલ
અન્ય સમાચારો પણ છે...