IND v/s ENG, બીજી વનડે:ઈંગ્લિશ ટીમે ભારતને 247 રનનો ટાર્ગેટ આપ્યો, ચહલે લીધી 4 વિકેટ

3 મહિનો પહેલા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરીઝની બીજી મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. પહેલાં બેટિંગ કરતા ઈંગ્લેન્ડ 246 રન બનાવ્યા છે. ભારત તરફથી સૌથી વધુ વિકેટ યુજવેન્દ્ર ચહલે લીધી. તેને 4 વિકેટ પોતાના નામે કરી. તો જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડયાને 2-2 વિકેટ મળી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન મોઈન અલીએ બનાવ્યા. તેને 64 બોલમાં 47 રનની ઈનિંગ રમી.

ચહલની બોલિંગ સામે અંગ્રેજો ફ્લોપ
ટીમ ઈન્ડિયા તરફથી યુજવેન્દ્ર ચહલે કમાલની બોલિંગ કરી અને એકપણ ઈંગ્લિશ બેટ્સમેનને ક્રીઝ પર ટકવા ન દીધા. ઈંગ્લેન્ડને બીજો ઝાટકો જોની બેયરસ્ટોનો લાગ્યો. તેને યુજવેન્દ્ર ચહલે બોલ્ડ કર્યો. ચહલના ફુલર બોલ પર બેયરસ્ટો સ્લોગ સ્વીપ મારવા ગયો પરંતુ તે ચુકી ગયો. બોલ સીધો જ સ્ટમ્પ પર લાગ્યો. બેયરસ્ટોએ 38 બોલમાં 38 રન કર્યા.

ચહલ પછી જો રૂટને પણ પેવેલિયમ મોકલ્યો. તેને 21 બોલનો સામનો કર્યો અને માત્ર 11 રન જ બનાવ્યા. ચહલ અહીં જ ન અટક્યો તેને બેન સ્ટોક્સને પણ LBW આઉટ કર્યો. સ્ટોક્સે 23 બોલમાં 21 રન બનાવ્યા. મોઈન અલી જે સેટ થઈ ગયો હતો અને એવું લાગતું હતું કે તે એકલો જ ઈંગ્લેન્ડનો સ્કોર 250-270 સુધી લઈ જશે પરંતુ તેને પણ ચહલે 47 રને આઉટ કર્યો.

કેપ્ટન જોસ બટલર પણ મેચમાં સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો. તેના બોલમાંથી 5 બોલમાં 4 રન નીકળ્યા. તેને મોહમ્મદ શમીએ ક્લીન બોલ્ડ કર્યો.

હાર્દિક પંડ્યાએ ભારતને પહેલી વિકેટ અપાવી
ઇંગ્લેન્ડ તરફથી શાનદાર લયમાં જોવા મળી રહેલા જેસન રોયની વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી હતી. આ દરમિયાન પંડ્યાએ 9મી ઓવરના પાંચમા બોલ પર જેસનને લેગ સાઈડ પર બોલ ફેંક્યો હતો, જેના પર ચોગ્ગા મારવા જતા તેણે લોફ્ટેડ શોટ રમ્યો અને સૂર્યકુમાર યાદવને કેચ આપી બેઠો હતો. રોયે 33 બોલમાં 23 રન કર્યા હતા.

ટીમ ઈન્ડિયા માટે ઘણી ખાસ તકો રહેલી છે. જો આજે રોહિત આર્મી અંગ્રેજોને હરાવી દેશે તો આ ત્રણેય ફોર્મેટનો સરવાળો કરી ટીમ ઈન્ડિયાની ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 100મી જીત થશે. 1933થી 2022 સુધી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને T20)ને જોતા કુલ 257 મેચ રમાઈ છે. ટીમે 99 મેચમાં જીત મેળવી છે તો વળી 103 મેચમાં હારનો સામનો કર્યો છે.

સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર લોર્ડ્સમાં મેચ જોવા પહોંચ્યા
સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર લોર્ડ્સમાં મેચ જોવા પહોંચ્યા

બંને ટીમની પ્લેઇંગ-11

  • IND: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ
  • ENG: જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, લિયામ લિવિંગસ્ટોન, બેન સ્ટોક્સ, જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ડેવિડ વિલી, બ્રાઈડન કાર્સ, ક્રેગ ઓવરટન, રિસે ટોપ્લી

પહેલી મેચમાં 10 વિકેટથી શાનદાર જીત દાખવી ટીમ ઈન્ડિયા આજે ઇંગ્લેન્ડને હરાવી સિરીઝ પણ પોતાને નામ કરવા મેદાનમાં ઉતરશે. તેવામાં અમે તમને જણાવી દઈએ કે લોર્ડ્સની પિચ કેવી રહેશે તથા સંભવિત-11 તથા વેધર કંડિશન કેવો ભાગ ભજવશે.

વરસાદ વિલન નહીં બને
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી મેચમાં વરસાદ પડવાની કોઈ સંભાવના રહી નથી. લંડનમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. વળી દિવસે તાપમાન 20થી 27 ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના છે. આ મેચ ડે-નાઈટ રહેશે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટ મેચમાં જોવા મળ્યું હતું કે સતત વરસાદના કારણે મેચ રોકવી પડી હતી.

પિચ રિપોર્ટ- બાઉન્સ જોવા મળશે
લોર્ડ્સની પિચની વાત કરીએ તો આ બોલર્સ માટે મદદરૂપ રહેશે. અહીં પિચનો બાઉન્સ ગેમમાં રહેશે જેના કારણે પાવરપ્લેમાં બોલર્સનો દબદબો જોવા મળી શકે છે. ભારતના બોલિંગ યૂનિટ સામે જેમ ઇંગ્લેન્ડ પહેલી મેચમાં ઢેર થઈ ગયું હતું.

ભારતનો લોર્ડ્સમાં શાનદાર રેકોર્ડ રહ્યો
ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી લોર્ડ્સના મેદાન પર કુલ 8 વનડે મેચ રમી છે, જેમાંથી ચાર મેચ જીતી છે જ્યારે 3 મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. 1 મેચ ટાઈ રહી છે. ભારતે આ મેદાન પર છેલ્લી વનડે મેચ 2004મા જીતી હતી.

અન્ય સમાચારો પણ છે...