તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • India Reach Second Place In Points Table After Chennai Win Over England, Find Out How To Make It To Final

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ:ઇંગ્લેન્ડ સામે ચેન્નઈમાં ટેસ્ટ જીત્યા પછી ભારત પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું, જાણો ફાઇનલમાં કેવી રીતે સ્થાન મેળવી શકશે

11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભારતે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે ઇંગ્લેન્ડને 317 રને હરાવ્યું છે. આ સાથે ભારતે શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. 482 રન પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત માટે અક્ષર પટેલે 5, રવિચંદ્રન અશ્વિને 3, જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી છે. આ જીત સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે ઇંગ્લેન્ડ ચોથા ક્રમે સરકી ગયું છે. ન્યૂઝીલેન્ડની ટીમે ફાઇનલમાં ક્વોલિફાઇ કરી લીધું છે. બીજા ફાઇનલિસ્ટ તરીકે ક્વોલિફાઇ થવા માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જંગ જામી છે.

ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રેસ
ફાઇનલમાં બાકી રહેલા બીજા સ્થાન માટે ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રેસ છે. ભારતે ક્વોલિફાઇ થવા ઇંગ્લેન્ડને 3-1 અથવા 2-1ના માર્જિનથી હરાવવાનું છે. મતલબ કે ભારતે મોટેરા ખાતેની બંને ટેસ્ટ જીતવી પડશે અથવા એક જીતવી અને એક ડ્રો કરવી પડશે. બીજી તરફ ઇંગ્લેન્ડને ક્વોલિફાઇ કરવા માટે બાકીની બંને ટેસ્ટ જીતવી પડશે. ઇંગ્લેન્ડ 3-1થી અથવા ભારત 2-1 અને 3-1થી ન જીતે તો ઓસ્ટ્રેલિયા ક્વોલિફાઇ થઈ જશે.

ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકાની શ્રેણી સ્થગિત થતાં ન્યૂઝીલેન્ડ ક્વોલિફાઇ થયું
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરિઝ સ્થગિત થતાં ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાઇ કરી લીધું છે. કોરોનાને લીધે ઓસ્ટ્રેલિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ સ્થગિત થઈ ગયો છે. તેવામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેમના(ઓસ્ટ્રેલિયા) પોઈન્ટ્સ પર્સન્ટેજ કિવિઝ કરતાં વધી શકે એમ નથી. તેવામાં ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં ક્વોલિફાઇ થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો