આજે ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને પહેલી રોમાંચક ટેસ્ટ મેચમાં 2 વિકેટે હરાવ્યા પછી ટીમ ઈન્ડિયા WTC એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને હરાવતા ભારત ફાઈનલ માટે ક્વોલિફાય થયું છે. WTCના પોઇન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા ટૉપ પર રહ્યું છે. તો ભારતે બીજા નંબર પર રહીને ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે.
વર્લ્ડલ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 7-11 જૂનની વચ્ચે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ICCએ મેચ માટે 12 જૂનને રિઝર્વ-ડે જાહેર કર્યો છે. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સિઝન છે.
ભારતે આની પહેલાં 2021માં ન્યૂઝીલેન્ડની સામે ફાઈનલ રમી હતી. ત્યારે સાઉથેમ્પટનમાં રમાયેલી ફાઈનલમાં કિવીઝે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું.
હવે જુઓ WTCનું પોઇન્ટ્સ ટેબલ...
હવે સમજીએ, શ્રીલંકાની હારથી ભારતને કેમ ફાયદો થયો?
શ્રીલંકાના હારવાથી ટીમ ઈન્ડિયાને ફાયદો થયો છે. શ્રીલંકા ન્યૂઝીલેન્ડની સામે પહેલી ટેસ્ટ મેચ હારી ગયું છે. આ જ કારણે પોઇન્ટ્સ ટેબલમાં તેમના 48.48% પોઇન્ટ્સ થઈ ગયા છે. જો શ્રીલંકા આ સિરીઝ 1-0થી પણ જીતી જાત, તો પણ ભારત જેટલા પોઇન્ટ્સ ના થાત.
તો બીજી તરફ, જો ભારતીય ટીમ ચોથી ટેસ્ટ હારી જાત, તો પણ તેમના 56.94% પોઇ્ટ્સ થઈ જાત, જે શ્રીલંકા કરતાં વધુ હોત.
WTC ટુર્નામેન્ટમાં ભારત: અત્યાર સુધી 17 મેચ રમી, 10 જીતી
કેન વિલિયમસને સદી ફટકારી, જિતાડી દીધી મેચ
પાંચમા દિવસે ન્યૂઝીલેન્ડને જીત માટે 257 રન જોતા હતા. ન્યૂઝીલેન્ડે 28/1ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. કેન વિલિયમસને સદી મારીને ટીમને જિતાડી દીધી હતી. વિલિયમસને 194 બોલમાં 121* રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને એક છગ્ગો પણ માર્યો હતો. વિલિયમસન ઉપરાંત ડેરિલ મિચેલે 81 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી અસિત ફર્નાન્ડોએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. તો પ્રભાત જયસૂર્યાએ 2 વિકેટ, કસુન રજીથા અને લાહિરુ કુમારાએ 1-1 વિકેટ લીધી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ભારતે 2-1થી જીતી લીધી
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘરઆંગણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની 4 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ ગઈ હતી. જેમાં ભારતે 2-1થી સિરીઝ જીતી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.