તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IND-PAK વચ્ચે ફરી મેદાન-એ-જંગ?:8 વર્ષ બાદ ભારત-પાક.વચ્ચે T20 શ્રેણી યોજાવાનાં એંધાણ, ICCની બેઠકમાં નિર્ણય લેવાય એવી સંભાવનાઓ

2 મહિનો પહેલા
  • PCBએ ભારત વિરુદ્ધ 3 T20 મેચોની શ્રેણી રમાડવાની તૈયારીઓ હાથ ધરી છે
  • બન્ને ટીમો ICCની ટૂર્નામેન્ટ્સમાં એકબીજા વિરુદ્ધ રમી રહી હતી
  • ભારતે 2012ની ડિસેમ્બરમાં છેલ્લી T20 દ્વિપક્ષીય શ્રેણી રમી હતી
  • આશરે 8થી 9 વર્ષ પછી ફરીથી એકસાથે રમી શકે છે ભારત-પાક.ની ટીમ
  • LOC પર સતત સીઝફાયર અને પુલવામાં હુમલા પછી બન્ને દેશોના સંબંધોમાં તિરાડ પડી હતી
  • 2008ના આતંકવાદી હુમલા પછી ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ નથી

ઈન્ડિયન્સમાં ક્રિકેટનો અલગ જ ક્રેઝ જોવા મળે છે. એવામાં જો ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ હોય તો બન્ને દેશોના ક્રિકેટરસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ભારત અને પાકિસ્તાન આ વર્ષે 3 મેચની T20 શ્રેણી રમે એવી સંભાવનાઓ જણાઈ રહી છે. જો આવું થાય તો 8 વર્ષ પછી બન્ને ટીમો દ્વિપક્ષીય શ્રેણીમાં સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચે છેલ્લી T20 અને વનડે શ્રેણી ડિસેમ્બર 2012માં રમાઈ હતી, જેમાં T20 શ્રેણી 1-1ની બરાબરીમાં સમાપ્ત થઈ હતી, જ્યારે વન-ડેની શ્રેણીમાં પાકિસ્તાને 2-1થી જીત પ્રાપ્ત કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીના જણાવ્યા અનુસાર, તેમને આ વર્ષે ભારતની વિરુદ્ધ શ્રેણી રમવા માટે તૈયારીઓ કરવાનું સૂચન અપાયું છે.

આવતા અઠવાડિયે ICCની બેઠક યોજાવાની છે, જેમાં ઈન્ડિયા-પાકિસ્તાનની શ્રેણી અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ મામલે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 30 માર્ચના રોજ ભારતીય વિદેશમંત્રી અને પાકિસ્તાનના વિદેશમંત્રીની મુલાકાત થાય એવી સંભાવનાઓ રહેલી છે. આ બેઠકમાં બન્ને ટીમો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી પર સંમતિ થઈ શકે છે.

T20 શ્રેણી માટે 6 દિવસની વિન્ડોની ખોજ ચાલી રહી છે
પાકિસ્તાની અખબાર ડેઇલી જંગના એક અહેવાલ મુજબ, આ વર્ષે બંને દેશો વચ્ચે ક્રિકેટનો મહાસંગ્રામ યોજાઈ શકે છે. સમાચારપત્રે પહેલા PCB સાથે વાતાઘાટો કરી હતી ત્યારે તેના અધિકારીએ મગનું નામ મરી નહોતું પાડ્યું, પરંતુ થોડા સમય પછી તેમણે કહ્યું હતું કે બન્ને ટીમો વચ્ચે 3 T20 મેચની શ્રેણી યોજાઈ શકે છે, જેના માટે તેઓ 6 દિવસના વિન્ડોની ખોજ કરી રહ્યા છે.

ભારતે 1-1થી શ્રેણી સરભર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી T20 શ્રેણીની મેચ 28 ડિસેમ્બર 2012ના રોજ રમાઈ હતી. જેમાં ભારતે પાકિસ્તાનને 193 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 7 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં માત્ર 181 રન જ બનાવી શકી હતી. ભારતે આ મેચ પૂર્વે શ્રેણીમાં 1-0થી પાછળ ચાલી રહી હતી, જેથી આ મેચને 11 રને જીત્યાંની સાથે ભારતે 1-1થી શ્રેણીમાં બરાબરી કરી લીધી હતી. જેમાં યુવરાજસિંહને પ્લેયર ઓફ ધ મેચનું ટાઈટલ મળ્યું હતું. લગભગ 9 વર્ષ પછી ભારત-પાકિસ્તાન સાથે ફરીથી T20 શ્રેણી રમી શકે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.

2012-13માં પાકિસ્તાન ભારતના ટૂર પર આવ્યું હતું
પાકિસ્તાનના સમાચારપત્રના જણાવ્યા અનુસાર, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રેણી શરૂ થાય તો ભારતીય ટીમ પાકિસ્તાનમાં પ્રવાસ કરી શકે છે, કારણ કે 2012-13માં જ્યારે બન્ને ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી થઈ હતી ત્યારે પાકિસ્તાનની ટીમે ભારતમાં આવીને મેચ રમી હતી.

ICC T20 વર્લ્ડ કપ 2016માં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. બન્ને દેશો વચ્ચે આ છેલ્લી ટી20 મેચ રમાઈ હતી.
ICC T20 વર્લ્ડ કપ 2016માં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. બન્ને દેશો વચ્ચે આ છેલ્લી ટી20 મેચ રમાઈ હતી.

PCBના ચેરમેને શ્રેણી માટે મનાઈ ફરમાવી
જોકે PCBના ચેરમેન એહસાન મનીએ આ પ્રકારની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. તેમણે એર ચેનલના ઈન્ટવ્યુમાં કહ્યું હતું કે હજુ સુધી આ પ્રકારની શ્રેણી માટે કોઈએ તેમની સાથે સંપર્ક સાધ્યો નથી અને BCCIએ પણ તેમની સાથે આ વિષય પર ચર્ચા-વિચારણા કરવા માટે સંપર્ક સાધ્યો નથી.

'વર્લ્ડ કપ પૂર્વે હજુ થોડીક T20 શ્રેણી રમવી છેઃ વિરાટ કોહલી'
રસપ્રદ વાત એ છે કે ઈંગ્લેન્ડની વિરુદ્ધ 5મી T20 જીત્યા પછી વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ભારત હજુ કેટલીક T20 શ્રેણી રમવા તૈયાર છે. ક્રિકેટ બોર્ડ પણ આ વર્ષના વર્લ્ડ કપ પૂર્વે ભારતની અન્ય ટીમો સાથે ક્રિકેટ મેચનું આયોજન કરવા પર વિચાર કરી રહી છે.

આવતા મહિનામાં ટીમ ઇન્ડિયાનું શિડ્યૂલ એકદમ વ્યસ્ત છે
અત્યારે તો ભારતીય ટીમનું શિડ્યૂલ ટાઈટ છે. 9 એપ્રિલથી IPLની 14મી સીઝન શરૂ થવા જઈ રહી છે, જે 30 મેના રોજ પૂરી થશે. ત્યાર પછી ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 18થી 22 જૂન સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા માટે ઈંગ્લેન્ડ જવાનું છે.

2019ના વન-ડે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું.
2019ના વન-ડે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું.

જુલાઈ અથવા સપ્ટેમ્બરના અંત સુધીમાં T20 શ્રેણી રમાવાની સંભાવનાઓ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પછી ભારતીય ટીમ પાસે લગભગ એક મહિનાનો ફ્રી સમય હશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની શ્રેણી માટે આ વિન્ડોનો ઉપયોગ થઈ શકે તેમ છે. ત્યાર પછી ઑગસ્ટમાં તો ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટમેચની શ્રેણી પણ રમવાની છે.

આ શ્રેણી 14 સપ્ટેમ્બરના રોજ પૂરી થશે. ઈંગ્લેન્ડની શ્રેણી પછી વર્લ્ડ કપની પહેલાં ભારતીય ટીમ પાસે ઓક્ટોબરમાં પણ લગભગ એક મહિનાનો ફ્રી ટાઈમ હશે, જેમાં તે આ વિન્ડોનો ઉપયોગ કરીને T20 શ્રેણી રમી શકે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

બન્ને ટીમો વચ્ચે 2016માં છેલ્લો T20 આંતરરાષ્ટ્રીય જંગ રમાયો હતો
ભારત-પાકિસ્તાને છેલ્લાં 9 વર્ષમાં એકપણ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. બન્ને ટીમોએ 2007-08ની સીઝન પછી કોઈપણ ટેસ્ટ સિરીઝમાં એકબીજાનો સામનો કર્યો નથી, જોકે બન્ને ટીમો ICCની ટૂર્નામેન્ટ્સમાં એકબીજા વિરુદ્ધ રમી રહી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે છેલ્લો T20 જંગ 19 માર્ચ 2016ના રોજ યોજાયો હતો. ત્યારે ભારતે ICC T20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે ધૂળ ચટાડી હતી.

પાકિસ્તાને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને 180 રને પરાજય આપ્યો હતો.
પાકિસ્તાને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને 180 રને પરાજય આપ્યો હતો.

ભારતે 2017થી અત્યારસુધી 5 વન-ડે રમી છે
ભારતે 2017થી લઈને અત્યારસુધી માત્ર 5 વન-ડે મેચો પાકિસ્તાન વિરુદ્ધ રમી છે. જોવાની વાત એ છે કે આ તમામ મેચો ICC ટૂર્નામેન્ટ્સનો એક ભાગ રૂપે હતી, જેમાંથી 2 મેચ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી, 2 મેચ 2018ના એશિયા કપની અને 1 મેચ 2019ના વર્લ્ડ કપ દરમિયાન રમાઈ હતી.

2008ના આતંકવાદી હુમલો થયા પછી પાકિસ્તાન પ્રવાસે નથી ગયા
મુંબઈમાં 2008માં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. તેવામાં લાઈન ઓફ કંટ્રોલ પર સતત સીઝફાયર અને ફેબ્રુઆરી 2019માં થયેલા પુલવામાં હુમલા પછી બન્ને દેશોના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. આ પ્રકારના હુમલાઓ થયા પછી ભારતે નવી દિલ્હીમાં યોજાયેલા શૂટિંગ વર્લ્ડ કપમાં પાકિસ્તાની શૂટર્સને વિઝા આપવાની મનાઈ ફરમાવી હતી. આ વર્લ્ડ કપ 20થી 29 ફેબ્રુઆરી વચ્ચે આયોજિત કરાયો હતો.

બન્ને દેશો વચ્ચેના રમત-જગતના સંબંધોમાં પણ ભંગાણ પડ્યું
જોકે છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાનના રમત-જગતના સંબંધોમાં પણ મોટી તિરાડ પડી ગઈ છે. 19 માર્ચથી દિલ્હીમાં શરૂ થયેલા શૂટિંગ વર્લ્ડ કપ માટે ભારતે પાકિસ્તાની શૂટર ઉસ્માન ચંદને વિઝા આપ્યા હતા. ત્યાં જ 16થી 18 માર્ચ વચ્ચે આયોજિત ઈક્વેસ્ટેરિયન વર્લ્ડ કપના ક્વોલિફાયર્સ માટે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો