• Gujarati News
  • Sports
  • India Pakistan Match In Cricket, Today Our Men's Hockey Team Will Start The Campaign

કૉમનવેલ્થ ગેમ્સનો ત્રીજો દિવસ:ઘાના સામે હૉકીમાં ભારતની સૌથી મોટી જીત, 11-0થી મેચ જીતી; જેરેમી લાલરિનુંગાએ વેઇટલિફ્ટીંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

2 મહિનો પહેલા

કૉમનવેલ્થ ગેમ્સ (રાષ્ટ્રીયમંડળ રમતોત્સવ)ના ત્રીજા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે પૂલ-Bમાં ઘાનાને 11-0થી પરાજય આપ્યો છે. ભારત માટે આઠ અલગ-અલગ ખેલાડીઓએ ગોલ કર્યાં હતા. ઉપકપ્તાન હરમનપ્રીતે સૌથી વધારે ત્રણ અને જુગરાજે 2 ગોલ કર્યાં હતા. ભારતે પ્રથમ હાફમાં પાંચ તથા બીજા હાફમાં છ ગોલ કર્યાં હતા. ગ્રુપ સ્ટેજમાં ભારતની હવે પછીની મેચ ઈગ્લેન્ડ સામે છે.

લાલરિંનુંગાએ ગોલ્ડ મેડલ મેળવ્યો
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે બીજો ગોલ્ડ અને ઓવરઓલ 5મો મેડલ મળ્યો છે. વેઇટલિફ્ટર જેરેમી લાલરિનુંગાને ઈજા થઈ હોવા છતા તેણે હાર માની નહોતી. અને મેન્સ 67 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે સ્નૈચમાં 140 અને ક્લીન એન્ડ જર્કમાં 160 કિગ્રા વેઇટ ઉઠાવ્યુ હતુ. આમ તેણે કુલ 300 કિગ્રા વેઇટ ઉઠાવીને ગોલ્ડ મેડસ પોતાના નામે કર્યો હતો. સમોઆના વાઇવાપા આઇઓએ (293 કિગ્રા) સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

જેરેમીએ સ્નૈચમાં પ્રથમ પ્રયાસમાં 136 કિગ્રાનું વજન ઉઠાવીને ગોલ્ડ મેડલના પોઝિશન પર આવી ગયો હતો. બીજા પ્રયાસમાં તેણે 140 કિગ્રાનું વેઇટ ઉઠાવીને ગેમ્સ રેકોર્ડ બનાવીને પોતાની પોઝિશન વધુ મજબૂત કરી હતી. જેરેમીને ત્રીજા પ્રયાસમાં સફળતા મળી નહોતી. તે 143 કિગ્રાનુ વેઇટ ઉઠાવી શક્યો નહતો.

જેરેમી લાલરિનુંગા 2018 યૂથ ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલિસ્ટ છે. સાથે જ તેણે 2021 કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ જીત્યો હતો.

બોક્સિંગ: નિખત ઝરીને એકતરફી જીત મેળવીને ક્વોર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ
હૈદરાબાદની નિખત ઝરીને 50 KG વિમેન્સ બોક્સિંગના ક્વોર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે રાઉન્ડ ઑફ 16ના મેચમાં મોઝામ્બિકની હલીના સ્માઇલ બાગોને RSCના હેઠળ પરાજીત કરી દીધી હતી. ફાઇટ દરમિયાન જ્યારે કોઈ બોક્સર અસ્થિર થઈ જાય છે તો રેફરી તે ફાઇટ રોકીને બીજા બોક્સરને વિજેતા જાહેર કરી દે છે.

જિમ્નાસ્ટ યોગેશ્વર 15માં સ્થાન પર રહ્યો
ભારતીય જિમ્નાસ્ટ યોગેશ્વર સિંહ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકના મેન્સ ઓલ રાઉન્ડ ઇવેન્ટમાં 15માં સ્થાન પર રહ્યો હતો. તેણે કુલ 74.700 પોઇન્ટ્સ મેળવ્યા હતા.

સ્વિમિંગમાં શ્રીહરિ સેમિફાઇનલમાં પહોંચ્યો
સ્વિમિંગમાં 50 મીટર બેકસ્ટ્રોકમાં ભારતના શ્રીહરિ નટરાજન બીજા સ્થાન પર રહ્યો હતો. તેણે 25.52નો સમય નિકાળ્યો હતો અને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી.

લોન બોલ: તાનિયા ચૌધરીએ ઓનિલને હરાવી
લોન બોલના વિમેન્સ સિંગલ્સ ઇવેન્ટના રાઉન્ડ-4ના મેચમાં ભારતીય ખેલાડી તાનિયા ચૌધરીએ નોર્થન આયરલેન્ડની શૌના ઓનિલને પરાજય આપ્યો હતો. તેણે 21-12થી જીત મેળવી હતી.

તો બપોરે 1:30 વાગ્યાથી આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં યોગેશ્વર સિંહ મેડલ માટે મેદાન પર ઉતરશે. બપોરે 2 વાગે વેઇટલિફ્ટિંગ મેન્સ 67 કિગ્રા ઓલ ગ્રુપ્સ કેટેગરીમાં જેરેમી લાલરિનુંગા વેઇટ ઉઠાવશે. બપોરે 3 વાગે એક્વેટિક્સ, સ્વીમિંગ એન્ડ પેરા સ્વીમિંગ હીટ 6 શ્રીહરિ નટરાજનનો મેચ રમાશે. સાંજે 4 વાગે બોક્સિંગમાં 60 કિગ્રા - 63.5 કિગ્રા શિવ થાપા Vs રીસ લિંચનો મેચ છે.