ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ વર્ષે રમાનારા ટી 20 વર્લ્ડકપના કાર્યક્ર્મની જાહેરાત કરી છે. 2007ની ટી 20 ચેમ્પિયન ભારતીય ટીમ વર્લ્ડ કપમાં અભિયાનની શરૂઆત24 ઓક્ટોબરથી કરશે. ટીમનો પ્રથમ મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. બીજી બાજુ, ટુર્નામેન્ટની પ્રથમ મેચ 17 ઓક્ટોબરે ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાશે. ફાઇનલ મેચ 14 નવેમ્બરે થશે.
8 મુકાબલામાં 7 ભારત જીત્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લો મુકાબલો 2016માં રમાયો હતો. તે પણ ટી-20 વર્લ્ડ કપ મેચ જ હતી. બંને ટીમે ટી-20 વર્લ્ડ કપમાં 5 વખાર આમને-સામને થઈ ચૂકી છે. આ દરેકમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. ઓવરઓલ ટી-20ની વાત કરીએ તો, ભારત અને પાકિસ્તાને 8 મેચ રમી છે. તેમાં ટીમ ઈન્ડિયાએ 7 અને પાકિસ્તાને 1 મેચ જીતી છે. 1 મેચ ભારતે ટાઈ બાદ બોલ આઉટમાં જીતી હતી.
ગ્રુપ ટીમોની પહેલા જ થઈ ચૂકી છે જાહેરાત
આઈસીસીએ થોડા સમય પહેલા ટી-20 વર્લ્ડ કપ માટે ગ્રુપની જાહેરાત કરી હતી. ઓમાનમાં રમાનારા રાઉન્ડમાં 8 ટીમો સુપર-12 માં સ્થાન મેળવવા માટે રમશે. આ ટીમોમાં 2014 ની ટી-20 વિજેતા શ્રીલંકા ઉપરાંત આયર્લેન્ડ અને બાંગ્લાદેશ જેવી મોટી ટીમોના નામ સામેલ છે.
કુલ 45 મેચ રમાશે
વર્લ્ડ કપનું આયોજન 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યોજાશે. ક્વોલિફાઇંગ રાઉન્ડ સહિત કુલ 45 મેચ રમાશે. તેમાંથી ક્વોલિફાયર રાઉન્ડમાં 12 મેચ અને સુપર-12 રાઉન્ડમાં 30 મેચ રમાશે. આ સિવાય સેમીફાઇનલ અને ફાઇનલ મેચ પણ થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.