ભાસ્કર એક્સપ્લેનર:ફાઈનલમાં ભારત-પાક. વચ્ચે ટક્કરની શક્યતા, બંને ટીમે પોતાની તમામ મેચ જીતવી પડશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ગણિત

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં દ.આફ્રિકા ટેબલમાં ટોપ પર છે. જે પછી ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન છે. અત્યારસુધીની મેચોના આધાર પર ગત ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ ફાઈનલની રેસમાંથી બહાર થયા છે. વિન્ડીઝ-ઈંગ્લેન્ડનું ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ છે.

  • શું દ.આફ્રિકા ફાઈનલમાં રમશે તે નિશ્ચિત છે?

દ.આફ્રિકા માટે આગામી મેચો મુશ્કેલ લાગી રહી છે. ટીમે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેમના ઘરઆંગણે 3-3 ટેસ્ટ રમવાની છે. જે પછી વિન્ડીઝ વિરુદ્ધ પોતાના ઘરઆંગણે 2 મેચ રમશે. જો ઘરઆંગણે બંને મેચો જીતી જાય તો પણ દ.આફ્રિકાએ પોતાની જીતની ટકાવારી 60થી ઉપર રાખવા પોઈન્ટ્સની જરૂર રહેશે. એવામાં તેણે વિદેશી સીરિઝ 2-1થી જીતવા ઉપરાંત બીજી સીરિઝમાં 2થી વધુ મેચ ન હારે તે જોવાનું રહેશે.

  • ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચી શકે છે?

ઓસ્ટ્રેલિયાએ 9 ટેસ્ટ રમવાની છે, તેમાં વિન્ડીઝ વિરુદ્ધ 2 અને દ.આફ્રિકા વિરુદ્ધ 3 ટેસ્ટ ઘરઆંગણે રમવાની છે. જ્યારે 4 મેચ ભારત સામે ભારતમાં રમવાની છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે પાંચેય મેચ જીતે અને ભારત સામે ચારેય મેચ હારે તો તેની જીતની ટકાવારી 63.16 થઈ જશે. તેથી ઓસ્ટ્રેલિયાએ 9 માંથી 6 મેચ જીતવી પડશે. આમ થવા પર ટકાવારી 68.42 રહેતા તે ક્વોલિફાઈ થઈ શકે છે.

  • શું ભારત પણ ફાઈનલમાં પહોંચી શકે છે?

ભારતે 6 મેચ રમવાની છે. જેમાં 2 બાંગ્લાદેશ સામે તેના ઘરઆંગણે અને ભારતીય ધરતી પર 4 ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. ભારતે ફાઈનલમાં પહોંચવા તમામ મેચ જીતવી પડશે. આમ થવા પર ભારતની જીતની ટકાવારી 68.06 થશે. જ્યારે પાક. ટીમને 5 મેચ બાકી છે, તે તમામ જીતે અને દ.આફ્રિકા તમામ મેચ હારે તો ફાઈનલમાં ભારત-પાક.નો મુકાબલો થઈ શકે છે.

  • શ્રીલંકા પાસે શું વિકલ્પ છે?

શ્રીલંકા-પાક. સીરિઝ ડ્રો થયા બાદ ભલે શ્રીલંકા ત્રીજા ક્રમે હોય. પરંતુ આગળની મેચો તેની માટે મુશ્કેલ છે. તેનું ફાઈનલમાં પહોંચવું અન્ય ટીમના પરિણામો પર નિર્ભર રહેશે.

અન્ય સમાચારો પણ છે...