રેકોર્ડ શાનદાર:ટી-20માં ભારત-ન્યૂઝીલેન્ડનો અનોખો રેકોર્ડઃ બંને ટીમો એકબીજાના ઘરઆંગણે વધુ મજબૂત

મુંબઈ12 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • 4 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ ટીમનો પ્રથમ ભારત પ્રવાસ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 બુધવાર સાંજે 7 વાગ્યાથી રમાશે. ન્યૂઝીલેન્ડ ટીમ 4 વર્ષ બાદ ભારત પ્રવાસે આવી છે. બંને ટીમો 16 દિવસ બાદ ફરી એકબીજા સામે ટી-20 મેચ રમશે. આ અગાઉ 31 ઓક્ટોબરે ટી-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું.

બંને ટીમનો ટી-20 ઈન્ટરનેશનલ રેકોર્ડ અનોખો છે. બંને ટીમો ઘરઆંગણે મજબૂત છે. ભારતે ન્યૂઝીલેન્ડમાં 10 ટી-20 મેચ રમી છે, જેમાંથી 6 જીતી અને 4 માં હાર મળી છે. ન્યૂઝીલેન્ડે ભારતમાં 6 મેચ રમી છે, જેમાંથી 3 જીતી અને 2 હારી છે. ઈન્ડિયાનો હોમ ગ્રાઉન્ડ પર ઓવરઓલ ટી-20 ઈન્ટરનેશનલનો રેકોર્ડ શાનદાર છે.

તાકાતઃ ભારતીય ટીમની બેટિંગ-ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડ ગેમ વચ્ચે ટક્કર

  • ભારતની તાકાત બેટિંગ છે. રોહિત, રાહુલ, અય્યર, સૂર્યકુમાર, ઈશાન અને પંત જેવા ખેલાડીઓ તરીકે બેટિંગમાં મજબૂત વિકલ્પ છે. જે બ્લેક કેપ્સની ચિંતા વધારી શકે છે.
  • ન્યૂઝીલેન્ડની મજબૂતી તેમની ઓલરાઉન્ડ ગેમ છે. કિવી ટીમ પાસે ઓલરાઉન્ડર, ઝડપી બોલર અને સારા સ્ટ્રાઈકર છે. વિલિયમ્સન-કૉન્વેની ગેરહાજરીમાં ચૈપમેનને તક મળી શકે છે.

નબળાઈઃ બોલિંગ ભારત-ન્યૂઝીલેન્ડ બંને માટે ચિંતાનો વિષય

  • ભારતની ઝડપી બોલિંગમાં અનુભવ ઓછો છે. અનુભવી ભુવનેશ્વર ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેમાં આત્મવિશ્વાસ પણ ઓછો છે. બોલિંગમાં વધુ વિકલ્પ ના હોવા પણ ટીમની ચિંતાનો વિષય છે.
  • ન્યૂઝીલેન્ડ માટે બોલિંગ ચિંતાનો વિષય છે. ફર્ગ્યુસન ફિટનેસ મામલે સંઘર્ષ કરી રહ્યો છે. વર્લ્ડ કપ બાદ સોઢી-સેન્ટનરના આત્મવિશ્વાસ અંગે કંઈ કહી શકાય નહીં.
અન્ય સમાચારો પણ છે...