• Gujarati News
  • Sports
  • Cricket
  • India New Zealand Tour Postponed 2022| The Kiwi Board Decided To Postpone Next Year, Now The ODI Series Will Be Played At The End Of 2022

ઈન્ડિયા ટૂર ઓફ ન્યૂઝીલેન્ડ રિશેડ્યૂલ:કીવી બોર્ડે આવતા વર્ષે પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો, હવે 2022ના અંતમાં રમાશે વનડે સિરીઝ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડ કપ પછી ઈન્ડિયન ટીમ ન્યૂઝીલેન્ડ ટૂર પર જવાની હતી, પરંતુ અત્યારે કીવી ટીમનું શેડ્યૂલ વ્યસ્ત હોવાથી સમયમાં ફેરફાર કરાયો છે. હવે આ ટૂર આવતા વર્ષે 2020ના અંતમાં રમાશે.

સિરીઝનો કાર્યક્રમ
આ ટૂરમાં ઈન્ડિયન ટીમ 3 વનડે મેચ રમવાની હતી. આ એકદિવસીય સિરીઝ 2023માં આયોજિત ICC વનડે વર્લ્ડ કપમાં સુપર લીગનો પણ ભાગ હતી. પરંતુ હવે આ સિરીઝ આવતા વર્ષના અંતે રમાશે. કીવી બોર્ડના જણાવ્યા અનુસાર ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તાએ ટૂર રદ થવાની પુષ્ટી કરી છે. જોકે BCCI અને ન્યૂઝીલેન્ડ બોર્ડે આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.

અન્ય ટીમોને ફાયદો થશે
ઈન્ડિયા ટૂર ઓફ ન્યૂઝીલેન્ડના સમયમાં ફેરફાર થતા બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ન્યૂઝીલેન્ડ ટૂરનો રસ્તો સાફ થઈ ગયો છે. હવે કીવી બોર્ડ આ ટીમો સાથે પણ મેચ રમી શકે છે. જોકે ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપ પછી ઈન્ડિયા ટૂર પર 2 ટેસ્ટ અને 3 T-20 મેચની સિરીઝ રમશે.

ક્વોરન્ટીન નિયમોનું કારણ રહ્યું સર્વોપરી
ન્યૂઝીલેન્ડની ટીમ T-20 વર્લ્ડ કપ પછી ઈન્ડિયન ટૂર પર આવશે. જેનો સ્પષ્ટ અર્થ થાય છે કે કીવી ટીમ ડિસેમ્બર એન્ડ સુધી સ્વદેશ પરત ફરી શકશે નહીં. તેવામાં હજુ પણ ન્યૂઝીલેન્ડમાં ક્વોરન્ટીન અંગે કડક નિયમો લાદવામાં આવેલા છે, જેથી ખેલાડીઓએ 14 દિવસ ફરજિયાત ક્વોરન્ટીન રહેવું પડશે. તેવામાં ખેલાડીઓ કોરોના મહામારીના કારણે બાયો-બબલમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકતા નથી.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના ચીફ એગ્ઝીક્યૂટિવ ડેવિડ વાઇટે કહ્યું- આપણે એ વાતનું પણ ધ્યાન આપવું જોઇએ કે ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે.

અન્ય સમાચારો પણ છે...