આઈસીસીએ કાર્યક્રમ જાહેર કર્યો:ભારતમાં 8 વર્ષમાં 2 વર્લ્ડ કપ, 25 વર્ષ પછી પાક.ને યજમાની

દુબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ICCએ 7 વર્ષના ઈવેન્ટ્સની જાહેરાત કરી

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026થી 2031 સુધી થનારી મેગા ઈવેન્ટ્સની જાહેરાત કરી છે. ભારતને 3 મોટી ટૂર્નામેન્ટની યજમાની મળી છે. ભારત 2026માં શ્રીલંકા સાથે ટી-20 વર્લ્ડ કપ અને 2031માં બાંગ્લાદેશ સાથે વનડે વર્લ્ડ કપને હોસ્ટ કરશે. તે દરમિયાન 2029માં થનારી ચેમ્પિયન ટ્રોફી ભારતમાં રમાશે. પાકિસ્તાનને પણ 3 દાયકા પછી એક મોટી ટૂર્નામેન્ટની યજમાની મળી છે. તે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી હોસ્ટ કરશે. જ્યારે 2024 ટી-20 વર્લ્ડ કપ USA અને વેસ્ટ ઈન્ડિઝમાં થશે.

ક્રિકેટની સૌથી મોટી સંસ્થા આઈસીસીએ 2031 સુધીની મેજર ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 2024 થી 2031 સુધી આઈસીસીની 8 મેજર ટૂર્નામેન્ટ યોજાશે, જેની યજમાની 14 દેશો કરશે. આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીની સત્તાવાર વાપસી થઈ છે. આગામી 10 વર્ષમાં ભારત 3 મેજર ટૂર્નામેન્ટની યજમાની કરશે. 2026માં ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે ટી-20 વર્લ્ડ કપની યજમાની કરશે. 2029માં ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે.

પછી 2031માં ભારત-બાંગ્લાદેશની સંયુક્ત યજમાનીમાં વન-ડે વર્લ્ડ કપ રમાશે. ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં યોજાવાનું પહેલાથી જ નક્કી છે. જે પછી 2024માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ સંયુક્ત રીતે કરશે.

વિન્ડીઝમાં 2010માં ટી-20 વર્લ્ડ કપ યોજાઈ ચૂક્યો છે. જ્યારે અમેરિકા પ્રથમવાર આઈસીસીની મેજર ઈવેન્ટની યજમાની કરશે. જે આઈસીસી દ્વારા ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરાવવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.

ચેમ્પિયન્સ ટ્રોફીનું કમબેક; નામિબિયામાં 2027માં પ્રથમવાર વર્લ્ડ કપ યોજાશે
આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફીના કમબેક બાદ તેની યજમાની પાકિસ્તાનને આપી છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી 2025માં યોજાશે. 1996 બાદ પાકિસ્તાન પ્રથમવાર આઈસીસીની મેજર ટૂર્નામેન્ટની યજમાની કરશે. ત્યારે પાકિસ્તાન, ભારત, શ્રીલંકામાં વન-ડે વર્લ્ડ કપનું આયોજન થયું હતું. 2027માં યોજાનાર વર્લ્ડ કપની સંયુક્ત યજમાની દ.આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાને મળી છે. નામિબિયા પ્રથમવાર વર્લ્ડ કપની યજમાની કરશે.

અન્ય સમાચારો પણ છે...