• Gujarati News
  • Sports
  • Cricket
  • India Have Won Four Out Of The Country Matches In The Championship, New Zealand Has Won One Match, The Overall Record Is Also In Favor Of Team India.

ટેસ્ટ ચેમ્પિયનશિપ:ભારત ચેમ્પિયનશિપમાં દેશની બહાર ચાર તો ન્યૂઝીલેન્ડ એક મેચ જીત્યું, ઓવરઓલ રેકોર્ડ પણ ટીમ ઇન્ડિયાના પક્ષમાં છે

સાઉથમ્પ્ટન4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ શુક્રવારે સાંજે 3.30 વાગ્યાથી

ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ શુક્રવારથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમોએ આ મેચ માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી લીધી છે. જેમાં બંને ટીમોએ 5-5 ફાસ્ટ બોલરોનો સમાવેશ કર્યો છે. ટેસ્ટ ચેમ્પિયનશિપ સમયે ફેબ્રુઆરી 2020 માં ભારતે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો. જ્યા યજમાન ટીમ બે મેચની સીરિઝને સહેલાઇથી ક્લિન સ્વીપ કરવામાં સફળ રહી હતી.

ચેમ્પિયનશિપમાં ભારતે 17 મેચ રમી છે. જેમાં ટીમને 12માં જીત અને 4માં હાર મળી. એક મેચ ડ્રો રહી હતી. વિદેશમાં રમાયેલ 8 મેચમાં ભારત 4માં જીત્યું હતું. તો ન્યૂઝીલેન્ડે 11 જ મેચ રમી છે. 5 મેચ વિદેશમાં અને 6 મેચ ઘરમાં રમી છે. વિદેશમાં રમેલ 5 મેચમાં 4માં હાર મળી છે તો ઘરમાં રમેલ બધી મેચ જીતી છે.

વિરાટ કોહલી vs ટિમ સાઉથી: ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય સુકાની વિરાટ કોહલીને સૌથી વધુ 10વાર આઉટ કર્યો છે. ટેસ્ટમાં સાઉથી સામે કોહલીએ 214 બોલમાં 109 રન કર્યા છે.

જસપ્રીત બુમરાહ vs કેન વિલિયમ્સન: આ બંને ખેલાડીઓ મેચનું પરિણામ નક્કી કરવામાં મહત્વની ભુમિકા ભજવી શકે છે. અત્યાર સુધી બુમરાહે વિલિયમ્સનને ટેસ્ટમાં 57 બોલમાં 33 રન આપી બેવાર પેવેલિયન ભેગો કર્યો છે.

રોહિત શર્મા vs ટ્રેન્ટ બોલ્ટ:ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માને 7 વાર આઉટ કર્યો છે. ટેસ્ટમાં બોલ્ટ સામે રોહિતે 114 બોલમાં 57 રન કર્યા છે.

ઓવરઓલ ટેસ્ટમાં ભારતીય ટીમનું પલ્લુ ભારે
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે અત્યાર સુધી 59 ટેસ્ટ થઇ છે. જેમાં ભારતીય ટીમ 21માં જીત અને 12માં હાર મળી છે. તો 26 મેચ ડ્રો રહી છે. જોકે ઘરથી બહાર રમેલી 25 મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે માત્ર 5 જીત મેળી છે. ટીમને 10 મેચમાં હાર અને 10 ડ્રો રહી હતી.

પહેલીવાર ન્યુટ્રલ વેન્યુ પર ટેસ્ટ રમશે ટીમ ઇન્ડિયા
ભારત પહેલીવાર ન્યુટ્રલ વેન્યુ પર મેચ રમશે. ભારત સહિત માત્ર બાંગ્લાદેશે જ હજુ સુધી ન્યુટ્રલ વેન્યુ પર ટેસ્ટ નથી રમ્યું. બીજી તરફ ન્યૂઝીલેન્ડે ન્યૂટ્રલ મેદાન પર 6 ટેસ્ટ રમી છે. જેમાં તેને 3માં જીત અને 2 માં હાર મળી છે.

અન્ય સમાચારો પણ છે...