ભારત-વેસ્ટઇન્ડિઝ ત્રીજી વનડે:ભારતને લાગ્યો ત્રીજો ઝટકો, શ્રેયસ અય્યર બાદ સૂર્યકુમાર યાદવ પણ આઉટ; 36 ઓવરના અંતે ભારતનો સ્કોર 225/3

પોર્ટ ઑફ સ્પેન17 દિવસ પહેલા

પોર્ટ ઑફ સ્પેન ખાતે રમાનારી સિરિઝની આખરી વનડેમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આવેશ ખાનને પ્લેઇંગ-11માંથી પડતો મુકવામાં આવ્યો છે. જ્યારે તેની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સ્થાન મળ્યુ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતના બન્ને ઓપનરોએ શાનદાર શરૂઆત કરી હતી. વરસાદના કારણે હવે બન્ને સાઈડથી 40-40 ઓવરની મેચ રમાશે. એટલે કે બોલરો 10 ના બદલે 8 જ ઓવરો નાખી શક્શે. હાલ શુભમન ગિલ અને સંજુ સેમસન રમતમાં છે.

શિખર ધવને સિરિઝની બીજી અને પોતાના કરિયરની 37મી અર્ધસદી ફટકારી હતી. તે 58 રને આઉટ થયો હતો. તો શુભમન ગિલે પણ શાનદાર ફિફ્ટી મારી હતી. તેણે પોતાના કરિયરની બીજી ફિફ્ટી મારી હતી.

બન્ને ઓપનરો વચ્ચે 138 બોલમાં 113 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીમાં ધવનનું 58 રનનું યોગદાન છે, જ્યારે ગિલનું 51 રનનું યોગદાન છે.

બન્ને ટીમોની પ્લેઇંગ-11
ભારત: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, દિપક હૂડા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, યુઝવેંદ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા.

વેસ્ટઇન્ડિઝ: શાઈ હોપ, કાઇલ મેયર્સ, શેમાર બ્રૂક્સ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન (કેપ્ટન), કિસી કાર્ટી, અકીલ હુસૈન, જેસન હોલ્ડર, કીમો પૉલ, જેડન સિલ્સ, હેડન વૉલ્શ.

ભારત પાસે ઈતિહાસ રચવાની તક

જો ટીમ ઈન્ડિયા આજનો મેચ જીતી જશે તો 39 વર્ષમાં પહેલી વખત કેરેબિયન ટીમને તેની જ ધરતી પર વનડે સિરિઝમાં ક્લિન સ્વિપ કરશે. ભારતે 1983માં વેસ્ટઇન્ડિઝમાં પ્રથમ વખત દ્વિપક્ષીય વનડે સિરિઝ રમી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી બન્ને ટીમો વચ્ચે 11 વખત વનડે સિરિઝ રમાઈ ચૂકી છે. ભારતીય ટીમે કેરેબિયન ધરતી પર અગાઉ 6 વખત વનડે સિરિઝ જીતી ચૂકી છે, પરંતુ કોઈ વખત ક્લિન સ્વિપ કરી શક્યું નથી.

વરસાદ રમતમાં ખલેલ પહોંચાડી શકે છે
સિરિઝના પહેલા બે મેચ ખૂબ જ રોમાંચક રહ્યા હતા અને 100 ઓવર સુધી રમત ગઈ હતી. આ વખતે ફરી પીચ બેટ્સમેનો માટે મદદગાર રહી શકે છે. પરંતુ આજના મેચમાં વરસાદ વિલન બની શકે છે. જોકે મેચનું પરિણામ મળી શક્શે.

મિડલ ઓવર્સમાં બેટિંગ સુધારવા પર રહેશે જોર

વર્ષ 2022ના વનડે મેચમાં 11થી લઈને 40 ઓવર સુધીમાં ભારતીય ટીમે 46 વિકેટ ગુમાવી છે. આ આંકડો ICCના કોઈપણ ફુલ મેમ્બર ટીમમાં બીજો સૌથી મોટો છે. જોકે આ લિસ્ટમાં પ્રથમ સ્થાન પર વેસ્ટઇન્ડિઝની ટીમ છે. વેસ્ટઇન્ડિઝની ટીમે આ વર્ષે 11-40 ઓવર દરમિયાન સૌથી વધુ 90 વિકેટ ખોઈ છે.

બીજા વનડેમાં અક્ષર પટેલની 64 રનની ધમાકેદાર ઇનિંગના સહારે ભારતે તે મેચ જીતીને સિરિઝ કબ્જે કરી લીધી હતી. ભારતને છેલ્લી 10 ઓવરમાં 100 રનની જરૂરત હતી. આ 10 ઓવરમાં રોમારિયો શેફોર્ડે 2 ઓવરમાં 27 રન દીધા હતા. આ વર્ષે 41-50 ઓવર દરનિયાન ઓછામાં ઓછા 75 બોલ નાંખવાવાળા બોલરોમાં શેફોર્ડની ઇકોનોમી 40.28ની છે, જે સૌથી વધુ ખરાબ છે. એટલે તેના સ્થાને જેસન હોલ્ડરને ટીમમાં સ્થાન મળી શકે છે. પરંતુ હોલ્ડરની ફિટનેસ પર આધાર રહેશે કે તે આજના મેચમાં રમી શક્શે કે નહિ!

અન્ય સમાચારો પણ છે...