ફ્રીડમ સીરિઝ:ભારત પાસે દ. આફ્રિકામાં પ્રથમવાર ટેસ્ટ સીરિઝ જીતવાની સૌથી મોટી તક

મુંબઈ10 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • દ. આફ્રિકા અને ભારત વચ્ચે ત્રીજી ટેસ્ટ આજથી કેપટાઉનમાં
  • બીજી મેચમાં ઈજાને કારણે ન રમનાર કોહલી નિર્ણાયક ટેસ્ટ માટે ફિટ

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની ટેસ્ટ સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ મંગળવારથી કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં રમાશે. હાલ સીરિઝ 1-1ની બરાબરીએ છે અને ત્રીજી ટેસ્ટ મેચ જીતનાર ટીમ સીરિઝ પર કબ્જો કરશે. ભારતે સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ મેચ 113 રને જીતી હતી. જ્યારે જોહિનસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ દ.આફ્રિકાએ 7 વિકેટથી જીતી હતી. ભારત અત્યારસુધી ક્યારેય દ.આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીત્યું નથી. ભારતીય ટીમ પાસે ઈતિહાસ રચવાની સૌથી મોટી તક રહેલી છે.

વિરાટ કોહલી ફિટ છે અને તે આ મેચ થકી પ્લેઈંગ-11માં પરત ફરશે. મેચ અગાઉ તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,‘હું સંપૂર્ણ ફિટ છું.’ પીઠની સમસ્યાને કારણે તે બીજી મેચ રમી શક્યો નહોતો. ગત મેચમાં રહાણે અને પૂજારાએ અડધી સદી ફટકારી મિડલ ઓર્ડરની સાથે પોતાની પર રહેલા દબાણમાં ઘટાડો કર્યો હતો. વિહારીએ પણ સારી ઈનિંગ્સ રમી હતી, પરંતુ તેણે ટીમની બહાર થવું પડશે.

રાહુલ-મયંક પણ લયમાં છે, જોકે પંતનું ફોર્મ ટીમ માટે ચિંતાજનક છે. પંતે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં બાદ માત્ર એક જ અડધી સદી ફટકારી છે. બીજી ટેસ્ટમાં હારનું કારણ ખરાબ બોલિંગ રહી હતી. સિરાજ ઈજાગ્રસ્ત થયો હતો, તેથી અંતિમ મેચમાં ઈશાંત કે ઉમેશને તક મળી શકે છે. ઈશાંત રન ગતિ પર બ્રેક લગાવી શકે છે, જ્યારે ઉમેશ વિકેટ ઝડપી શકે છે. બીજી મેચમાં ભારતીય બોલર્સનો ઈકોનોમી રેટ ખરાબ રહ્યો હતો. જેથી અંતિમ મેચમાં ઈશાંતને તક મળવાની શક્યતા વધુ છે.

ભારતીય ખેલાડીઓએ દ.આફ્રિકન બોલિંગથી એલર્ટ રહેવું પડશે
દ.આફ્રિકન બોલિંગ વિરુદ્ધ ભારતીય બેટર્સના પ્રદર્શનથી જ મેચનું પરિણામ નક્કી થશે. રબાડાએ બીજી ટેસ્ટમાં અમુક ઓવરની અંદર જ રહાણે, પૂજારા અને પંતની વિકેટ ઝડપી હતી. પ્રથમ મેચમાં એનગિડીએ વિકેટ ઝડપી હતી. જ્હોનિસબર્ગમાં કેશવ મહારાજે માત્ર 2 ઓવર ફેંકી હતી. તેના સ્થાને મુલ્ડરને તક મળી શકે છે.

ભારતીય ટીમ કેપટાઉનમાં પ્રથમ જીત મેળવવા માગશે
કેપટાઉનમાં બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ રમાઈ છે, દ.આફ્રિકાએ 3 મેચમાં જીત મેળવી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી હતી. બીજી તરફ 2007થી અહીં રમાયેલી 18 ટેસ્ટમાં યજમાન ટીમ માત્ર 2 વખત જ હારી છે, 3 મેચ ડ્રો રહી હતી. 2010માં ભારતે અહીં મેચ ડ્રો કરી હતી. 35 વિકેટ ઝડપી છે રબાડાએ અહીં 6 ટેસ્ટમાં. એક વખત તેણે મેચમાં 10 વિકેટ ઝડપી છે. જ્યારે 05 વિકેટ લેતા જ અશ્વિન કપિલ દેવ (434)ને પાછળ છોડી ટેસ્ટમાં બીજો સૌથી સફળ ભારતીય બોલર બની જશે.

અન્ય સમાચારો પણ છે...