ત્રીજી T20માં ભારત 7 વિકેટથી જીત્યુ:ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી, સૂર્યકુમાર યાદવે 44 બોલમાં 76 રન ફટકાર્યા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચ T20 મેચ સિરિઝની ત્રીજી મેચ મંગળવારે સેન્ટ કિટ્સ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે 7 વિકેટે શાનદાર જીત મેળવી હતી. વેસ્ટઈન્ડિઝે આપેલા 164 રનના પડકારને ભારતે 19 ઓવરમાં 3 વિકેટના નુક્સાને પાર પાડી લીધો હતો. ભારતની જીતનો હિરો સૂર્યકુમાર યાદવ રહ્યો હતો. તેણે 44 બોલમાં 76 રન ફટકાર્યા હતા. તો રિષભ પંતે 26 બોલમાં 33 રન માર્યા હતા. વેસ્ટઈન્ડિઝ તરફથી ડોમનિક ડ્રેક્સ, જેસન હોલ્ડર અને અકીલ હોસને 1-1 વિકેટ લીધી હતી. સૂર્યકુમાર યાદવને તેની 76 રનની ધમાકેદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

આ જીત સાથે જ ભારતે પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારત અને પાકિસ્તાન બન્ને ટીમોએ વેસ્ટઈન્ડિઝને 15 T20 મેચમાં હરાવ્યુ છે.

અગાઉ ભારતે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટઈન્ડિઝે પ્રથમ ઇનિંગમાં 20 ઓવરમાં 5 વિકેટના નુક્સાને 164 રન બનાવ્યા હતા. વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ રન બ્રેન્ડન કિંગે બનાવ્યા હતા. તેણે 50 બોલમાં 73 રન ફટકાર્યા હતા. તેની આ શાનદાર ઇનિંગમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી હતી. તો હાર્દિક પંડ્યા અને અર્શદિપ સિંહને 1-1 વિકેટ મળી હતી.

રોહિત શર્માને પહોંચી ઈજા

ભારતનો કેપ્ટન રોહિત શર્માને ઈજા પહોંચી છે. તે જ્યારે 11 રને હતો ત્યારે તેને બેકમાં દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે મેચમાંથી રીટાયર્ડ હર્ટ થયો હતો. BCCIની મેડિકલ ટીમે તેની ઈજાનું તાત્કાલિક મોનિંટરીંગ કર્યુ હતુ. જેમાં BCCIએ જાણ કરી હતી કે રોહિત શર્માને બેક સ્પેમ છે. આ વાતની જાણ BCCIએ પોતાના ટ્વિટર હેંડલ પરથી કરી હતી. હવે સિરિઝની બાકી રહેલી ત્રણ મેચમાં રોહિત શર્મા રમી શક્શે કે નહિ તે વાતની હજુ સુધી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.

ભારતે ત્રીજી T20 મેચમાં એક બદલાવ કર્યો

રવિન્દ્ર જાડેજા ત્રીજી T20 મેચમાં પ્લેઇંગ-11ની બહાર થયો હતો. તેને આ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. તેની બદલે દીપક હૂડાને પ્લેઇંગ-11માં જગ્યા મળી હતી.

બન્ને ટીમોની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, દીપક હૂડા, દિનેશ કાર્તિક, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને અર્શદિપ સિંહ.

વેસ્ટઈન્ડિઝ: કાઇલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન (કેપ્ટન), રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, ડેવોન થોમસ (વિકેટકિપર), જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ,ડોમનિક ડ્રેક્સ અને ઓબેડ મેકોય.

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે આજે ત્રીજી T20 મેચ સેન્ટ કિટ્સના બેસેટેરે ગ્રાઉન્ડ પર રમાશે. બન્ને ટીમે એક-એક મેચ જીતી છે. આજની મેચ ભારત માટે મહત્ત્વની છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો વેસ્ટઈન્ડીઝ સામે મોટો રેકોર્ડ પોતાના નામે કરશે. ભારતે વેસ્ટઈન્ડીઝ સામેની 22 T-20 મેચમાંથી 14 જીતી છે.

જ્યારે પાકિસ્તાને વેસ્ટઈન્ડીઝ સામે 21 મેચમાંથી 15 જીતી છે. ભારત પાસે આજની મેચ જીતીને પાકિસ્તાનના રેકોર્ડની બરોબરી કરવાની તક છે.

સતત બીજા દિવસે મેદાન પર ઊતરશે બન્ને ટીમ
બીજી અને ત્રીજી મેચ વચ્ચે અંતર રાખવામાં આવ્યું નથી. ત્રીજી મેચની લાઈવ પ્રસારણ ડીડી સ્પોર્ટ્સ પર જોઈ શકાશે. ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ તમે ફેન કોડ એપમાં જોઈ શકશો. આ ઉપરાંત દિવ્ય ભાસ્કર એપ પર લાઈવ કવરેજ તમે મેળવી શકશો.

ભારત- વેસ્ટઇન્ડીઝ T-20 સિરીઝ 1-1 પર બરોબરી પર છે.
ભારત- વેસ્ટઇન્ડીઝ T-20 સિરીઝ 1-1 પર બરોબરી પર છે.

પિચ કેવી રહેશે?
પિચની વાત કરીએ તો રન ચેઝ કરનાર ટીમને લાભ થશે. પિચ પર બોલરોને મદદ મળશે. તમે ચોગ્ગા છગ્ગાની અપેક્ષા કરતા હશો તો તમને નિરાશા મળશે.

બીજી અને ત્રીજી મેચ વચ્ચે ગેપ નથી.
બીજી અને ત્રીજી મેચ વચ્ચે ગેપ નથી.

સેન્ટ કિટ્સના બેસેટેરે ગ્રાઉન્ડના આંકડા
સેન્ટ કિટ્સના બેસેટેરે ગ્રાઉન્ડ પર અત્યારસુધી 9 મેચ રમાઈ છે. એમાં સાત પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી છે. બે મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. મેદાનનો સરેરાશ સ્કોર 128 રન રહ્યો છે, જ્યારે સૌથી વધારે 182 અને સૌથી ઓછો 45 રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...