તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાન્ડ ફિનાલે:ઇંગ્લેન્ડ 37 વર્ષે ભારતમાં બાઈલેટરલ શ્રેણી જીતવા માગશે, ટીમ ઇન્ડિયાની નજર મહેમાન ટીમ સામે ઘરઆંગણે સતત છઠ્ઠી સીરિઝ જીતવા પર

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેચનું જીવંત પ્રસારણ બપોરે 1:30 વાગે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચ આજે પુણે ખાતે રમાશે. પ્રથમ વનડે ભારત 66 રને જીત્યું, જ્યારે બીજા વનડેમાં ઇંગ્લિશ ટીમે 6 વિકેટે બાજી મારી. ત્યારે આજે ઇંગ્લેન્ડ 37 વર્ષે ભારતમાં બાઈલેટરલ શ્રેણી જીતવા માગશે. તો ટીમ ઇન્ડિયાની નજર મહેમાન ટીમ સામે ઘરઆંગણે સતત છઠ્ઠી શ્રેણી જીતવા પર રહેશે.

ઇંગ્લેન્ડ ભારતમાં એક જ દ્વિપક્ષીય શ્રેણી જીત્યું છે
ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ભારતમાં કુલ 9 દ્વિપક્ષીય શ્રેણી રમાઈ છે. તેમાંથી 6 ભારતે અને માત્ર 1 ઇંગ્લેન્ડે જીતી છે. 2 શ્રેણી ડ્રો રહી હતી. ઇંગ્લેન્ડ 1984માં 4-1થી શ્રેણી જીત્યું હતું, પરંતુ તે પછી અહીં બાઈલેટરલ સીરિઝ જીતવામાં નિષ્ફ્ળ રહ્યું છે. બીજી તરફ, ભારત ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે છેલ્લી પાંચેય શ્રેણી જીત્યું છે અને સતત છઠ્ઠી સીરિઝ જીતવા પૂરેપૂરો પ્રયાસ કરશે.

નંબર ગેમ
1. ભારત વનડે શ્રેણી હારવાની હેટ્રિક લગાવવાથી બચવા માગશે. આ પહેલાંની બંને શ્રેણી ટીમ ઇન્ડિયાએ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાએ 2-1થી અને ન્યૂઝીલેન્ડે 3-0થી હરાવ્યા હતા.
2. શિખર ધવન 6 હજાર રનના માઈલસ્ટોનથી 90 રન દૂર છે. તે આ સિદ્ધિ મેળવી તો 6 હજાર રન કરનાર 10મો ભારતીય બેટ્સમેન બનશે.

ભારતીય ટીમમાં ચહલને કુલદીપની જગ્યાએ તક મળી શકે છે
ગઈ મેચમાં સ્પિનર્સના ખરાબ દેખાવ પછી ઇન્ડિયન ટીમમાં યુઝવેન્દ્ર ચહલને તક મળી શકે છે. લેગ-સ્પિનર ચહલ ચાઇનામેન કુલદીપને રિપ્લેસ કરી શકે છે. તેમજ તે ઉપરાંત ડાબોડી ફાસ્ટ બોલર ટી. નટરાજનને પણ રમાડવામાં આવી શકે છે. નટરાજનને શાર્દુલ ઠાકુર/ કૃષ્ણ પ્રસિદ્ધની જગ્યાએ સ્થાન મળે તેવી પણ ચર્ચા થઈ રહી છે. તેનું કારણ એ છે કે ઇંગ્લિશ ઓપનર્સને લેફ્ટ-આર્મ એન્ગલથી આઉટ કરી શકાય છે. જેસન રોય અને જોની બેરસ્ટોની જોડીએ પ્રથમ બંને વનડેમાં 100+ રનની ભાગીદારી કરી હતી. બેટિંગ લાઈનઅપમાં ટીમ ઇન્ડિયા કોઈ ફેરફાર કરે તેની સંભાવના નહિવત છે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11: શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને યુઝવેન્દ્ર ચહલ

ઇંગ્લેન્ડની ટીમમાં ટોમ કરનની જગ્યાએ માર્ક વુડની વાપસી થઈ શકે
બીજી તરફ, બીજી વનડે શાનદાર રીતે જીત્યા પછી ઇંગ્લેન્ડની ટીમને ખાસ ફેરફારની જરૂર નથી. જોકે, તેઓ પ્લેઈંગ-11માં ટોમ કરનની જગ્યાએ માર્ક વુડને ચાન્સ મળી શકે છે. વુડને બીજી વનડેમાં આરામ આપવામાં આવ્યો હતો. જ્યારે ટોમનું બોલિંગ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તેણે ડેથ ઓવર્સમાં બહુ રન આપ્યા હતા. પોતાના સ્પેલમાં કુલ 83 રન ઇન્ડિયન ટીમને ગિફ્ટ કર્યા હતા.

ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ-11: જેસન રોય, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ડેવિડ મલાન, જોસ બટલર (કેપ્ટન/ વિકેટકીપર), લિયમ લિવિંગ્સ્ટોન, મોઇન અલી, સેમ કરન, માર્ક વુડ, આર. ટોપ્લે અને આદિલ રાશિદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો