મિશન વર્લ્ડ કપ પર ટીમ ઈન્ડિયા:ભારત જીત માટે દાવેદાર; ટીમની સ્ટ્રેન્થ, વિકનેસ અને પડકારો વિશે જાણો...

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ જીતી લીધી છે. ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે.

હવે ટીમ ઈન્ડિયાનું મિશન વન-ડે વર્લ્ડ કપ પર છે. જે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની ધરતી પર યોજાવવાનો છે. ટીમ ઈન્ડિયાએ પોતાનો છેલ્લો વર્લ્ડ કપ પણ ભારતની ધરતી પર જ જીત્યો હતો. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ફાઈનલમાં 6 વિકેટે હરાવીને 28 વર્ષે વર્લ્ડ કપ જીત્યો હતો. તેવામાં રોહિત શર્માની કેપ્ટનશિપની ટીમે આ વખતે ખૂબ જ તૈયારી કરવી પડશે. કારણ કે ટીમ ઈન્ડિયાના ચાહકો આ વખતે ફરી રસ્તાઓ પર ઉતરીને વર્લ્ડ કપ જીતવાની ઉજવણી કરવા માગે છે.

આ સ્ટોરીમાં આપણે ટીમ ઈન્ડિયાના મિશન વર્લ્ડ કપના રોડમેપ વિશે જાણીશું. સાથે જ આ મિશનમાં ભારતીય ટીમને કયા-કયા પડકારોને પાર કરવું પડશે અને ટીમના હથિયારો શું હશે તે પણ જાણીશું. આપણે ભારતના સંભવિત સ્ક્વોડ પર પણ વાત કરીશું...

સૌથી પહેલા જોઈએ કે વર્લ્ડ કપની પહેલા ભારતીય ટીમના વન-ડે મુકાબલા

* એશિયા કપમાં ભારતના રમવા કે ન રમવા પર શંકા છે. જો રમવાનું થશે, તો ટીમે 5 લીગ મેચ અને ફાઈનલમાં પહોંચે તો એક ફાઈનલ મેચ રમવી પડશે.
* એશિયા કપમાં ભારતના રમવા કે ન રમવા પર શંકા છે. જો રમવાનું થશે, તો ટીમે 5 લીગ મેચ અને ફાઈનલમાં પહોંચે તો એક ફાઈનલ મેચ રમવી પડશે.

હવે જુઓ ભારતના મિશન વર્લ્ડ કપનો રોડમેપ...

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝથી મિશનની શરૂઆત થશે
રાહુલ દ્રવિડના હેડ કોચની અંડર ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝથી કરશે. ટીમે વર્લ્ડ કપ પહેલા ઓછામાં ઓછી 14 વન-ડે રમવી પડશે. જેમાંથી 9 બાઇલેટરલ સિરીઝ અને 5 એશિયા કપ મેચ રમાશે. જો ભારત એશિયા કપની ફાઈનલમાં પહોંચશે તો વધુ એક મેચ એડ થશે.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વન-ડે સિરીઝની પહેલી મેચ 17 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા તેના રેગ્યુલર કેપ્ટન પેટ કમિન્સ વિના રમશે, પરંતુ ઈજામાંથી પરત ફરી રહેલા ગ્લેન મેક્સવેલ અને મિચેલ માર્શ ટીમનો ભાગ હશે. સ્ટીવ સ્મિથ ટીમની કેપ્ટનશિપ કરશે.

જુલાઈમાં વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ
ઓસ્ટ્રેલિયાથી સિરીઝ રમ્યા બાદ ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટઈન્ડિઝ સામે વન-ડે સિરીઝ રમવા જશે. ત્યાંથી બોર્ડની સંમતિ મળ્યા બાદ ભારતીય ટીમે સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનમાં એશિયા કપ રમવાનો છે. એશિયા કપ બાદ રોહિત આર્મી ઘરઆંગણે કાંગારૂઓ સામે વધુ એક 3 મેચની સિરીઝ રમશે.

હવે જાણો ભારતની સ્ટ્રેન્થ અને વિકનેસ...

સ્ટ્રેન્થ: ભારતીય ટીમ સ્ટાર પર્ફોર્મર્સથી ભરેલી છે
ભારતીય ટીમ બેટિંગ અને બોલિંગ બન્નેમાં મજબૂત પ્રદર્શન સાથે ફિલ્ડિંગમાં સારું પ્રદર્શન કરી રહી છે. ટીમના ટૉપ અને મિડલ ઓર્ડરમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા બેટર્સ છે. તો લોઅર ઓર્ડરની કમાન હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડર્સ પાસે છે. બોલિંગની વાત કરીએ તો અક્ષર પટેલ પણ યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ સાથે હોમ પિચ પર સારો દેખાવ કરી રહ્યો છે. જસપ્રીત બુમરાહ સીમર્સની આગેવાની કરશે. તેની સાથે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુર જેવા બોલર રહેશે.

વિકનેસ: ટીમ ઈન્ડિયા મોટી મેચમાં કરી જાય છે
છેલ્લા કેટલાક સમયથી ટીમ મોટી મેચમાં ચોક કરી જાય છે. છેલ્લા બે વર્લ્ડ કપમાં આપણે ટૉપ-4 મેચમાં હારીને બહાર થઈ ગયા છીએ. આવી સ્થિતિમાં, રોહિત માટે આ ટ્રેન્ડ બદલાવવું એક પડકાર રહેશે.

હવે 2 પોઇન્ટમાં જાણો ટીમ ઈન્ડિયા, કે જે પડકારોનો સામનો કરી રહી છે

ખેલાડીઓની ઈજા: ભારતીય ટીમના ઘણા મોટા ખેલાડીઓ ઈજાઓથી ઝઝૂમી રહ્યા છે. રોહિતની ફિટનેસ પર પણ સવાલો ઉભા થયા છે. હાલમાં, બુમરાહ અને અય્યર NCAમાં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. તો, રિષભ પંતને કાર અકસ્માત થયો છે. તેના રમવા પર પણ શંકા છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ માટે પોતાના ખેલાડીઓને ઈજાથી દૂર રાખવાનો પડકાર રહેશે, કારણ કે વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને 14 વન-ડે મેચની સાથે IPL પણ રમવાની છે.

યોગ્ય ટીમ કોમ્બિનેશનની શોધ: સિલેક્ટર્સને પણ વર્લ્ડ કપ માટે યોગ્ય ટીમ કોમ્બિનેશન શોધવાનો પડકાર રહેશે, કારણ કે આ વખતે આપણે વર્લ્ડ કપની યજમાની કરવાની છે. આવી સ્થિતિમાં ટીમનું કોમ્બિનેશન કેવું હોવું જોઈએ તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

હવે વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત સ્ક્વોડ જુઓ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ (જો ફિટ રહેશે તો જ).

સ્ટેન્ડ બાય: સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન, ઉમરાન મલિક, ભુવનેશ્વર કુમાર, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, સંજુ સેમસન, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઉમરાન મલિક. (આમાંથી, 15 ખેલાડીઓની ટીમમાં 3 વધુ ખેલાડીઓને સ્થાન મળે તેવી શક્યતા છે.)

હવે જાણો આપણી ટીમના હથિયારો વિશે...
કોહલી, રોહિત, પંડ્યા, બુમરાહ અને જાડેજા જેવા ખેલાડીઓ વર્લ્ડ કપમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. આ સાથે ગિલ અને સૂર્યા પણ પોતાનો જલવો બતાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...