તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેચ પહેલાં મનભેદ:રોહિત શર્માને લઈને કોહલીએ મૌન તોડ્યું, કહ્યું- ઓસ્ટ્રેલિયા ટૂર પર ટીમ સાથે તે કેમ ન આવ્યો તેની જાણકારી નથી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાની ટૂર પર ગયેલી ટીમ ઈન્ડિયા આવતીકાલે વનડે સીરીઝનો પહેલી મેચ રમશે. આ મેચથી લગભગ 15 કલાક પહેલાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ મીડિયા સાથે ઓનલાઈન વાતચીત કરી. જ્યારે તેઓને રોહિત શર્માની ઈજા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેઓએ પોતાની નારાજગી ન છુપાવી. કોહલીએ કહ્યું કે રોહિતની ઈજા અંગે હજુ કંઈ જ સ્પષ્ટ નથી. તેના કારણે તેમની ઉપલબ્ધતાને લઈને મેનેજમેન્ટે રાહ જોવાની રમત પડવી પડે છે, જે યોગ્ય નથી. રોહિત ઓસ્ટ્રેલિયા ટૂર પર સાથે કેમ ન આવ્યા તે અંગે તેને કોઈ જ જાણકારી નથી.

કોહલી અહીં જ ન રોકાયા તેઓએ વધુમાં કહ્યું કે, 'રિદ્ધિમાન સાહા જેવા ખેલાડી ઓસ્ટ્રેલિયામાં રિહેબ કરી રહ્યાં છે, જ્યારે રોહિત અને ઈશાંત ભારતમાં છે. તેઓએ પણ સાહાની જેમ ઓસ્ટ્રેલિયામાં આવીને રિહેબ કરવાની જરૂર હતી.'

તેઓએ કહ્યું કે, સિલેક્શન કમિટીની મીટિંગ પહેલાં અમને એક મેઈલ મળ્યો હતો. આ મેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે રોહિત ઈજાને કારણે ઓસ્ટ્રેલિયાની ટૂર માટે ઉપલબ્ધ નથી. મેઈલમાં તેમની ઈજાની ગંભીરતા અને તેનાથી થતા નુકસાન અંગે જણાવવામાં આવ્યું હતું. તે વાત રોહિતને પણ ખબર હતી અને તેઓ હાજર ન હતા.

IPLની ફાઈનલ બાદ લાગ્યું કે રોહિત ઓસ્ટ્રેલિયા જશે
કોહલીએ કહ્યું, 'તેઓએ IPLમાં રમ્યા અને અમને લાગ્યું કે તેઓ અમારી ઓસ્ટ્રેલિયાની ટૂર પર આવશે. મને તે વાતની કોઈ જ ખબર ન હતી કે તેઓ અમારી સાથે કેમ ન આવ્યા. આ અંગે કોઈ જ જાણકારી નથી. આ મામલે ટીમ મેનેજમેન્ટને પણ જાણકારીનો અભાવ છે. અમે હાલ તો આ મામલે કોઈ સ્પષ્ટ જાણકારી આવે તેની રાહ જોઈ રહ્યાં છીએ.'

કોચે કહ્યું હતું કે ટેસ્ટ રમવું પડી શકે છે મુશ્કેલ
આ પહેલાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે જો આગામી 4-5 દિવસમાં રોહિત અને ઈશાંત શર્મા ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટમાં નહીં બેસે તો તેઓને ટેસ્ટ રમવામાં મુશ્કેલીઓ પડી શકે છે. તેઓએ કહ્યું હતું કે અમે કોઈ ખેલાડીને લાંબા સમય સુધી રેસ્ટ કરે તે એફોર્ડ ન કરી શકીએ.

NCAમાં રિહેબ કરી રહ્યાં છે રોહિત અને ઈશાંત
હાલ રોહિત અને ઈશાંત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA), બેંગલુરુના રિહેબમાં છે. તેઓને ILP 2020 દરમિયાન ઈજા થઈ હતી. આ કારણે જ રોહિતને ટીમ ઈન્ડિયાના વનડે અને ટી-20માં સામેલ કરવામાં આવ્યા ન હતા. તો રોહિતને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ફિટનેસથી 3 સપ્તાહ દૂર છે. જે બાદ જો તેઓ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે તો તેઓને 14 દિવસ માટે ક્વોરોન્ટાઈન રહેવું પડશે. જેના કારણે તે શરૂઆતની બે ટેસ્ટ રમશે કે નહીં તે અંગે શક્યતા ઓછી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser