ભારત 8મી વાર વુમન્સ એશિયા કપની ફાઈનલમાં:થાઈલેન્ડને 74 રનથી પરાજય આપ્યો; દિપ્તી શર્માએ 3 વિકેટ ઝડપી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરુવારે રમાયેલી વુમન્સ એશિયા કપની સેમિફાઈનલમાં ભારતે થાઈલેન્ડને 74 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા વુમન્સ એશિયા કપની ફાઈનલમાં 8મી વાર પહોંચી હતી. આ પહેલા ટીમ 7 વાર ફાઈનલમાં પહોંચીને 6 વાર એશિયા કપની ચેમ્પિયન બની છે.

થાઈલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 148 રન કર્યા હતા. તો ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમ 9 વિકેટે 74 રન જ બનાવી શકી હતી. શેફાલી વર્માને પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવી હતી.

શેફાલીએ ભારતને સારી શરૂઆત અપાવી
ઓપર શેફાલી વર્માએ ટીમને સારી શરૂાઆત અપાવી હતી. તેણે મંધાનાને સાથ આપતા પહેલી વિકેટ માટે 38 રન જોડ્યા હતા. મંધાના 4.2 ઓવરમાં 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તો ભારતે પાવરપ્લેમાં 1 વિકેટના નુક્સાને 47 રન બનાવ્યા હતા. શેફાલીએ ઝડપી ઇનિંગ રમી હતી. તેણે 28 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 42 રન ફટકાર્યા હતા. તો કેપ્ટન હરમનપ્રીત કૌરે 30 બોલમાં 36 રન કર્યા હતા.

ફનિતા માયાએ 1 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ લીધી હતી.
ફનિતા માયાએ 1 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ લીધી હતી.

તો થાઈલેન્ડ તરફથી નતાયા બૂચાથમે 4 ઓવરમાં 31 રન દઈને 1 વિકેટ લીધી હતી. ફનિતા માયાએ 1 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ લીધી હતી.

દીપ્તિ શર્માએ 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
દીપ્તિ શર્માએ 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

થાઈલેન્ડની ખરાબ શરૂઆત
149 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. થાઈલેન્ડની 26 રનમાં જ 4 વિકેટ પડી ગઈ હતી. ઓપનર નાનપટ કોંચારોએનકી 5 રને દીપ્તીની બોલિંગમાં શેફાલી વર્માના હાથે કેચઆઉટ થઈ ગઈ હતી. અન્ય ઓપનર નાથકમ ચેંથમ 7 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી દિપ્તી શર્માએ 4 ઓવરમાં 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો રાજેશ્વરી ગાયકવાડે 4 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

થાઈલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
થાઈલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, રાધા યાદવ, રેણુકા ઠાકુર અને રાજેશ્વરી ગાયકવાડ.

થાઈલેન્ડ: નારુએમોલ ચેઈવઈ (કેપ્ટન), નાનપટ કોંચારોએનકી (વિકેટકીપર), નાથકમ ચેંથમ, ચનિંદા સથિરુઆંગ, રોસેનાન નોહ, ફનિતા માયા, સોરનારિન ટિપ્પોચ, નતાયા બૂચાથમ, ઓનિચા કામચોમૂફ, થિપાચા પુથાવોંગ, નાનિતા બૂંસાખમ.