• Gujarati News
 • Sports
 • Cricket
 • IND Vs WI | 1ST T20 | Hitman's World Cup Mission Begins, Spinners Will Dominate The Kolkata Pitch; Bishnoi's Choice Is Almost Decided

T20માં INDની સતત 7મી જીત:ભારતે 6 વિકેટથી વિંડિઝને હરાવ્યું, વેંકટેશે સિક્સ મારી મેચ જિતાડી; યાદવ સાથે 48* રનની પાર્ટનરશિપ

6 મહિનો પહેલા
 • ભારતના હર્ષલ પટેલ અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી

ભારતે વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ રમાયેલી પહેલી T20 મેચને 6 વિકેટથી જીતી લીધી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા વિંડિઝની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 157 રન કર્યા હતા. જેના જવાબમાં રોહિત અને ઈશાનની 64 રનની ઓપનિંગ પાર્ટનરશિપે જીતનો પાયો નાંખ્યો હતો. ત્યારપછી વચ્ચે બેક ટુ બેક વિકેટ ગુમાવ્યા છતા સૂર્યકુમાર અને અય્યર વચ્ચે 48 રનની અણનમ પાર્ટનરશિપે ભારતને મેચ જિતાડી દીધી છે. આની સાથે જ T20 સિરીઝમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે.

મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો...

રોહિત શર્માએ 19 બોલમાં 40 રન કર્યા હતા. ત્યારપછી રોસ્ટન ચેઝે તેને આઉટ કર્યો હતો.
રોહિત શર્માએ 19 બોલમાં 40 રન કર્યા હતા. ત્યારપછી રોસ્ટન ચેઝે તેને આઉટ કર્યો હતો.

શાનદાર શરૂઆત પછી ભારતનો ધબડકો
ઈન્ડિયન ટીમને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં પાવરપ્લે સુધી ભારતે 50 રનનો આંકડો પાર કરી લીધો હતો અને આ દરમિયાન રોહિત શર્મા અને ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી હતી. તેમણે કુલ 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જોકે ત્યારપછી 64 રન પર રોહિતની વિકેટ આઉટ થતા ટીમનો રનરેટ ઘટવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતે 95 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યાર પછી રિષભ પંત પણ 8 રન કરી આઉટ થઈ જતા ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી.

વિંડિઝનું શાનદાર કમબેક, બિશ્નોઈ-હર્ષલે 2-2 વિકેટ લીધી
ઈન્ડિયન ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. તેવામાં ભારતીય પેસર્સ અને સ્પિનર્સે પહેલી 10 ઓવરમાં વિંડિઝ ટીમને બેક ફુટ પર લાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ભુવનેશ્વર કુમારે પહેલી ઓવરમાં બ્રેન્ડન કિંગને આઉટ કરી દેતા ભારતે શાનદાર શરૂઆત કરી હતી. જોકે ત્યારપછી પાવરપ્લે સુધી વિંડિઝનો સ્કોર 44 રને 1 વિકેટ હતો. પાવરપ્લે પછી રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈને બોલિંગ કરવા મેદાનમાં ઉતાર્યા હતા. આ દરમિયાન ચહલે પાવરપ્લે પછીની પહેલી ઓવરમાં જ રોસ્ટન ચેઝને પેવેલિયન ભેગો કરી દીધો હતો.

 • રવિ બિશ્નોઈએ 11મી ઓવરના બીજા અને પાંચમા બોલ પર વિકેટ લીધી હતી.
 • હર્ષલ પટેલે 4 ઓવરમાં 37 રન આપી 2 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 9 ડોટ બોલ પણ ફેંક્યા હતા.
 • ભારતની શાનદાર બોલિંગના કારણે 90 રનમાં વિંડિઝની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
 • જોકે ત્યારપછી પોલાર્ડ અને પૂરન વચ્ચે 45 રનની પાર્ટનરશિપ થતા બાજી પલટાઈ ગઈ હતી.
 • વિંડિઝે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 157 રન કર્યા છે. તેવામાં છેલ્લી 5 ઓવરમાં 2 વિકેટના નુકસાને 61 રન કર્યા હતા.

બંને ટીમો

 • IND: રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, હર્ષલ પટેલ, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ
 • WI: કાઈલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન, કિરોન પોલાર્ડ, રોવમેન પોવેલ, રોસ્ટન ચેઝ, રોમારિઓ શેફર્ડ, ફેબિયન એલન, ઓડિન સ્મિથ, અકિલ હોસેન, શેલ્ડન કોટ્રેલ

તમને જણાવી દઈએ કે રવિ બિશ્નોઈ આ ફોર્મેટમાં ઈન્ડિયન ટીમમાં ડેબ્યૂ કરનારો 95મો ભારતીય ખેલાડી બની ગયો છે. તેને યૂઝવેન્દ્ર ચહલે ડેબ્યૂ કેપ આપી હતી. વળી બીજી બાજુ જોવા જઈએ તો ઈન્જરીના કારણે કે.એલ.રાહુલ ટીમમાંથી બહાર છે અને તેના સ્થાને ઈશાન કિશન ઓપનિંગમાં ઉતરશે.

વનડે પછી T20 સિરીઝ જીતવાની તક
ભારતીય ટીમ માટે વનડે પછી T20 સિરીઝ જીતવી મહત્ત્વપૂર્ણ રહેશે. કારણે આ વર્ષે આયોજિત વર્લ્ડ કપને જોતા રોહિત પાસે ગેમ પ્લાન બનાવવાની સુવર્ણ તક રહેલી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રમાયેલી સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે કંઈ ખાસ પ્રદર્શન દાખવ્યું નહોતું અને ભારતે 39 વર્ષ પછી પહેલી વાર વનડેમાં વિંડિઝનો વ્હાઈટવોશ કરી દીધો હતો.

T20 વર્લ્ડ કપ 2021ની ભૂલ સુધારવાની તક
ઈન્ડિયન ટીમ T20 વર્લ્ડ કપ 2021ને જીતવાની ફેવરિટ ગણાતી હતી. પરંતુ ત્યારપછી ટીમ કોમ્બિનેશનથી લઈ ઘણી ભૂલો સામે આવતા ભારતીય ટીમ ટોપ-4માં પણ પહોંચી શકી નહોતી. તેવામાં હવે આ સિરીઝથી રોહિત શર્માનો T20 મોડ પણ ઓન થઈ જશે અને 2022 વર્લ્ડ કપને માત્ર 8 મહિના રહેતા ભારત પાસે આને જીતવાની સુવર્ણ તક રહેલી છે.

પિચ કંડિશન
આ પિચ સ્લો રહેશે અને સ્પિનર ફ્રેન્ડલી હશે. જેથી કોલકાતાની પિચ પર જે બેટર ધીરજ રાખી સેટ થયા પછી શોટ મારશે તે જ હાઈસ્કોર સુધી પહોંચી શકશે. અહીં પહેલા બોલથી હાર્ડ હિટિંગ કરવું મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...