તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • IND V S SRI LANKA | Photo Of Players Having Fun In A Swimming Pool In Sri Lanka Goes Viral, Fence Said Like WTC, This Too Will Be Lost; Pay Attention To The Game

ટીમ ઈન્ડિયા પર ફેન્સ ભડક્યા:શ્રીલંકામાં સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા ખેલાડીઓનો ફોટો વાઇરલ, ફેન્સે કહ્યું- WTCની જેમ આ પણ હારી જશો; ગેમમાં ધ્યાન આપો

એક મહિનો પહેલા
  • 1લી જુલાઈએ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકામાં ક્વોરન્ટીન ટાઇમ પૂરો કર્યો
  • 2જી જુલાઈએ ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ શરૂ કરી

ઈન્ડિયન ટીમ શ્રીલંકા સામે વનડે સિરીઝ પહેલા કોલંબોમાં એન્જોય કરી રહી છે. કેપ્ટન શિખર ધવન અને વાઇસ કેપ્ટન ભુવનેશ્વર કુમાર સહિત તમામ 20 ખેલાડી ગુરૂવારે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા નજરે પડ્યા હતા. આ ફોટો વાઇરલ થતા ફેન્સે ખેલાડીઓ સામે કટાક્ષ કર્યો હતો. ફેન્સની આવી પ્રતિક્રિયા પછી આજે BCCIએ ખેલાડીઓનો પહેલો ટ્રેનિંગ સેશન ચાલતો હોવાની વાત ઉચ્ચારી હતી. ટીમ ઈન્ડિયા 13 જુલાઈથી શ્રીલંકા સામે 3 વનડે અને 3 T-20 સિરીઝ રમશે.

BCCIએ ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે ક્વોરન્ટીનથી બહાર આવવાની ખુશી. ઓલ સ્માઇલ્સ. આ તસવીરને સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ભુવનેશ્વર, કુલદીપ અને ધવન સાથે એક ગ્રુપ ફોટો શેર કર્યો હતો.

સૂર્યકુમારે ફોટો શેર કર્યો હતો. ટીમ ઈન્ડિયાના ટૂર પર કોઇપણ સિનીયર ખેલાડીની પસંદગી થઈ શકી નથી. ટીમમાં માત્ર 20 વ્હાઇટ બોલ એક્સપર્ટ ખેલાડીઓને રાખવામાં આવ્યા છે. ધવનને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.

ફેન્સે ઈન્ડિયન ટીમને ટ્રોલ કરી
એકબાજુ કેટલાક ફેન્સે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મેચ પહેલા શુભેચ્છા પાઠવી હતી તો બીજી બાજુ ફેન્સ ખેલાડીઓને વઢ્યા હતા. એક સોશિયલ મીડિયા યૂઝરે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ પોતાની ગેમમાં ધ્યાન આપવું જોઇએ, નહીંતર જેવી રીતે ટીમને WTC ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તેવીજ રીતે આ ટૂરમાં પણ બનશે.

ટીમ ઈન્ડિયા આ ટૂરમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં મેચ નથી રમવાની, તેથી જ એક યુઝરે કોહલી પર કટાક્ષ કરતા લખ્યું હતું કે મને એવું કેમ લાગે છે કે વિરાટ કોહલી જ્યારે ટીમનો ભાગ નથી હોતો ત્યારે ઈન્ડિયન ટીમ રિલેક્સ અને ખુશ રહેતી હોય છે.

ફેન્સની મિક્સ પ્રતિક્રિયા વચ્ચે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ શરૂ કરી
પોતાનો ક્વોરન્ટીન ટાઇમ પૂરો થયા પછી સ્વિમિંગપુલમાં મસ્તી કરવા માટે ટીમના ખેલાડીઓ પડ્યા હતા. જેમાં કેટલાક ફેન્સે ટીમને શુભેચ્છા પાઠવી તો કેટલાક ફેન્સે કટાક્ષ પણ કર્યો હતો. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટીમ ઈન્ડિયાએ આજે 2 જુલાઈથી પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દીધી છે.

ભારતીય ટીમ 28 જુને શ્રીલંકા પહોંચી
ટીમ ઈન્ડિયા 28 જૂને શ્રીલંકા પહોંચી હતી. આની પહેલા ટીમને મુંબઇમાં જ 7 દિવસ માટે ક્વોરન્ટીન કરાઈ હતી. શ્રીલંકામાં ટીમને 3 દિવસ માટે સ્ટ્રીક્ટ ક્વોરન્ટીનથી પસાર થવું પડ્યું હતું. તેમને એકબીજાને મળવાની તથા એકસાથે વર્કઆઉટ કરવાની તક પણ નહોતી મળી. 1 જુલાઇએ તેમનો ક્વોરન્ટીન ટાઇમ પૂરો થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...