• Gujarati News
  • Sports
  • Cricket
  • IND Vs SL Controversy | The Sri Lankan Bowler Threw A Bouncer To Distract Pruthvi Shaws Game Play, The Neckguard Smashed On The Helmet; 'Shaw' Out In The Second Over

પૃથ્વીનો 'શૉ' રોકવા પ્રપંચ!:ફોર્મમાં રમતા પૃથ્વીનું ધ્યાન ભટકાવવા શ્રીલંકન બોલરે બાઉન્સર નાખ્યો, બોલ હેલ્મેટ પર વાગતા નેક ગાર્ડ તૂટી ગયું; બીજી ઓવરમાં 'શૉ' આઉટ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૃથ્વીએ ધવન સાથે 33 બોલમાં 58 રનની પાર્ટનરશિપ કરી હતી

શ્રીલંકા સામેની પહેલી વનડે મેચને ઈન્ડિયન ટીમે 7 વિકેટે જીતી લીધી હતી. ટીમ ચેઝ કરી રહી હતી ત્યારે પૃથ્વી શૉના હેલમેટ પર બોલ વાગ્યો હતો. શ્રીલંકન ફાસ્ટ બોલર દુશ્મંતા ચમીરાએ બાઉન્સર નાખ્યો હતો, જે શૉના હેલ્મેટ પર વાગતા તેનું નેક ગાર્ડ પણ તૂટી ગયું હતું. આ ઘટના પછી શૉનું ધ્યાન ભટકી જતા તે એની બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. એણે 24 બોલમાં 43 રનની આક્રમક ઈનિંગ રમી હોવાથી ટીમ સરળતાથી રનચેઝ કરી શકી.

પૃથ્વીના હેલ્મેટ પર બોલ વાગતા નેક ગાર્ડ તૂટી ગયું
શિખર ધવન સાથે મળીને પૃથ્વી શૉએ આક્રમક અંદાજમાં બેટિંગ શરૂ કરી હતી. પૃથ્વીએ ઈનિંગના બીજા બોલ પર જ ચોગ્ગો મારીને રનચેઝ શરૂ કર્યો હતો. ત્યારપછી શૉ ફોર્મમાં જોવા મળ્યો હતો, એણે બેક ટુ બેક બાઉન્ડરી મારીને શ્રીલંકન બોલર્સની લાઇન એન્ડ લેન્થને પણ સેટ નહોતી થવા દીધી. આ સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર એકપણ વિકેટ ગુમાવ્યા વગર 45 રનને પાર પહોંચી ગયો હતો.

ચમિરાએ પૃથ્વી શૉને બાઉન્સર બોલથી ચોંકાવીને તેની લય તોડવાની કોશિશ કરી હતી. આ બોલ શૉના હેલ્મેટ પર વાગ્યો અને તેનું નેકગાર્ડ પણ તૂટી ગયું હતું.

ઈજાગ્રસ્ત થયા પછી 'શૉ' આઉટ
ચમિરાનો બોલ હેલ્મેટ પર વાગતા શૉનું ધ્યાન ભંગ થઈ ગયું હતું. શૉની સ્થિતિ જાણવા માટે ટીમ ઈન્ડિયાનો ફિઝિઓ પણ મેદાનમાં આવ્યો હતો. એણે તેની ચકાસણી કર્યા પછી શૉને મેચ રમવા માટે અનુમતિ આપી હતી.

ચમિરાની ઓવર પછી ધનંજય ડિસિલ્વા બોલિંગ કરવા માટે આવ્યો હતો. આ ઓવરના પહેલા 2 બોલ ધવને રમ્યા હતા જેમાં એક રન લઈને પૃથ્વીને સ્ટાઇક આપી હતી. શૉએ આવતાની સાથે જ લોફ્ટેડ શોટ માર્યો જેનો સંપર્ક બરાબર ના થતા તે કેચ આઉટ થઈ ગયો હતો. આઉટ થતા પહેલા પૃથ્વીએ ધવન સાથે 33 બોલમાં 58 રનની પાર્ટનરશિપ કરી હતી.

ટીમ ઈન્ડિયાની આક્રમક શરૂઆતમાં શૉનું મહત્ત્વપૂર્ણ યોગદાન

  • પૃથ્વી શૉએ ઈન્ડિયન ટીમની ઈનિંગને આક્રમક શરૂઆત આપી. એણે 24 બોલમાં 43 રન કરીને ધવન સાથે 58 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. શ્રીલંકન બોલરે ઓફ બ્રેક સ્લૉ બોલ પર પૃથ્વીને કેચ આઉટ કરાવ્યો હતો.
  • પૃથ્વી શૉ આ બોલને લોન્ગ ઓનના ફિલ્ડર ઉપરથી લોફ્ટ કરવા ઇચ્છતો હતો, પરંતુ બોલનો બેટ સાથે યોગ્ય સંપર્ક ના થતા તે અવિષ્કાના હાથે કેચ આઉટ થઈ ગયો હતો.

બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ચહલ-કુલદીપની જોડી ફોર્મમાં

  • યુઝવેન્દ્ર ચહલે અવિષ્કા ફર્નાન્ડોને મનીષ પાંડેના હાથે કેચ આઉટ કર્યો હતો. એણે 35 બોલમાં 32 રન બનાવ્યા હતા. અવિષ્કાએ મિનોદ સાથે 49 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી.
  • કુલદીપે એક જ ઓવરમાં 2 વિકેટ લીધી. એણે 16મી ઓવરના પહેલા બોલ પર ભાનુકા રાજપક્ષેને કેચ આઉટ કરાવ્યો હતો. રાજપક્ષે 22 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો. ત્યારપછી ચોથા બોલમાં કુલદિપે મિનોદને પેવેલિયન ભેગો કર્યો હતો. મિનોદે 44 બોલ પર 27 રન બનાવીને આઉટ થયો.