• Gujarati News
  • Sports
  • Cricket
  • IND VS SL 3rd ODI Update| Out not out Drama On The Field After Suryakumar's LBW Appeal; Celebrated Sri Lanka Despite Notout Public, Troll In SoMedia

શ્રીલંકન અમ્પાયર્સ અને ક્રિકેટર્સ ટ્રોલ:સૂર્યકુમારની LBW અપીલ બાદ ફિલ્ડ પર આઉટ-નોટઆઉટ ડ્રામા; નોટઆઉટ જાહેર થયો હોવા છતાં શ્રીલંકન ટીમે સેલિબ્રેશન કર્યું, સો. મીડિયામાં ટ્રોલ

એક વર્ષ પહેલા
  • વરસાદને કારણે ત્રીજી વનડેમાં 47 ઓવર કરાઈ, 5 ડેબ્યુટન્ટ ખેલાડી સાથે ટીમ ઊતરી

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી વનડેમાં રસપ્રદ વળાંકો સામે આવ્યા હતા, જેમાં 23મી ઓવરમાં સૂર્યકુમાર યાદવ, આઉટ છે કે નોટઆઉટ એ અંગે અમ્પાયર સહિત બંને ટીમના પ્લેયર અસમંજસમાં મુકાઈ ગયા હતા. જોકે અંતે તો ક્રિકેટના નિયમો પ્રમાણે બેટ્સમેનને ન્યાય મળ્યો, પરંતુ શ્રીલંકન ટીમ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ હતી.

23મી ઓવરમાં આઉટ-નોટઆઉટ ડ્રામા
શ્રીલંકન ટીમ વ્હાઈટ વોશથી બચવા માટે ત્રીજી વનડેમાં પોતાનું બેસ્ટ આપી રહી છે. આ સમય દરમિયાન 23મી ઓવરમાં આઉટ-નોટઆઉટ ડ્રામા થયો હતો. પ્રવીણ જયવિકરામાના પહેલા બોલ પર સૂર્યકુમાર યાદવ સામે LBWની અપીલ કરાઈ હતી, જેમાં અમ્પાયર કુમાર ધર્મસેનાએ તેને આઉટ જાહેર કરી દીધો હતો.

સૂર્યકુમારે DRS લીધો, શ્રીલંકન ટીમ સ્તબ્ધ
સૂર્યકુમાર યાદવે તાત્કાલિક આ નિર્ણયને ચેલેન્જ કરીને DRSનો ઉપયોગ કર્યો હતો. રિવ્યૂ દરમિયાન સ્પષ્ટ જોવા મળ્યું હતું કે બોલ આઉટ સાઇડ ઓફ સ્ટમ્પ લાઇન પર પિચ થયો હતો. જોકે એ હિંટિંગ ધ વિકેટ હોવાથી શ્રીલંકન ખેલાડી સેલિબ્રેટ કરવા લાગ્યા હતા.

વિકેટ હિટિંગ જોઇને તો શ્રીલંકન ખેલાડીને લાગ્યું કે વિકેટ મળી ગઈ, તે લોકો સેલિબ્રેશન પણ કરવા લાગ્યા હતા. આ જોઇને સૂર્યકુમાર યાદવ પણ હતાશ થઈને પેવેલિયન તરફ પરત ફરવા લાગ્યો હતો. એવામાં કુમાર ધર્મસેનાએ સૂર્યકુમારને પાછો બોલાવી નોટઆઉટ જાહેર કર્યો હતો. શ્રીલંકન ખેલાડી આ સમગ્ર ઘટનાક્રમને જોઇને સ્તબ્ધ થઈ ગયા હતા, તેમને આ નિર્ણય પર વિશ્વાસ જ નહોતો થયો.

ક્રિકેટ નિયમ પ્રમાણે લેવાયો નિર્ણય, ફેન્સે શ્રીલંકનને ટ્રોલ કર્યા
બોલ ટ્રેકિંગમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે સૂર્યકુમારે 2.5 મીટર સુધી ફ્રન્ટ ફૂટને સ્ટ્રેચ કર્યા પછી શોટ કર્યો હતો. જ્યારે બોલનો ઇમ્પેક્ટ આઉટ સાઇડ હોય, ત્યારે આઉટના નિર્ણયને બદલવો જ પડે. યાદવે શોટ મારવાનો પ્રયાસ કર્યો હોવાથી તે સુરક્ષિત રહ્યો. જોકે આમાં ચોંકાવનારું દૃશ્ય એ હતું કે જ્યારે થર્ડ અમ્પાયરને આઉટ સાઇડ ઇમ્પેક્ટ હોવાની જાણ થઈ તો પછી કેમ તેમણે બોલ વિકેટને હિટ કરશે કે નહીં એ જોવાનો પ્રયાસ કર્યો? જેને કારણે નિયમોથી અજાણ શ્રીલંકન ટીમ ઉજવણી કરવા લાગી અને સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ.

વસીમ જાફર સહિત અન્ય યુઝર્સે અમ્પાયર સહિત શ્રીલંકનને ટ્રોલ કર્યા
સોશિયલ મીડિયામાં પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે મીમ શેર કરીને અમ્પાયર્સની ટીકા કરી હતી. તો બીજી બાજુ સોશિયલ મીડિયા યુઝર્સે પણ વિવિધ પ્રતિક્રિયાઓ આપતાં કહ્યું હતું કે ક્રિકેટર્સ નિયમોથી પણ અજાણ છે કે શું? લોકોએ તો BCCI પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે તમે લોકોએ તો થર્ડ અમ્પાયરને પણ ખરીદી લીધા છે. જુઓ આવી જ કેટલીક પ્રતિક્રિયાઓ....

અન્ય સમાચારો પણ છે...