• Gujarati News
  • Sports
  • Cricket
  • IND VS SL | 1st TEST |LIVE MATCH UPDATES | After Anushka, Rohit Also Embraced Virat, The Hitman Was Saddened By Kohli's Dismissal; Pant's Tumultuous Batting

1st ટેસ્ટ DAY-1 તસવીરોમાં:અનુષ્કા પછી રોહિત પણ વિરાટને ભેટી પડ્યો, કોહલી આઉટ થતા હિટમેનની પ્રતિક્રિયા વાઈરલ; પંતની તોફાની બેટિંગ છતા સદી ચૂક્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેનો પહેલો દિવસ ઈન્ડિયન બેટરના નામે રહ્યો હતો. વળી મોહાલીમાં રમાઈ રહેલી આ ટેસ્ટમાં વિરાટ કોહલી પોતાની કારકિર્દીની 100મી મેચ રમી રહ્યો છે. તેવામાં ઈનિંગની શરૂઆત પહેલા વિરાટને સન્માન કાર્યક્રમમાં અનુષ્કા શર્મા વિરાટને ભેટી પડી હતી. તો બીજી બાજુ 100મી મેચ રમવા ઉતરે એ પહેલા રોહિત શર્મા પણ વિરાટને ભેટી પડ્યો હતો. જોકે કોહલી 45 રનમાં આઉટ થઈ જતા રોહિત શર્મા સૌથી વધુ દુઃખી જોવા મળ્યો હતો. તો ચલો આપણે પંતની તોફાની બેટિંગ સહિત પહેલા દિવસ પર તસવીરો દ્વારા નજર ફેરવીએ....

ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કોહલીની આ 100મી ટેસ્ટ મેચ છે. તેવામાં આ ખાસ સિદ્ધિ માટે BCCIએ કોહલીને સન્માનિત કરવા સ્પેશિયલ કેપ બનાવી છે. આ સેરેમની દરમિયાન વિરાટ ભાવુક થઈને પત્ની અનુષ્કાને ભેટી પડ્યો હતો

મેચ શરૂ થાય એ પહેલા કોહલીને 100મી ટેસ્ટની શુભેચ્છા પાઠવતા રોહિત શર્મા વિરાટને ભેટી પડ્યો હતો.

રાષ્ટ્રગાન દરમિયાન ભારતીય ટીમ
રાષ્ટ્રગાન દરમિયાન ભારતીય ટીમ
રોહિત શર્મા અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા

ઈન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્મા(29 રન)એ 9મી ઓવરના પાંચમા બોલ પર લેગ સાઈડમાં સિક્સ મારવા લોફ્ટેડ શોટ માર્યો હતો. જોકે આ દરમિયાન ટાઈમિંગ કંઈ ખાસ ન રહેતા ફાઈન લેગના ફિલ્ડરે સરળ કેચ પકડી લીધો હતો.

વિરાટ કોહલી 100મી ટેસ્ટ મેચમમાં પહેલી ઈનિંગ દરમિયાન બેટિંગ કરવા ઉતર્યો ત્યારે આખુ સ્ટેડિયમ વિરાટ-વિરાટના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

અનુષ્કા શર્માએ વિરાટની બેટિંગની મજા માણી

ત્રીજી વિકેટ માટે વિરાટ અને વિહારી વચ્ચે 90 રનની પાર્ટનરશિપ થઈ હતી

100મી ટેસ્ટની પહેલી ઈનિંગમાં કોહલી 45 રન કરી આઉટ, રોહિત શર્મા દુઃખી થઈ ગયો

ભારતે 228 રનના સ્કોર પર 5મી વિકેટ ગુમાવી દીધી છે. શ્રેયસ અય્યર LBW આઉટ, જોકે તેણે ફિલ્ડ અમ્પયારના નિર્ણયને પડકાર્યો હોવાથી ભારતે 1 રિવ્યૂ ગુમાવ્યો હતો

રિષભ પંતે 97 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 96 રનની શાનદાર ઈનિંગ રમી

રિષભ પંત સદી ચૂક્યો ઈન્ડિયન ટીમના વિકેટકીપર બેટર રિષભ પંતે પહેલા દિવસે તોફાની બેટિંગ કરી હતી. તેણે 97 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ DAY-1 સ્ટમ્પ્સની ગણતરીની મિનિટો પહેલા તે લકમલની ઓવરમાં બોલ્ડ થઈ ગયો હતો. તેણે ગુડ લેન્થના બોલ પર લૂઝ ડિફેન્સિવ શોટ રમ્યો હતો. જેથી બેટની ઈન્સાઈડ એડ્જ લઈને બોલ સીધો સ્ટમ્પ્સ પર વાગતા તે બોલ્ડ થઈ ગયો હતો. તેના આઉટ થતા સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચેલા દર્શકો પણ દુઃખી થઈ ગયા હતા.

ગુડ લેન્થના બોલ પર લૂઝ ડિફેન્સિવ શોટ રમતા પંત બોલ્ડ થઈ ગયો

પહેલા દિવસે તોફાની બેટિંગ કરી હોવા છતા 4 રનથી સદી ચૂકી જતા રિષભ પંત નિરાશ થઈને પેવેલિયન ભેગો થઈ ગયો હતો

અન્ય સમાચારો પણ છે...