ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલી ટેસ્ટના DAY-1 સ્ટમ્પ્સ સુધી ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાને 357 રન છે. અત્યારે રવીન્દ્ર જાડેજા 45 અને અશ્વિન 10 રન કરી ક્રીઝ પર અણનમ રહ્યા છે. તેવામાં પહેલા દિવસે પંતે શાનદાર 96 રનની ઈનિંગ રમી હતી, પરંતુ સ્ટમ્પ્સ પહેલા તે લકમલની ઓવરમાં બોલ્ડ થઈ ગયો હતો. આ દરમિયન પંત અને જાડેજા વચ્ચે 104 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ થઈ હતી.
મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો....
રિષભ પંત સદી ચૂક્યો
ઈન્ડિયન ટીમના વિકેટકીપર બેટર રિષભ પંતે પહેલા દિવસે તોફાની બેટિંગ કરી હતી. તેણે 97 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ DAY-1 સ્ટમ્પ્સની ગણતરીની મિનિટો પહેલા તે લકમલની ઓવરમાં બોલ્ડ થઈ ગયો હતો. તેણે ગુડ લેન્થના બોલ પર લૂઝ ડિફેન્સિવ શોટ રમ્યો હતો. જેથી બેટની ઈન્સાઈડ એડ્જ લઈને બોલ સીધો સ્ટમ્પ્સ પર વાગતા તે બોલ્ડ થઈ ગયો હતો. તેના આઉટ થતા સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચેલા દર્શકો પણ દુઃખી થઈ ગયા હતા.
ભારતે રિવ્યૂ ગુમાવ્યો
ભારતે 228 રનના સ્કોર પર 5મી વિકેટ ગુમાવી દીધી છે. જોકે આ દરમિયાન શ્રેયસ અય્યર સામે LBWની અપિલ થઈ હતી જેમાં અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. પરંતુ અય્યરે પંત સાથે ચર્ચા કરીને ફિલ્ડ અમ્પાયરના આ નિર્ણયને પડકાર્યો હતો. તેવામાં રિપ્લે જોતા સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે બોલ હિટિંગ વિકેટ હતો અને ઓન ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય સાચ્ચો છે. તેવામાં ભારતે રિવ્યૂની સાથે શ્રેયસ અય્યર (27)ની વિકેટ પણ ગુમાવી દીધી હતી.
100મી ટેસ્ટની પહેલી ઈનિંગમાં કોહલી આઉટ
વિરાટ કોહલી 100મી ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. રોહિત અને મયંકની વિકેટ પછી કોહલીએ હનુમા વિહારી સાથે 90 રનની પાર્ટનરશિપ જોડી હતી. પરંતુ તે 45 રનના અંગત સ્કોર પર એમ્બુલદેનિયાની ઓવરમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેવામાં પહેલી ઇનિંગમાં કોહલી સદી નહીં અર્ધસદી પણ ચૂકી ગયો છે.
કોહલી 8 હજારી બન્યો
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાં પોતાના 8000 રન પૂરા કરી લીધા છે. કોહલીએ ટેસ્ટમાં આ સિદ્ધિ ઈનિંગના 38મા રન સાથે મેળવી લીધી હતી. વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે 8000 ટેસ્ટ રન બનાવનારો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. તેના પહેલા માત્ર સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને વિરેન્દ્ર સેહવાગ આ સિદ્ધિ મેળવી શક્યા છે.
રોહિત શ્રીલંકન બોલરના ગેમપ્લાન સામે ફેલ
ઈન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્માએ 9મી ઓવરના પાંચમા બોલ પર લેગ સાઈડમાં સિક્સ મારવા લોફ્ટેડ શોટ માર્યો હતો. જોકે આ દરમિયાન ટાઈમિંગ કંઈ ખાસ ન રહેતા ફાઈન લેગના ફિલ્ડરે સરળ કેચ પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે કેપ્ટન રોહિતને આઉટ કરવા માટે શ્રીલંકન બોલર જ નહીં મોટાભાગની ટીમ આ પ્લાન સાથે બોલિંગ કરતી હોય છે.
18મી ઓવરના ત્રીજા બોલ પર લસિથ એમ્બુલદેનિયાએ મયંક અગ્રવાલને LBW આઉટ કર્યો હતો. મયંક અગ્રવાલને લાગ્યું કે આ બોલ સ્પિન થશે પરંતુ ફ્લેટ રહેતા તે શોટ મિસ કરી ગયો હતો. જોકે હનુમા વિહારીએ પણ જણાવ્યું કે બોલ હિટિંગ વિકેટ છે તેથી મયંકે રિવ્યૂ નહોતો લીધો.
સો.મીડિયામાં ફેન્સે રોહિતને ટ્રોલ કર્યો...
વિરાટને 100મી ટેસ્ટમાં સ્પેશિયલ કેપ મળી...વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો
પહેલી ટેસ્ટમાં ભારતની ટીમ- રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ
પહેલી ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ- દિમુથ કરુણારત્ને, લાહિરુ થિરિમાને, પથુમ નિસાન્કા, ચરિત અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો, લસિથ એમ્બુલ્ડેનિયા અને લાહિરુ કુમારા
આજથી રોહિત યુગનો પ્રારંભ થશે
શ્રીલંકા માટે કમબેક કરવાની તક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.