• Gujarati News
  • Sports
  • Cricket
  • IND Vs SA | To Win The Indian Team Will Have To Set A Target Of Over 300 Runs, The Role Of Pujara Virat Rahane Will Be Important

IND vs SA, DAY-3 સ્ટમ્પ્સ:દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 111 રનની જરૂર, ભારત જીતથી 8 વિકેટ દૂર; છેલ્લા બોલ પર કેપ્ટન એલ્ગર આઉટ

13 દિવસ પહેલા

કેપટાઉન ટેસ્ટમાં દ.આફ્રિકાને જીતવા માટે 212 રનનો ટાર્ગેટ મળ્યો છે. જેના જવાબમાં અત્યારે દ.આફ્રિકાનો સ્કોર ત્રીજા દિવસના સ્ટમ્પ્સ સુધી 2 વિકેટના નુકસાને 101 રન છે. ઉલ્લેખનીય છે કે ત્રીજા દિવસની છેલ્લી ઓવરમાં જસપ્રીત બુમરાહે કેપ્ટન ડીન એલ્ગરને પેવેલિયન ભેગો કરી ઈન્ડિયન ટીમને મેચમાં કમબેક કરવામાં સહાય કરી છે. જોકે આ વિકેટ સાથે જ અમ્પાયર્સે DAY-3 સ્ટમ્પ્સ જાહેર કરી દીધા હતા. તેવામાં હવે ચોથા દિવસે દ.આફ્રિકાને જીતવા માટે 111 રન તો ભારતને 8 વિકેટની જરૂર છે.

એલ્ગર આની પહેલા પણ આઉટ થઈ ગયો હોત પરંતુ DRSએ તેને બચાવી લીધો હતો. રવિચંદ્રન અશ્વિનની ઓવરમાં એલ્ગર વિરૂદ્ધ જોરદાર LBW અપિલ કરવામાં આવી હતી, જેના જવાબમાં ફિલ્ડ અમ્પાયરે પણ તેને આઉટ આપી દીધો હતો. પરંતુ ત્યારપછી કેપ્ટન એલ્ગરે રિવ્યૂ લીધો અને જેમાં બોલ મિસિંગ વિકેટ જોવા મળતા વિરાટ કોહલી સહિત તમામ ટીમ મેમ્બર્સ ચોંકી ગયા હતા. એટલું જ નહીં ત્યારપછી વિરાટ કોહલીએ સ્ટમ્પ માઈક પાસે પહોંચીને આ રિવ્યૂના નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો.

મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો.....

ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. જેની બીજી ઈનિંગમાં ઈન્ડિયન ટીમ 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ દરમિયાન રિષભ પંતે ટેસ્ટમાં ચોથી સદી ફટકારી ટીમને એક સન્માનજનક સ્કોર સુધી દોરી ગયો હતો. જેથી પહેલી ઈનિંગની લીડના આધારે હવે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 212 રનનો ટાર્ગેટ મળ્યો છે.

લંચ પછી કેપ્ટન વિરાટ કોહલી પોતાની ઇનિંગને આગળ વધારી શક્યો નહોતો અને લુંગી એન્ગિડીના બોલ પર 29 રન કરી આઉટ થયો હતો. એન્ગિડીએ ત્યારપછી રવિચંદ્રન અશ્વિન અને શાર્દૂલની વિકેટ પણ લીધી હતી. કગિસો રબાડાએ ઉમેશ યાદવને આઉટ કર્યા ત્યારે માર્કો જેન્સને મોહમ્મદ શમીની વિકેટ લીધી હતી.

પંતે પોતાની આગવી શૈલીમાં બેટિંગ કરતા 58 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે ટેસ્ટમાં પાંચ ઈનિંગ પછી અર્ધસદી ફટકારી હતી. એટલું જ નહીં તેણે કેપટાઉનમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી મારી દીધી છે.

જોકે, ટીમ ઈન્ડિયા માટે ત્રીજા દિવસની શરૂઆત ખરાબ રહી હતી અને દિવસના બીજા બોલ પર ચેતેશ્વર પૂજારા 9 રન કરીને માર્કો જેન્સન દ્વારા આઉટ થયો હતો. જેનો કેચ લેગ ગલી પર કીગન પીટરસને પુજારાનો ડાઈવ મારી પ્રશંસનીય કેચ પકડ્યો હતો. ત્યારપછી બીજી જ ઓવરમાં અજિંક્ય રહાણે પણ 1 રન કર્યા પછી પોતાની વિકેટ થ્રો કરીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

  • દક્ષિણ આફ્રિકન ટીમ પહેલી ઈનિંગમાં 210 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી.
  • ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.
  • ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ તથા શાર્દુલ ઠાકુરે 1 વિકેટ લીધી હતી.
  • દક્ષિણ આફ્રિકા તરફથી કીગન પીટરસને 72 રન કર્યા હતા.

અશ્વિનના માર્કરમ કરતા વધુ રન
આ સિરીઝમાં અત્યારસુધી એડન માર્કરામનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. કેપટાઉન ટેસ્ટની પહેલી ઇનિંગમાં પણ તે 22 બોલમાં માત્ર 8 રન જ કરી શક્યો હતો. આખી સિરીઝની 3 મેચમાં તેણે માત્ર 60 રન જ કર્યા છે. પાંચ ઇનિંગ્સમાં તેની એવરેજ 12ની છે. તે જ સમયે, ભારતના બોલિંગ ઓલરાઉન્ડર આર અશ્વિને વર્તમાન સિરીઝમાં માર્કરમ કરતા વધુ રન કર્યા છે. અશ્વિને પાંચ ઇનિંગ્સમાં 16.40ની એવરેજથી 82 રન કર્યા છે.

રહાણેનું ખરાબ પ્રદર્શન ચિંતાનો વિષય
ઈન્ડિયન ટીમના અનુભવી બેટર અજિંક્ય રહાણે સતત ખરાબ પ્રદર્શનના કારણે ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકી દે છે. તેણે સેન્ચુરિયન ટેસ્ટમાં 48 અને 20નો સ્કોર કર્યો હતો. વળી બીજી ટેસ્ટમાં 0 અને 58 રન કર્યા હતા. જ્યારે ત્રીજી ટેસ્ટમાં તે 9 રન કરી પેવેલિયન ભેગો થયો છે. તેવામાં સોશિયલ મીડિયામાં તે ઘણો ટ્રોલ થઈ રહ્યો છે અને લોકો રહાણેને ટીમની બહાર કરવાની માગ કરી રહ્યા છે.

વેધર અપડેટ
વેધર અપડેટ આપતી વેબસાઈટ એક્યુવેધરના જણાવ્યા પ્રમાણે, પહેલા દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે, જોકે ત્યાર પછી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા દિવસે વરસાદ પડવાની સંભાવના ઘણી ઓછી છે.

પિચ રિપોર્ટ

  • કેપટાઉનના ઈતિહાસ પર નજર ફેરવીએ તો અહીં રમાયેલી 58 મેચમાં પહેલી ઈનિંગનો એવરેજ સ્કોર 328, બીજી ઈનિંગનો 296, ત્રીજી ઈનિંગનો 35 અને ચોથી ઈનિંગનો 161 રન છે.
  • આ પિચ હંમેશા બોલર્સને સહાય કરે છે. એમાં પણ ફાસ્ટ બોલર્સ માટે આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
  • ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમની ચારેય બાજુ પહાડો છે અને અહીંની પિચ ફાસ્ટ બોલરને સ્વિંગ-સીમમાં વધુ સહાય પૂરી પાડે છે.
  • ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચમાં અહીં ફાસ્ટ બોલર્સે 124 વિકેટ તો સ્પિનર્સે 34 વિકેટ લીધી છે.

કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાનો ખરાબ રેકોર્ડ

  • ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ડિયન ટીમે અત્યારસુધી કુલ પાંચ ટેસ્ટ મેચ રમી છે.
  • પહેલી વાર 1993માં અહીં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી, જે ડ્રો રહી હતી.
  • 1997માં આફ્રિકન ટીમે ભારતને 282 રનથી હરાવ્યું હતું.
  • 2007માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું.
  • 2011માં ઈન્ડિયન ટીમે મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી, જ્યારે 2018માં 72 રનથી દ.આફ્રિકા વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.

બંને ટીમઃ
IND (પ્લેઇંગ-XI): કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ
SA (પ્લેઇંગ-XI): ડીન એલ્ગર, એડન માર્કરમ, કીગન પીટરસન, રેસી વેન ડેર ડૂસેન, તેમ્બા બઉમા, કાઈવ વેરેના, માર્કો જેન્સન, કગિસો રબાડા, કેશવ મહારાજ, ડુએન ઓલિવિયર, લુંગી એન્ગિડી

અન્ય સમાચારો પણ છે...