• Gujarati News
  • Sports
  • Cricket
  • IND Vs SA | LIVE MATCH | 3rd TEST | The Indian Team Has A Chance To Make History In Cape Town, The Rain Could Be A Villain On The First Day; Bumrah Got Emotional Before The Match

3rd ટેસ્ટનો DAY-1 દ.આફ્રિકાને નામ:ટીમ ઈન્ડિયા 223 રનમાં ઓલઆઉટ, પહેલી ઈનિંગમાં બુમરાહે કેપ્ટન એલ્ગરને આઉટ કર્યો; SAનો સ્કોર 17/1

9 દિવસ પહેલા

ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો પહેલો દિવસ SAના નામે રહ્યો છે. વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે કેપ્ટન કોહલી સિવાય કોઈ કંઈ ખાસ પ્રદર્શન ના દાખવી શકતા ટીમ 223 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકન ટીમે 1 વિકેટના નુકસાને 17 રન કર્યા છે. ઉલ્લેખનીય છે કે બુમરાહે કેપ્ટન એલ્ગરને પેવેલિયન ભેગો કરી ટીમ ઈન્ડિયાને મહત્ત્વપૂર્ણ વિકેટ અપાવી દીધી છે. અત્યારે એડન માર્કરમ અને નાઈટ વોચમેન કેશવ મહારાજ ક્રીઝ પર છે. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો....

કોહલીની વિરાટ ઈનિંગનો અંત
કેપ્ટન કોહલીને 73મી ઓવરના ત્રીજા બોલમાં કગિસો રબાડાએ આઉટ સાઈડ ઓફ સ્ટમ્પની લાઈન પર આઉટ કર્યો હતો. કિંગ કોહલી આ ઈનિંગમાં પણ 71મી સદીથી ચૂકી ગયો છે. જોકે એક એન્ડથી કેપ્ટન કોહલીએ 201 બોલમાં 79 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન કોહલીએ દરેક બેટર સાથે સારી પાર્ટનરશિપ નોંધાવી હતી.

  • વિરાટ કોહલીએ ચેતેશ્વર પુજારા સાથે 153 બોલમાં 62 રન કર્યા હતા.
  • ત્યારપછી રહાણે સાથે 21 રન, રિષભ પંત સાથે 51 રન, અશ્વિન સાથે 8 રનની પાર્ટનરશિપ કરી હતી.
  • વિરાટ કોહલી અને શાર્દૂલ ઠાકુર વચ્ચે 30 બોલમાં 30 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી.
  • શાર્દૂલના આઉટ થયા પછી કોહલીએ બુમરાહ સાથે 5 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. પરંતુ બુમરાહના આઉટ થતા કોહલી પણ પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

કોહલીને જીવનદાન મળ્યું
વિરાટ કોહલી જ્યારે 39 રન કરીને રમી રહ્યો હતો ત્યારે તેની સામે કોટ બિહાઇન્ડની જોરદાર અપીલ થઈ હતી. પરંતુ અમ્પાયરે વિરાટને નોટઆઉટ જાહેર કર્યો હતો. જેના કારણે દક્ષિણ આફ્રિકાએ DRS લઈને આ નિર્ણય પડકાર્યો હતો. આ દરમિયાન રિપ્લેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે બોલ અને બેટ વચ્ચે અંતર હતું છતા સ્નિકોમીટરમાં નજીવો સ્પાઈક જોવા મળ્યો હતો.

નજીવો સ્પાઈક જોતા જ દક્ષિણ આફ્રિકન બેટર ઉત્સાહમાં આવીને ઉજવણી કરવા લાગ્યા હતા. પરંતુ આ દરમિયાન સ્પષ્ટપણે થર્ડ અમ્પાયરે કહ્યું કે બોલ અને બેટ વચ્ચે ઘણું અંતર છે તેથી વિરાટ કોહલી નોટઆઉટ છે. તેને નોટઆઉટ જાહેર કરાતા જ ફિલ્ડિંગ ટીમ ચોંકી ગઈ હતી પરંતુ ત્યારપછી વિરાટ અને અમ્પાયરે ડીન એલ્ગરને સમાજાવ્યો હતો.

કેપટાઉનમાં રબાડા V/S કોહલીનો જંગ
વિરાટ કોહલીના કમબેક સાથે જ દક્ષિણ આફ્રિકન બોલર્સનો ગેમ પ્લાન સ્પષ્ટપણે છતો થઈ ગયો છે. વિરાટ બેટિંગ કરવા આવ્યો ત્યારથી જ રબાડા, ઓલિવિયેર, માર્કો અને એન્ગિડી ઓફ સ્ટમ્પ બહારની પાંચમ-છઠ્ઠા સ્ટમ્પની લાઈન પર બોલ ફેંકી રહ્યા છે. આ દરમિયાન કોહલીએ પણ ધીરજ દાખવી છે અને સતત સ્ટમ્પ્સ અને બોડી લાઈન બહારના બોલને લીવ કર્યા છે. જોકે આ દરમિયાન તેણે ઘણા કવર ડ્રાઈવના બોલને બાઉન્ડરી લાઈનની બહાર માર્યા છે. આ દરમિયાન રબાડાએ સૌથી વધારે આક્રમક બોલિંગ કરતા કોહલીને ઘણા અઘરા સવાલો પણ પૂછ્યા છે.

કોહલીએ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો
આ ઈનિંગમાં 14 રન કરવાની સાથે જ વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન કરવાનો રેકોર્ડ પોતાને નામ કરી, આ સિદ્ધિ મેળવનારો બીજો ઈન્ડિયન પ્લેયર બની ગયો છે. તેણે હેડ કોચ રાહુલ દ્રવિડનો 624 રનનો રેકોર્ડ તોડી દીધો છે. આ યાદીમાં સચિન તેંડુલકર 1161 રનનું નામ સૌથી ટોપ પર આવે છે.

વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી

વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ઈન્ડિયન ઓપનર્સની શાનદાર શરૂઆત રહી છે. પહેલા અડધા કલાકમાં રાહુલ-મયંકે પોઝિટિવ અપ્રોચ સાથે 8 ઓવરમાં 4 ચોગ્ગા મારી ટીમનો સ્કોર 30 રનને પાર પહોંચાડી દીધો હતો. જોકે ત્યારપછી 7 બોલમાં ઈન્ડિયન ટીમે બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. સૌથી પહેલા 12 રન કરી કે.એલ.રાહુલ પેવેલિયન ભેગો થયો હતો. ત્યારપછીની બીજી જ ઓવરમાં મયંક અગ્રવાલ પણ કગિસો રબાડાની ઓવરમાં આઉટ થઈ જતા ભારતે 33 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.

હેડ કોચ દ્રવિડનો જન્મદિવસ, ભારતે તેમના આવ્યા પછી એકપણ ટોસ નથી હાર્યો...વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો
ઈન્ડિયન ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો આજે 49મો જન્મ દિવસ છે. 11 જાન્યુઆરી 1973ના દિવસે રાહુલનો જન્મ ઈન્દોરમાં થયો હતો. દ્રવિડ એક બેટર અને કોચ તરીકે એક સફળ સ્પોર્ટ્સ પર્સન રહ્યા છે. રાહુલ પાસે દરેક ખેલાડીમાંથી તેનું બેસ્ટ પ્રદર્શન બહાર આવે તેવી ખાસિયત છે. તે બેટર તરીકે જેટલા સફળ રહ્યા છે એટલા જ અંડર-19 વર્લ્ડ કપ ટીમને તાલિમ આપી વિશ્વવિજેતા બનાવનારા કોચ પણ છે. વળી જ્યારથી દ્રવિડ ઈન્ડિયન ટીમના હેડ કોચ તરીકે કાર્યરત છે, ત્યારતી ભારતે એકપણ ટોસ હાર્યો નથી.

અત્યારે બંને ટીમે 1-1 મેચ જીતી આ સિરીઝને એક્ટિવ રાખી છે, જેથી આ મેચમાં વિરાટ કોહલીના કમબેકથી ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં 2 ફેરફાર થયા છે, હનુમા વિહારી અને ઈન્જરીના કારણે મોહમ્મદ સિરાજ ટીમમાંથી બહાર થઈ ગયા છે. તેવામાં વિરાટ અને ઉમેશ યાદવની ટીમમાં એન્ટ્રી થઈ ગઈ છે. એટલું જ નહીં, જસપ્રીત બુમરાહે પણ 4 વર્ષ પહેલાં કેપટાઉનમાં જ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું.

ઈશાંતે 100થી વધુ ટેસ્ટ રમી હોવા છતા પ્લેઇંગ-11માં નથી લીધો
સિરાજની ઈન્જરી પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે ઈશાંત શર્મા કેપટાઉન ટેસ્ટમાં રમતો જોવા મળી શકે છે, પરંતુ ફરી એકવાર ટીમ મેનેજમેન્ટે તેના પર વિશ્વાસ કર્યો નથી. પ્લેઇંગ-11માં સિરાજની જગ્યાએ ઉમેશ યાદવને તક મળી છે. વર્તમાન સિરીઝની ત્રણેય મેચોમાં ઈશાંતને એકપણ તક મળી નથી. વર્ષ 2007માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર ઈશાંત શર્માએ 100થી વધુ ટેસ્ટ મેચ રમી છે, પરંતુ તાજેતરના સમયમાં તેનું પ્રદર્શન સાધારણ રહ્યું છે.

કેપટાઉનમાં રનનો વરસાદ થશે
પ્રથમ બે ટેસ્ટ મેચોમાં મોટાભાગે બોલરોનો દબદબો રહ્યો હતો. તેવામાં કેપટાઉનમાં વધુ રન થઈ શકે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અહીંની પિચ દક્ષિણ આફ્રિકાના અન્ય સ્ટેડિયમોની પિચો કરતાં બેટિંગ માટે વધુ યોગ્ય છે.

વેધર અપડેટ
વેધર અપડેટ આપતી વેબસાઈટ એક્યુવેધરના જણાવ્યા પ્રમાણે, પહેલા દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે, જોકે ત્યાર પછી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા દિવસે વરસાદ પડવાની સંભાવના ઘણી ઓછી છે.

પિચ રિપોર્ટ

  • કેપટાઉનના ઈતિહાસ પર નજર ફેરવીએ તો અહીં રમાયેલી 58 મેચમાં પહેલી ઈનિંગનો એવરેજ સ્કોર 328, બીજી ઈનિંગનો 296, ત્રીજી ઈનિંગનો 35 અને ચોથી ઈનિંગનો 161 રન છે.
  • આ પિચ હંમેશા બોલર્સને સહાય કરે છે. એમાં પણ ફાસ્ટ બોલર્સ માટે આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
  • ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમની ચારેય બાજુ પહાડો છે અને અહીંની પિચ ફાસ્ટ બોલરને સ્વિંગ-સીમમાં વધુ સહાય પૂરી પાડે છે.
  • ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચમાં અહીં ફાસ્ટ બોલર્સે 124 વિકેટ તો સ્પિનર્સે 34 વિકેટ લીધી છે.

કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાનો ખરાબ રેકોર્ડ

  • ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ડિયન ટીમે અત્યારસુધી કુલ પાંચ ટેસ્ટ મેચ રમી છે.
  • પહેલી વાર 1993માં અહીં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી, જે ડ્રો રહી હતી.
  • 1997માં આફ્રિકન ટીમે ભારતને 282 રનથી હરાવ્યું હતું.
  • 2007માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું.
  • 2011માં ઈન્ડિયન ટીમે મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી, જ્યારે 2018માં 72 રનથી દ.આફ્રિકા વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચ પહેલાં બુમરાહ ભાવુક થયો
જસપ્રીત બુમરાહે ટ્વીટ કરી લખ્યું છે કે કેપટાઉન જાન્યુઆરી 2018, આ તારીખથી મેં મારા ટેસ્ટ ક્રિકેટની કરિયર શરૂ કરી હતી. અત્યારસુધી મેં ઘણી મેચ રમી અને આ દરમિયાન હું એક ખેલાડી અને વ્યક્તિ તરીકે મોટો થયો છું. આ મેદાન પર ફરીથી રમવું મારા માટે ખાસ રહેશે.

  • બુમહારે અત્યારસુધી કુલ 26 મેચમાં 107 વિકેટ લીધી છે. તેણે ટેસ્ટમાં 6 વાર પાંચ વિકેટ પોતાના નામે કરી છે.
  • બુમરાહે એકવાર 86 રન આપી 9 વિકેટ પોતાના નામે કરી છે.

બંને ટીમઃ
IND (પ્લેઇંગ-XI): કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ
SA (પ્લેઇંગ-XI): ડીન એલ્ગર, એડન માર્કરમ, કીગન પીટરસન, રેસી વેન ડેર ડૂસેન, તેમ્બા બઉમા, કાઈવ વેરેના, માર્કો જેન્સન, કગિસો રબાડા, કેશવ મહારાજ, ડુએન ઓલિવિયર, લુંગી એન્ગિડી

અન્ય સમાચારો પણ છે...