• Gujarati News
  • Sports
  • Cricket
  • IND Vs SA| DAY 4 2nd TEST |In The Second Test, It Will Be Decided Who Will Win Today, India 8 Wickets Away From Victory And Africa 122 Runs Away.

29 વર્ષમાં પહેલીવાર જોહાનિસબર્ગમાં ભારત હાર્યું:આફ્રિકાએ 7 વિકેટથી મેચ જીતી સિરીઝ 1-1થી બરાબર કરી; ટેસ્ટ કેપ્ટન તરીકે ડેબ્યૂ મેચમાં રાહુલ ફેલ

16 દિવસ પહેલા
  • કેપ્ટન ડીન એલ્ગરને તેના શાનદાર પ્રદર્શનના કારણે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો

ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચને SAએ 7 વિકેટથી જીતી લીધી છે. આફ્રિકા સામે 240 રનનો ટાર્ગેટ હતો, જેને સરળતાથી કેપ્ટન ડીન એલ્ગર એન્ડ ટીમે ચેઝ કરી લીધો છે. આ જીતની સાથે જ આફ્રિકન ટીમે 3 મેચની ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે દ.આફ્રિકામાં ભારતનો ગઢ ગણાતા જોહાનિસબર્ગમાં ઈન્ડિયન ટીમ 29 વર્ષમાં પહેલીવાર હાર્યું છે. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો...

જોહાનિસબર્ગમાં ભારતની પહેલી હાર
જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં ભારતીય ટીમની 29 વર્ષમાં આ પહેલી હાર છે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર વર્ષ 1992માં પહેલી ટેસ્ટ રમી હતી અને તે મેચ ડ્રો રહી હતી. આ મેચ પહેલા ભારતે અહીં રમાયેલી પાંચમાંથી બે ટેસ્ટ મેચ જીતી હતી, જ્યારે ત્રણ મેચ ડ્રો રહી હતી. તેવામાં છેલ્લા 29 વર્ષમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ક્યારેય ભારતીય ટીમને અહીં હરાવી શકી નથી, પરંતુ આજે આ ટ્રેન્ડ પણ તૂટી ગયો છે. ઉપરાંત, અનફિટ વિરાટ કોહલીની ગેરહાજરીમાં, પ્રથમ વખત ટેસ્ટ ફોર્મેટમાં ભારતના કેપ્ટન તરીકે કેએલ રાહુલની આ પહેલી હાર હતી.

એલ્ગરની તોફાની બેટિંગ સામે ઈન્ડિયન બોલર્સ ફેલ
આફ્રિકાની જીતમાં ટીમના કેપ્ટન ડીન એલ્ગરે મોટી ભૂમિકા ભજવી હતી. શાનદાર બેટિંગ કરતી વખતે તેણે 188 બોલમાં 96 રનની અણનમ અને યાદગાર ઇનિંગ રમી હતી. મેચના ત્રીજા દિવસથી લઈને આફ્રિકા મેચ જીતી ન જાય ત્યાં સુધી એલ્ગર ટીમ ઈન્ડિયાની સામે દિવાલ બનીને ઉભો હતો.

ઈન્ડિયન બોલર્સે નિરાશ કર્યા
આ મેચમાં આફ્રિકા સામે 240 રનનો ટાર્ગેટ હતો અને ટીમ ઈન્ડિયાના બોલર્સ પાસેથી આક્રમક પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ આફ્રિકન ટીમે વિસ્ફોટક બેટિંગ કરી મેચ જીતી લીધી છે.

  • બીજી ઈનિંગમાં એલ્ગર અને એડન માર્કરામે પહેલી વિકેટ માટે 47 રન જોડ્યા હતા. આ ભાગીદારી શાર્દુલ ઠાકુરે માર્કરમ (31 રન)ને આઉટ કરીને તોડી હતી.
  • આર અશ્વિનના બોલ પર કીગન પીટરસન 28 રન કરીને આઉટ થયો હતો. SAની બીજી વિકેટ 93ના સ્કોર પર પડી હતી.

ટીમ ઈન્ડિયાને ત્રીજી વિકેટ મળે ત્યાં સુધીમાં તો દ.આફ્રિકન ટીમે મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. તેવામાં મોહમ્મદ શમીએ વાન ડેર ડૂસેનને આઉટ કરી ટીમને ત્રીજી વિકેટ અપાવી હતી.

  • ડૂસેનનો કેચ ચેતેશ્વર પૂજારાએ પહેલી સ્લિપમાં પકડ્યો હતો. તે 40 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો.
  • એલ્ગર અને ડૂસેને ત્રીજી વિકેટ માટે 159 બોલમાં 82 રન જોડ્યા હતા. જોકે ડૂસેનની વિકેટ ઘણી મોડી આવતા ઈન્ડિયન ટીમ લગભગ આ મેચમાંથી બહાર થઈ ગઈ હતી.

વેધર અપડેટ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જોહાનિસબર્ગમાં આજે 70% વરસાદ પડવાની સંભાવના રહી હતી. વળી તાપમાન 22-14 ડિગ્રી સુધી રહેશે. 22-12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે એવું અનુમાન હતું.

ત્રીજા દિવસે ઈન્ડિયન બેટિંગ ફ્લોપ રહી
જોહાનિસબર્ગ ટેસ્ટના ત્રીજા દિવસની શરૂઆત ભારત માટે સારી રહી હતી. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેએ લગભગ 75 મિનિટ સુધી બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને મેચમાં જાળવી રાખ્યું હતું. પરંતુ, 29 રન કર્યા પછી ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર પછી હનુમા વિહારીએ લોઅર ઓર્ડર બેટર સાથે મળીને ટીમ ઈન્ડિયાના સ્કોરને 266 રન સુધી પહોંચાડ્યો હતો. શાર્દૂલ ઠાકુરે 28 અને રવિચંદ્રન અશ્વિને 16 રન કર્યા હતા.

બંને ટીમની પ્લેઇંગ-11

  • ઈન્ડિયા- કે.એલ.રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
  • દક્ષિણ આફ્રિકા- ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરમ, કીગન પીટરસન, રેસી વેન ડેર ડૂસેન, તેમ્બા બઉમા, કાઈલ વેરેના (વિકેટ કીપર), માર્કો જેનસેન, કગિસો રબાડા, કેશવ મહારાજ, ડુઆને ઓલિવિયર, લુંગી એન્ગિડી

મેચની જાણકારી, ધ વોન્ડરર્સ સ્ટેડિયમ- જોહાનિસબર્ગ

સિરીઝ

ઈન્ડિયા ટૂર ઓફ દ.આફ્રિકા

ટોસભારત, પહેલા બેટિંગ પસંદ કરી
સેશન2021/22
મેચ નંબરટેસ્ટ નંબર 2445
મેચના દિવસો3, 4, 5, 6, 7 જાન્યુઆરી 2022 - (5 દિવસીય મેચ)
અમ્પાયરઅલ્લાહુદ્દીન પાલેકર, મરાય ઈરાસ્મસ
ટીવી અમ્પાયરએડ્રિયન હોલ્ડસ્ટ્રોક
રિઝર્વ અમ્પાયરબોંગાની જેલે
મેચ રેફરીએન્ડી પાયક્રોફ્ટ
WTC-2ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ- 2
અન્ય સમાચારો પણ છે...