• Gujarati News
  • Sports
  • Cricket
  • IND Vs SA, DAY 3| The First Session Will Decide The Winner Of The Test Match, If Pujara Rahane Fails, It Will Be Difficult For India To Win.

IND vs SA, DAY-3 સ્ટમ્પ્સ:દ.આફ્રિકાને જીતવા માટે 122 રનની જરૂર, ઈન્ડિયન બોલર્સ વિકેટ માટે તરસ્યા; સ્કોર 118/2

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેપ્ટન ડીન એલ્ગર (46 રન) અને વાન ડેર ડૂસેન (11 રન) કરી નોટઆઉટ છે

જોહાનિસબર્ગ ટેસ્ટના DAY-3 સ્ટમ્પ્સ સુધી દક્ષિણ આફ્રિકાએ 240 રનનો ટાર્ગેટ ચેઝ કરતા 2 વિકેટના નુકસાને 118 રન કર્યા છે. અત્યારે કેપ્ટન ડીન એલ્ગર (46 રન) અને વાન ડેર ડૂસેન (11 રન) ક્રીઝ પર છે. તેવામાં મેચમાં હજુ 2 દિવસ બાકી છે અને આફ્રિકન ટીમને જીતવા માટે 122 રનની જરૂર છે. હવે ચોથા દિવસના પહેલા સેશનમાં જો ભારતીય ટીમ 4થી 5 વિકેટ ન લઈ શકી તો મેચમાંથી લગભગ બહાર થઈ જશે. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો.....

ત્રીજા દિવસે ઈન્ડિયન ટીમની શરૂઆત ઘણી સારી રહી હતી. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેએ લગભગ 75 મિનિટ સુધી બેટિંગ કરી ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. પરંતુ ત્યારપછી 29 રન કરવામાં ઈન્ડિયન ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન શાર્દૂલ ઠાકુર (28 રન), રવિચંદ્રન અશ્વિન (16 રન) અને હનુમા વિહારી (40* રન)એ ટીમ ઈન્ડિયાને 266 રનના સ્કોર સુધી પહોંચાડી હતી.

ઈન્ડિયન ટીમે વહેલી સવારે મેચ પહેલા ભારે રોલર લીધું હતું. જેના પરિણામે બંને બેટરને બેટિંગમાં સહાય મળી હતી. પરંતુ બીજી ઈનિંગની 35મી ઓવરથી રોલરની અસર ઓછી થઈ જતા બોલર્સને સહાય મળવા લાગી છે. જેના કારણે ટીમમાંથી હકાલપટ્ટીના ભયે પુજારા-રહાણેએ માંડ માંડ ફિફ્ટી તો મારી પરંતુ હાઈસ્કોરિંગ ઈનિંગ રમી શક્યો નહોતા.

તેવામાં ભારતે આ બંને બેટરની વિકેટ ગુમાવ્યા પછી આફ્રિકન બોલર્સનો દબદબો રહ્યો હતો. રિષભ પંત પણ કંઈ ખાસ કરી ન શક્યો અને 0 રન કરી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે 167 રનમાં અડધી ઈન્ડિયન ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

દ.આફ્રિકાએ DRS ગુમાવ્યો
દ.આફ્રિકાએ DRS ગુમાવ્યો

36મી ઓવરમાં દ.આફ્રિકાએ DRS ગુમાવ્યો
35.4માં હનુમા વિહારી વિરૂદ્ધ દ.આફ્રિકન પ્લેયર્સે LBW અપિલ કરી હતી. જેને અમ્પાયરે નકારી કાઢતા કેપ્ટન એલ્ગરે રિવ્યૂ લીધો હતો. જેના રિપ્લેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે વિહારીએ શોટ રમ્યો હતો તેના કારણે બોલ અને પેડ વચ્ચેનો ઇમ્પેક્ટ આઉટ સાઈડ ઓફ સ્ટમ્પ હતો જેથી તે નોટઆઉટ છે. આના કારણે દ.આફ્રિકાએ રિવ્યૂ ગુમાવ્યો હતો.

પૂજારા રહાણેએ ઈનિંગ સંભાળી
બંને ઓપનરોના આઉટ થયા બાદ આઉટ ઓફ ફોર્મ પુજારા અને રહાણેએ ઈનિંગ સંભાળી હતી. આ બંને વચ્ચે અત્યાર સુધી 41 રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે. તેવામાં પૂજારાએ 83ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને બધાને ચોંકાવી દીધા છે.

દક્ષિણ આફ્રિકા સામેની જોહાનિસબર્ગ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં પુજારા 3 રન કરીને તથા રહાણે 0 રનના સ્કોરમાં પેવેલિયન પરત ફર્યો હતો. જાન્યુઆરી 2021થી, પૂજારાએ 15 ટેસ્ટ મેચોમાં 27.11 ની એવરેજથી રન કર્યા છે. આ દરમિયાન તેણે એક પણ સદી મારી નથી. તે જ સમયે, રહાણેએ ખરાબ એવરેજ (19.95) સાથે બેટિંગ કરી છે. તેવામાં તેના નામે એક સદી પણ નથી. આજે આ બંનેએ પોતાની બેટિંગને લઈને સતત થઈ રહેલી ટીકાનો જવાબ પણ આપવો પડશે.

પહેલી ઈનિંગઃ શાર્દૂલે જોહાનિસબર્ગમાં 7 વિકેટ લીધી
શાર્દૂલ ઠાકુરે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પહેલીવાર 7 વિકેટ લીધી છે. શાર્દૂલ આ ગ્રાઉન્ડ પર એક ઈનિંગમાં સૌથી સારુ પ્રદર્શન દાખવનારો પહેલો ઈન્ડિયન બોલર બની ગયો છે. તેણે અનિલ કુંબલે (53/6)નો રેકોર્ડ તોડી દીધો છે.

  • 102 રનમાં શાર્દુલ ઠાકુરે લંચ પહેલા રાસી વાન ડેર ડૂસેનને પેવેલિયન ભેગો કર્યો હતો.
  • 162 રનમાં દક્ષિણ આફ્રિકન ટીમની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ વિકેટ પણ શાર્દૂલ ઠાકુરે લીધી હતી. તેણે 65મી ઓવરમાં કાઈલ વેરેનને આઉટ કર્યો હતો.
  • 177 રનમાં શાર્દૂલ ઠાકુરે તેમ્બા બઉમાને આઉટ કરી દ.આફ્રિકાની છઠ્ઠી વિકેટ લીધી હતી. આ વિકેટની સાથે શાર્દૂલ ઠાકુરે પોતાની પાંચ વિકેટ પૂરી કરી લીધી છે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • ઈન્ડિયા- કે.એલ.રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
  • દક્ષિણ આફ્રિકા- ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરમ, કીગન પીટરસન, રેસી વેન ડેર ડૂસેન, તેમ્બા બઉમા, કાઈલ વેરેના (વિકેટ કીપર), માર્કો જેનસેન, કગિસો રબાડા, કેશવ મહારાજ, ડુઆને ઓલિવિયર, લુંગી એન્ગિડી

મેચની જાણકારી, ધ વોન્ડરર્સ સ્ટેડિયમ- જોહાનિસબર્ગ

સિરીઝ

ઈન્ડિયા ટૂર ઓફ દ.આફ્રિકા

ટોસભારત, પહેલા બેટિંગ પસંદ કરી
સેશન2021/22
મેચ નંબરટેસ્ટ નંબર 2445
મેચના દિવસો3, 4, 5, 6, 7 જાન્યુઆરી 2022 - (5 દિવસીય મેચ)
અમ્પાયરઅલ્લાહુદ્દીન પાલેકર, મરાય ઈરાસ્મસ
ટીવી અમ્પાયરએડ્રિયન હોલ્ડસ્ટ્રોક
રિઝર્વ અમ્પાયરબોંગાની જેલે
મેચ રેફરીએન્ડી પાયક્રોફ્ટ
WTC-2ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ- 2
અન્ય સમાચારો પણ છે...