ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ T20 મેચની સિરીઝ 9 જૂનથી શરૂ થવા જઈ રહી છે. તેવામાં રોહિત, વિરાટ અને બુમરાહની ગેરહાજરીમાં યુવા ટીમ મેદાનમાં ઉતરશે. તમને જણાવી દઈએ કે હિટમેન અને કોહલી વિના ભારતીય ટીમ 13 વર્ષ પછી ઘરેલૂ મેદાનમાં કોઈ T20 મેચ રમવા ઉતરી રહી છે. છેલ્લી વાર 12 ડિસેમ્બર 2009ના દિવસે આમ થયું હતું. ત્યારે ધોની કેપ્ટન હતો અને તે સમયે ગંભીર, સહેવાગ, યુવરાજ જેવા ખેલાડી ટીમમાં સામેલ હતા. આ સમયે ટીમ ઈન્ડિયા શ્રીલંકા વિરૂદ્ધ મોહાલીમાં રમાયેલી મેચ 6 વિકેટથી જીતી ગઈ હતી. ત્યારે સહેવાગે 64, યુવરાજે 60 અને ધોનીએ 46 રન કર્યા હતા.
દિનેશ કાર્તિક અત્યારની ટીમમાં પણ સામેલ
ત્યારપછી ઈન્ડિયન ટીમે 58 T20 મેચ ઘરેલૂ મેદાનમાં રમી છે. જેમાંથી 19માં હારનો સામનો કર્યો છે. આ દરમિયાન વિરાટ અને રોહિતમાંથી કોઈ એક હંમેશા ટીમની પ્લેઇંગ-11માં હાજર રહ્યું છે. તો બીજી બાજુ 2009માં રમાયેલી મેચનો એક ખેલાડી એટલે કે દિનેશ કાર્તિક અત્યારની ટીમમાં પણ સામેલ છે. તેને ફરીથી પ્લેઇંગ-11માં તક મળી શકે છે.
દિલ્હીમાં અફઘાનિસ્તાનનો રેકોર્ડ તૂટી શકે
ભારતીય ટીમ જ્યારે સિરીઝની પહેલી મેચ રમવા માટે અરુણ જેટલી સ્ટેડિયમમાં ઉતરશે ત્યારે બધા ફેન્સની નજર એક ખાસ રેકોર્ડ પર રહેશે. ટીમ ઈન્ડિયા T20ના વિજય રથ પર અત્યારે સવાર છે. તે છેલ્લી 12 મેચથી જીત પ્રાપ્ત કરતી આવી છે. તેવામાં સતત જીત મેળવવાની યાદીમાં સંયુક્ત રુપે અફઘાનિસ્તાન સાથે અત્યારે ભારત ટોપ પર છે. જેથી આ મેચ જીતી ભારત પોતાની વિનિંગ સ્ટ્રીક જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. આવું કરીને ભારત 13 સતત જીત સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવા તૈયાર રહેશે.
છેલ્લી 12 મેચમાં ભારતનો રેકોર્ડ
વર્ષ | વિરૂદ્ધ | મેદાન | જીત |
2021 | અફઘાનિસ્તાન | અબૂધાબી | 66 રન |
2021 | સ્કોટલેન્ડ | દુબઈ | 8 વિકેટ |
2021 | નામીબિયા | દુબઈ | 9 વિકેટ |
2021 | ન્યૂઝીલેન્ડ | જયપુર | 5 વિકેટ |
2021 | ન્યૂઝીલેન્ડ | કોલકાતા | 73 રન |
2022 | વેસ્ટ ઈન્ડિઝ | કોલકાતા | 6 વિકેટ |
2022 | વેસ્ટ ઈન્ડિઝ | કોલકાતા | 8 રન |
2022 | વેસ્ટ ઈન્ડિઝ | કોલકાતા | 17 રન |
2022 | શ્રીલંકા | લખનઉ | 62 રન |
2022 | શ્રીલંકા | ધર્મશાલા | 7 વિકેટ |
2022 | શ્રીલંકા | ધર્મશાલા | 6 વિકેટ |
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝનું શેડ્યૂલ
મેચ | તારીખ | સમય | મેદાન |
પહેલી T20 | 9 જૂન | સાંજે 7 વાગ્યે | દિલ્હી |
બીજી T20 | 12 જૂન | સાંજે 7 વાગ્યે | કટક |
ત્રીજી T20 | 14 જૂન | સાંજે 7 વાગ્યે | વિશાખા પટ્ટનમ |
ચોથી T20 | 17 જૂન | સાંજે 7 વાગ્યે | રાજકોટ |
પાંચમી T20 | 19 જૂન | સાંજે 7 વાગ્યે | બેંગ્લોર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.