• Gujarati News
 • Sports
 • Cricket
 • IND Vs SA| 3rd TEST DAY 2 | Indian Bowlers Need Dominance In First Session, Virat's Game Plan To All out African Team Today

IND vs SA, DAY-2 સ્ટમ્પ્સ:દ.આફ્રિકન બોલર્સ સામે ઈન્ડિયન ઓપનર્સ ફેલ, વિરાટ-પુજારાએ ઈનિંગ સંભાળી; ઈન્ડિયાનો સ્કોર 57/2

8 દિવસ પહેલા
 • રહાણેનું ખરાબ પ્રદર્શન ચિંતાનો વિષય

ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ કેપટાઉન ટેસ્ટના બીજા દિવસે સ્ટમ્પ્સ સુધી 2 વિકેટના નુકસાને 57 રન કર્યા છે. બીજી ઈનિંગમાં અત્યારે કેપ્ટન વિરાટ કોહલી (14 રન) અને ચેતેશ્વર પુજારા (9 રન) કરી ક્રીઝ પર છે. ઉલ્લેખનીય છે કે દ.આફ્રિકન બોલર્સ સામે ફરી એકવાર ઈન્ડિયન ઓપનર મયંક-રાહુલ ફ્લોપ રહ્યા હતા. જેથી ભારતે 24 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. તેવામાં પહેલી ઈનિંગથી 13 રન આગળ ટીમ ઈન્ડિયા અત્યારે 70 રનથી આગળ છે. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો.....

 • દક્ષિણ આફ્રિકન ટીમ પહેલી ઈનિંગમાં 210 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી.
 • ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.
 • ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ તથા શાર્દુલ ઠાકુરે 1 વિકેટ લીધી હતી.
 • દક્ષિણ આફ્રિકા તરફથી કીગન પીટરસને 72 રન કર્યા હતા.

વિરાટે ટેસ્ટમાં 100 કેચ પૂરા કર્યા
વિરાટ કોહલીએ તેમ્બા બઉમાના કેચ સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 100 કેચ પૂરા કર્યા છે. વિરાટ તેની કારકિર્દીની 99મી ટેસ્ટ રમી રહ્યો છે. વિરાટ આ ફોર્મેટમાં કેચની સદી પૂરી કરનાર ભારતનો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. રાહુલ દ્રવિડ 209 કેચ સાથે પહેલા સ્થાને છે. VVS લક્ષ્મણ (135), સચિન તેંડુલકર (115), સુનીલ ગાવસ્કર (108), મોહમ્મદ અઝહરુદ્દીન (105) અને હવે વિરાટ કોહલી આ ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.

વિરાટ કોહલીએ તેમ્બા બઉમાનો કેચ પકડતાની સાથે જ પોતાની ટેસ્ટ કારકિર્દીનો 100મો કેચ પકડ્યો છે.
વિરાટ કોહલીએ તેમ્બા બઉમાનો કેચ પકડતાની સાથે જ પોતાની ટેસ્ટ કારકિર્દીનો 100મો કેચ પકડ્યો છે.

દક્ષિણ આફ્રિકાનો સ્કોર 139 રન હતો ત્યારે ચેતેશ્વર પૂજારાએ શાર્દુલ ઠાકુરના બોલ પર બઉમાનો કેચ છોડ્યો હતો. ત્યારપછી બોલ વિકેટકીપરની પાછળ મૂકવામાં આવેલા હેલ્મેટ પર વાગ્યો હતો. જેના કારણે 5 રનની પેનલ્ટી પણ મળી હતી.

પહેલા સેશનમાં ઈન્ડિયન બોલર્સ 2 વિકેટ લઈ શક્યા
ઈન્ડિયન ટીમે 223 રન જ કર્યા હોવાથી હવે તમામ જવાબદારી બોલિંગ ડિપાર્ટમેન્ટ સામે આવી ગઈ છે. તેવામાં પહેલું સેશન બંને ટીમ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. આ દરમિયાન ઈન્ડિયન બોલર ઓછામાં ઓછી 4 વિકેટ લઈ આફ્રિકન ટીમને ઓલઆઉટ કરવાના ગેમ પ્લાનથી મેદાનમાં ઉતરી હતી.

જોકે આ પ્લાન લગભગ સફળ પણ રહ્યો અને 50 રનના સ્કોરમાં આફ્રિકાની 3 વિકેટ પડી ગઈ છે. જોકે ત્યારપછી આફ્રિકન બેટરે બાઉન્સબેક કર્યું અને ઈન્ડિયન ટીમ માત્ર 2 વિકેટ જ પહેલા સેશનમાં લઈ શકી હતી. લંચ સુધી દ.આફ્રિકાનો સ્કોર લંચ સુધી 100/3 રહ્યો હતો. જોકે ઉમેશ યાદવે લંચ બ્રેક પછી વાન ડેર ડૂસેનને આઉટ કરી ભારતને ચોથી વિકેટ અપાવી હતી.

અશ્વિનના માર્કરમ કરતા વધુ રન
આ સિરીઝમાં અત્યારસુધી એડન માર્કરામનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. કેપટાઉન ટેસ્ટની પહેલી ઇનિંગમાં પણ તે 22 બોલમાં માત્ર 8 રન જ કરી શક્યો હતો. આખી સિરીઝની 3 મેચમાં તેણે માત્ર 60 રન જ કર્યા છે. પાંચ ઇનિંગ્સમાં તેની એવરેજ 12ની છે. તે જ સમયે, ભારતના બોલિંગ ઓલરાઉન્ડર આર અશ્વિને વર્તમાન સિરીઝમાં માર્કરમ કરતા વધુ રન કર્યા છે. અશ્વિને પાંચ ઇનિંગ્સમાં 16.40ની એવરેજથી 82 રન કર્યા છે.

ખાલી નામ મોટા, ફ્લોપ પ્રદર્શન
ઈન્ડિયન ટીમની પહેલી ઈનિંગમાં ઓપનિંગ બેટર કે.એલ.રાહુલ (12), મયંક અગ્રવાલ (15) અને અજિંક્ય રહાણે (9) જેવા પ્લેયર્સ ફ્લોપ રહ્યા હતા. તેવામાં વિરાટ સાથે એક એન્ડ પર બેટિંગ કરી શકે એવો એકપણ ખેલાડી ન રહેતા કોહલીએ પણ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. વળી બીજી બાજુ કગિસો રબાડાએ 4 વિકેટ તથા માર્કો જેન્સને 3 વિકેટ લઈ ઈન્ડિયન બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હ હતી. જ્યારે ડેન ઓલિવિયર, કેશવ મહારાજ અને લુંગી એન્ગિડીને 1-1 વિકેટ મળી છે.

રહાણેનું ખરાબ પ્રદર્શન ચિંતાનો વિષય
ઈન્ડિયન ટીમના અનુભવી બેટર અજિંક્ય રહાણે સતત ખરાબ પ્રદર્શનના કારણે ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકી દે છે. તેણે સેન્ચુરિયન ટેસ્ટમાં 48 અને 20નો સ્કોર કર્યો હતો. વળી બીજી ટેસ્ટમાં 0 અને 58 રન કર્યા હતા. જ્યારે ત્રીજી ટેસ્ટમાં તે 9 રન કરી પેવેલિયન ભેગો થયો છે. તેવામાં સોશિયલ મીડિયામાં તે ઘણો ટ્રોલ થઈ રહ્યો છે અને લોકો રહાણેને ટીમની બહાર કરવાની માગ કરી રહ્યા છે.

વેધર અપડેટ
વેધર અપડેટ આપતી વેબસાઈટ એક્યુવેધરના જણાવ્યા પ્રમાણે, પહેલા દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે, જોકે ત્યાર પછી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા દિવસે વરસાદ પડવાની સંભાવના ઘણી ઓછી છે.

પિચ રિપોર્ટ

 • કેપટાઉનના ઈતિહાસ પર નજર ફેરવીએ તો અહીં રમાયેલી 58 મેચમાં પહેલી ઈનિંગનો એવરેજ સ્કોર 328, બીજી ઈનિંગનો 296, ત્રીજી ઈનિંગનો 35 અને ચોથી ઈનિંગનો 161 રન છે.
 • આ પિચ હંમેશા બોલર્સને સહાય કરે છે. એમાં પણ ફાસ્ટ બોલર્સ માટે આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
 • ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમની ચારેય બાજુ પહાડો છે અને અહીંની પિચ ફાસ્ટ બોલરને સ્વિંગ-સીમમાં વધુ સહાય પૂરી પાડે છે.
 • ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચમાં અહીં ફાસ્ટ બોલર્સે 124 વિકેટ તો સ્પિનર્સે 34 વિકેટ લીધી છે.

કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાનો ખરાબ રેકોર્ડ

 • ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ડિયન ટીમે અત્યારસુધી કુલ પાંચ ટેસ્ટ મેચ રમી છે.
 • પહેલી વાર 1993માં અહીં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી, જે ડ્રો રહી હતી.
 • 1997માં આફ્રિકન ટીમે ભારતને 282 રનથી હરાવ્યું હતું.
 • 2007માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું.
 • 2011માં ઈન્ડિયન ટીમે મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી, જ્યારે 2018માં 72 રનથી દ.આફ્રિકા વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.

બંને ટીમઃ
IND (પ્લેઇંગ-XI): કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ
SA (પ્લેઇંગ-XI): ડીન એલ્ગર, એડન માર્કરમ, કીગન પીટરસન, રેસી વેન ડેર ડૂસેન, તેમ્બા બઉમા, કાઈવ વેરેના, માર્કો જેન્સન, કગિસો રબાડા, કેશવ મહારાજ, ડુએન ઓલિવિયર, લુંગી એન્ગિડી

અન્ય સમાચારો પણ છે...