• Gujarati News
 • Sports
 • Cricket
 • IND Vs SA| 2ND Test Live | The Indian Team Has A Chance To Make History In Johannesburg, The Rain Could Be A Villain

IND v/s SA, બીજી ટેસ્ટ:DAY-1 સ્ટમ્પ્સ સુધી દ.આફ્રિકાનો સ્કોર 35/1, ઈન્ડિયન ટીમ 202 રનમાં ઓલઆઉટ; માર્કોએ 4 વિકેટ લીધી

14 દિવસ પહેલા
 • કે.એલ.રાહુલે ફિફ્ટી અને અશ્વિને 44 રન કરી ટીમ ઈન્ડિયાની લાજ રાખી

ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો પહેલો દિવસ સમાપ્ત થઈ ગયો છે. જેમાં કેપ્ટન કે.એલ.રાહુલે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. ઈન્ડિયન ટીમ પહેલી ઈનિંગમાં 202 રનના સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબામાં DAY-1 સ્ટમ્પ્સ સુધી દ.આફ્રિકાનો સ્કોર 35/1 છે. તેવામાં અત્યારે કેપ્ટન ડીન એલ્ગર અને કીગન પીટરસન બેટિંગ કરી રહ્યા છે. ભારતને એક માત્ર વિકેટ મોહમ્મદ શમીએ અપાવી છે. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો....

રાહુલ અને અશ્વિન સિવાય બધા ફેલ

 • ભારતના ઘણા અનુભવી બેટર ફરી એકવાર નિષ્ફળ રહ્યા છે. મયંક અગ્રવાલ (26) સારી શરૂઆત મળી હોવા છતા હાઈસ્કોર નોંધાવી શક્યો નહોતો.
 • ચેતેશ્વર પુજારા (3) અને અજિંક્ય રહાણે (0) પણ અત્યારે ખરાબ ફોર્મમાં છે. બંનેએ સતત બે બોલમાં ઓલિવિયરે પેવેલિયન ભેગા કર્યા હતા.
 • ત્યારપછી રાહુલ અને હનુમા વિહારીએ ચોથી વિકેટ માટે 42 રનની પાર્ટનરશિપ કરીને ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિહારી આઉટ થયા પછી ભારતે બેક ટુ બેક વિકેટો ગુમાવી દીધી હતી.
 • પહેલી ઈનિંગમાં કે.એલ.રાહુલ (50 રન) અને રવિચંદ્રન અશ્વિન (44 રન) સિવાય એકપણ બેટર સારુ પ્રદર્શન દાખવી શક્યો નથી.

ઓલિવિયરનો ડબલ અટેક, પુજારા-રહાણે ફેલ
24મી ઓવરમાં આફ્રિકન ફાસ્ટ બોલર ડેન ઓલિવિયેરે સતત 2 બોલમાં 2 વિકેટ ઝડપી ઈન્ડિયન બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. ઓવરના ત્રીજા બોલમાં તેણે ચેતેશ્વર પુજારાને પોઈન્ટ પર ફિલ્ડિંગ કરી રહેલા તેમ્બા બઉમાએ કેચ આઉટ કર્યો હતો. પુજારાના આઉટ થયા પછી રહાણે પણ બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તેણે થર્ડ સ્લિપમાં પોતાનો સરળ કેચ આપી પેવેલિયન ભેગો થતા ઈન્ડિયન ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી.

ચેતેશ્વર પુજારા છેલ્લી 44 ઈનિંગથી સદી મારી શક્યો નથી

 • અજિંક્ય રહાણે 10મી વાર શૂન્ય રને આઉટ
 • રહાણે પણ છેલ્લી 24 ઈનિંગથી સદી મારી શક્યો નથી.
 • રાહણેને આઉટ કરી ડેન ઓલિવિયરે પોતાની 50મી ટેસ્ટ વિકેટ લીધી
 • સૌથી ઓછા બોલમાં 50 વિકેટ લેનારો ઓલિવિયર (1486 બોલ) બીજો આફ્રિકન બોલર બની ગયો છે. જેમાં પહેલો નંબર વર્નન ફિલેન્ડર (1240 બોલ)નો આવે છે.

કરિયર બચાવવા માટે પુજારા અને રહાણે પાસે છેલ્લી તક- ગાવસ્કર
મેચમાં કોમેન્ટ્રી દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું કે આ બંને અનુભવી બેટર પાસે હવે માત્ર 1 ઈનિંગ જ છે. જો તેઓ આ મેચમાં ફરીથી ફેલ થશે તો ઘણા યુવા ખેલાડીઓ ઈન્ડિયન ટીમમાં પસંદગી પામવા માટે મહેનત કરી રહ્યા છે, તેમને સિલેક્ટર્સ એન્ટ્રી આપી શકે છે. હવે તેમનું પ્રદર્શન ભારતની આગામી ઈનિંગ સામે નિર્ભર કરે છે.

8મી ઓવરમાં દ.આફ્રિકાએ રિવ્યૂ ગુમાવ્યો
7.3 ઓવરમાં કે.એલ.રાહુલ વિરૂદ્ધ દ.આફ્રિકન ટીમે કોટ બિહાઈન્ડની અપિલ કરી હતી. ઓલિવિયેરની ઓવરના ત્રીજા બોલ પર રાહુલના ખભા પર વાગી બોલ વિકેટ કીપર પાસે ગયો હતો. જેથી અમ્પયારે તેને નોટઆઉટ આપતા દ.આફ્રિકન ટીમે રિવ્યૂ લીધો હતો. જોકે રિપ્લેમાં પણ સ્પષ્ટપણે બોલનો બેટ અથવા ગ્લવ્સ સાથે સંપર્ક થતો જોવા ન મળતા થર્ડ અમ્પાયરે પણ રાહુલને નોટઆઉટ આપ્યો હતો. તેથી દ.આફ્રિકાએ 8મી ઓવરમાં જ એક રિવ્યૂ ગુમાવ્યો હતો.

ટોસ દરમિયાન કેપ્ટન કે.એલ.રાહુલે કહ્યું કે વિરાટ કોહલી અપર બેક ઈન્જરી (પીઠમાં ઈજા)ના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. અમે આશા કરીએ છીએ કે તે જલદી રિકવર થઈ જાય અને ત્રીજી ટેસ્ટમાં રમવા આવે. જો હું મારી વાત કરું તો ભારત દેશનું નેતૃત્વ કરવું દરેકનું સપનું હોય છે. મને આ તક મળી છે એનો ફાયદો ઉઠાવી ટીમને જીત સુધી દોરી જવા પ્રયત્ન કરીશ.

વરસાદ વિલન બની શકે છે
ઈન્ડિયન ટીમ સામે વરસાદનો પડકાર ઊભો રહેશે. આમ જોવા જઈએ તો શનિવારે અને રવિવારે જોહાનિસબર્ગમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વળી મેચના પહેલા દિવસે પણ વરસાદ પડવાની સંભવના જણાવાઈ છે. તેવામાં મેચના બીજા દિવસે 50થી 60% વરસાદ પડી શકે છે, જ્યારે ત્રીજા દિવસે વાતાવરણ વાદળછાયું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોથા અને પાંચમા દિવસે પણ 60થી 70% વરસાદ પડવાની સંભાવના છે.

વિરાટ કોહલી અપર બેક ઈન્જરીના કારણે બીજી ટેસ્ટ ટીમમાંથી બહાર
વિરાટ કોહલી અપર બેક ઈન્જરીના કારણે બીજી ટેસ્ટ ટીમમાંથી બહાર

જોહાનિસ બર્ગમાં ભારતની બોલબાલા
વિદેશની વાત કરીએ તો જોહાનિસબર્ગ ભારતનો ગઢ કહી શકાય છે. અહીં ઈન્ડિયન ટીમે કુલ 5 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 2 જીતી છે જ્યારે 3 ડ્રો રહી છે. 1992માં ટીમ ઈન્ડિયાએ અહીં પહેલી ટેસ્ટ મેચ રમી હતી જ્યારે છેલ્લે ઈન્ડિયન ટીમ 2018માં આ મેદાનમાં મેચ રમવા ઉતરી હતી. આ 29 વર્ષમાં દ.આફ્રિકન ટીમ ક્યારેય ભારતને હરાવી શકી નથી.

બંને ટીમની પ્લેઇંગ-11

 • ઈન્ડિયા- કે.એલ.રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
 • દક્ષિણ આફ્રિકા- ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરમ, કીગન પીટરસન, રેસી વેન ડેર ડૂસેન, તેમ્બા બઉમા, કાઈલ વેરેના (વિકેટ કીપર), માર્કો જેનસેન, કગિસો રબાડા, કેશવ મહારાજ, ડુઆને ઓલિવિયર, લુંગી એન્ગિડી

મેચની જાણકારી, ધ વોન્ડરર્સ સ્ટેડિયમ- જોહાનિસબર્ગ

સિરીઝ

ઈન્ડિયા ટૂર ઓફ દ.આફ્રિકા

ટોસભારત, પહેલા બેટિંગ પસંદ કરી
સેશન2021/22
મેચ નંબરટેસ્ટ નંબર 2445
મેચના દિવસો3, 4, 5, 6, 7 જાન્યુઆરી 2022 - (5 દિવસીય મેચ)
અમ્પાયરઅલ્લાહુદ્દીન પાલેકર, મરાય ઈરાસ્મસ
ટીવી અમ્પાયરએડ્રિયન હોલ્ડસ્ટ્રોક
રિઝર્વ અમ્પાયરબોંગાની જેલે
મેચ રેફરીએન્ડી પાયક્રોફ્ટ
WTC-2ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ- 2
અન્ય સમાચારો પણ છે...