• Gujarati News
  • Sports
  • Cricket
  • IND Vs SA| 1st T20| Outside The Series Where KL Rahul Was Injured, The Former Cricketer Erupted, Resting Rohit; Hardik Was Promoted

SAએ 7 વિકેટથી INDને હરાવ્યું:પંતની કેપ્ટનશિપની હારથી શરૂઆત, 212 રનનો ટાર્ગેટ સેટ કર્યો છતાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ રેકોર્ડ ચૂકી

20 દિવસ પહેલા
  • SAનો બેટર એડન માર્કરમ કોરોના પોઝિટિવ

ઈન્ડિયન ટીમ T20 ઈન્ટરનેશનલ મેચમાં સતત 13 મેચ જીતવાનો રેકોર્ડ બનાવવાથી ચૂકી ગઈ છે. દ.આફ્રિકાએ પાંચ મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતને 7 વિકેટથી હરાવી દીધું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 4 વિકેટના નુકસાને 211 રન કર્યા હતા. આ દરમિયાન ભારત માટે ઈશાન કિશને સૌથી વધુ 76 રન કર્યા હતા. જેના જવાબમાં દ.આફ્રિકાએ 19.1 ઓવરમાં 3 વિકેટના નુકસાને ટાર્ગેટ ચેઝ કરી લીધો છે.

T20માં દક્ષિણ આફ્રિકાનો આ સૌથી મોટો રન ચેઝ છે. અગાઉ SAએ 2007માં જોહાનિસબર્ગમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 206 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તો વળી બીજી બાજુ ટીમ ઈન્ડિયાની નજર આ મેચમાં સતત 13મી T20 મેચ જીતવાના ખાસ વર્લ્ડ રેકોર્ડ પર હતી, પરંતુ આ સપનું અધૂરું રહી ગયું છે.

મિલર અને ડૂસેનની પાર્ટનરશિપ ટર્નિંગ પોઈન્ટ
દ.આફ્રિકાએ 81 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારપછી ચોથી વિકેટ માટે ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડૂસેન વચ્ચે 64 બોલમાં અણનમ 131 રનની પાર્ટનરશિપે બાજી પલટી નાખી હતી. આ બંને બેટરે એવી વિસ્ફોટક બેટિંગ કરી કે ભારતીય ટીમ એકપણ વિકેટ ત્યારપછી ન લઈ શકી અને મેચ હારી ગઈ હતી.

  • ડેવિડ મિલરે 31 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 64 રન કર્યા હતા.
  • વાન ડેર ડૂસેને 46 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 75 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
  • ડૂસેનને એક જીવનદાન મળ્યું હતું જેનો ફાયદો ઉઠાવી તેણે ફિફ્ટી પણ ફટાકરી અને દ.આફ્રિકાને મેચ જિતાડી દીધી હતી.

SAનો માર્કરમ કોરોના પોઝિટિવ

ભારત અને દ.આફ્રિકા વચ્ચે દિલ્હીમાં રમાઈ રહેલી પહેલી T20 મેચ પહેલા આફ્રિકાનો એક ખેલાડી કોવિડ પોઝિટિવ મળી આવ્યો છે. બેટર એડન માર્કરમનો ટેસ્ટ પોઝિટિવ આવતા SAના કેમ્પમાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ હતી. જોકે બંને દેશો વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં કોઈ અસર પડી નહોતી અને નિશ્ચિત સમયે જ તેને ચાલુ રાખવામાં આવી હતી.

આ મેચમાં ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ તરફથી ઈશાન કિશને સૌથી વધુ 76 રન કર્યા હતા. જ્યારે શ્રેયસ અય્યરે 36 અને સુકાની રિષભ પંતે 29 રન ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાએ પણ તોફાની બેટિંગ કરી હતી.

પાવરપ્લેમાં આફ્રિકાની તોફાની બેટિંગ
ભારતે જીતવા માટે 212 રનનો ટાર્ગેટ SAને આપ્યો હતો. જેના જવાબમાં ટીમે પાવરપ્લેમાં વિસ્ફોટક પ્રદર્શન કર્યું હતું. 6 ઓવર સુધી દ.આફ્રિકાએ 2 વિકેટના નુકસાને 61 રન ફટકારી દીધા હતા. તો બીજી બાજુ ભારતના હર્ષલ પટેલ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી હતી.

પાવરપ્લેમાં ભારતની ઓપનિંગ જોડી હિટ

ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા ભારતીય ઓપનર્સની શરૂઆત આક્રમક રહી હતી. ઈશાન કિશન અને ગાયકવાડે 6 ઓવર સુધીમાં 51 રન સ્કોરબોર્ડમાં જોડી દીધા હતા. તો બીજી બાજુ દ.આફ્રિકન બોલર એનરિક નોર્ત્યાએ 2 ઓવરમાં 22 રન આપ્યા હતા. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ખાધા હતા.

  • પાવરપ્લે સુધી ભારતનો સ્કોર 51/0 હતો
  • 7મી ઓવર દરમિયાન 57 રનમાં ભારતની પહેલી વિકેટ પડી હતી.
  • ઋતુરાજ ગાયકવાડ 15 બોલમાં 23 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. આ દરમિયાન તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા.

ઋતુરાજ ગાયકવાડે સિરીઝની પહેલી સિક્સ ફટકારી
દ.આફ્રિકા અને ભારત વચ્ચે 5 T20 મેચની સિરીઝ રમાઈ રહી છે. જેની પહેલી મેચ દિલ્હીમાં આયોજિત કરાઈ હતી. આ દરમિયાન ઈનિંગની ત્રીજી ઓવરના પાંચમા બોલ પર ઋતુરાજે હુક શોટ માર્યો હતો. જે ફાઈનલ લેગમાં સિક્સ જતા તેણે આ સિરીઝનો પહેલો છગ્ગો માર્યો છે. તમને જણાવી દઈએ કે ગાયકવાડે આ સિક્સ એનરિક નોર્ત્યાની ઓવરમાં મારી હતી.

  • 5.1 ઓવરમાં ગાયકવાડે લેગ સ્ટમ્પ બહારના બોલ પર ફ્લેટ સિક્સર ફટકારી હતી.

વેધર અપડેટ
ગુરુવારે દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન સંપૂર્ણ સ્વચ્છ રહેશે. દિલ્હીમાં ગરમી તીવ્ર છે, પરંતુ સ્પર્ધા સાંજે છે, તેથી તાપમાન થોડું ઓછું રહેશે. બપોરે 43 ડિગ્રી જ્યારે સાંજે તાપમાન 38 ડિગ્રી સુધી રહેશે.

પિચ રિપોર્ટ
અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમની પીચ સ્પિનરોને મદદ કરી શકે છે. જોકે, અહીં ફાસ્ટ બોલરો પણ શરૂઆતની ઓવરમાં ગેમમાં રહેશે. અહીંની વિકેટ ડ્રાય છે. આવી સ્થિતિમાં સ્પિન બોલરો વધુ અસરકારક સાબિત થઈ શકે છે. આજની મેચમાં યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલની જોડી જોવા મળી શકે છે. અહીં ચહલે 2 મેચ રમી છે અને 3 વિકેટ લીધી છે. તે જ સમયે, અક્ષરે એક મેચ રમી છે અને તેણે 2 વિકેટ લીધી છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં તબરેઝ શમ્સી અને કેશવ મહારાજ જેવા ઉત્તમ સ્પિનરો પણ છે.

અહીં ટોસ નથી બોસ
6 T20 મેચ દિલ્હીમાં રમાઈ છે. 3 મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીત મેળવી છે. આ સાથે જ 3 મેચનો રન ચેઝ કરનારી ટીમ જીતી ગઈ છે. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સરેરાશ સ્કોર 155ની આસપાસ છે. તે જ સમયે, રન ચેઝ કરતી વખતે, આ સરેરાશ ઘટીને 145 થઈ જાય છે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • IND- ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, રિષભ પંત (કેપ્ટન), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, આવેશ ખાન
  • SA- ક્વિંટન ડિકોક, તેમ્બા બઉમા, રિઝા હેન્ડ્રિક્સ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેન પાર્નિલ, ડ્વેન પ્રિટોરિયસ, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, કગિસો રબાડા, એનરિક નોર્ત્યા

પંતની સાથે પંડ્યાનું પ્રમોશન

ઈન્ડિયન ટીમની યુવા બ્રિગેડને હવે રિષભ પંત કેપ્ટન તરીકે લીડ કરશે. ત્યારે બીજી બાજુ વાઈસ-કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પાંચ T20 મેચની સિરીઝ ભારતમાં રમાશે, જે આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા મહત્ત્વપૂર્ણ રહેશે.

રોહિત શર્મા સિરીઝથી આરામ કરતાં પૂર્વ ક્રિકેટર નારાજ

દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝમાં રોહિત શર્માની ગેરહાજરી મુદ્દે પૂર્વ ક્રિકેટર આર.પી. સિંહે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું હતં કે રોહિત એક જવાબદાર ખેલાડી છે અને એક કેપ્ટન તરીકે તેને આવી રીતે આરામ ન કરવો જોઈએ. જો તેને આરામ અપાયો હોય તોપણ રોહિતે મેનેજમેન્ટ સાથે વાતચીત કરવી જોઈએ, કારણ કે આ સિરીઝ 5 મેચની છે અને એક કેપ્ટન તરીકે આ સ્કિપ કરવી ઘણી ચર્ચાસ્પદ રહી શકે છે.

તમારો માઈન્ડસેટ મહત્ત્વપૂર્ણ રોલ ભજવશે- સુરેશ રૈના

ઈન્ડિયન ટીમના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ જણાવ્યું હતું કે T20 ફોર્મેટમાં ખેલાડીનો માઈન્ટસેટ જ સર્વોપરિ હોય છે. તે કેવા પ્લાન સાથે મેદાનમાં ઊતરે છે અને પરિસ્થિતિ પ્રમાણે ટીમને જરૂરી રણનીતિ આધારે રમે છે એ મહત્ત્વપૂર્ણ છે.

અન્ય સમાચારો પણ છે...