• Gujarati News
  • Sports
  • Cricket
  • IND Vs PAK | In The World Cup, Every Second Of The Battle Between The Two Countries Sold For Millions, 10 Seconds Cost More Than Rs 30 Lakh

IND v/s PAKની મોંઘેરી કિંમત:વર્લ્ડકપમાં બંને દેશ વચ્ચેના મહાસંગ્રામની એક-એક સેકન્ડ લાખોમાં વેચાઈ, 10 સેકન્ડની કિંમત રૂ.30 લાખથી પણ વધુ

22 દિવસ પહેલા
  • T-20 વર્લ્ડ કપની 'કોહલી એન્ડ કંપની'ના મહેન્દ્ર સિંહ ધોની મેન્ટર રહેશે

24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે આયોજિત T-20 વર્લ્ડ કપના મહાસંગ્રામને કારણે ક્રિકેટ ફેન્સના મનોરંજનની સાથે બ્રોડકાસ્ટર કંપનીઓને પણ ફાયદો થશે. આ મેચ દરમિયાન પોતાની બ્રાન્ડની માહિતી દર્શકો સુધી પહોંચાડવા માટે કંપનીઓ જાહેરાતની એક-એક સેકન્ડના 3થી સાડા ત્રણ લાખ રૂપિયા પણ ચૂકવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષો કરતા તુલનામાં આ રકમમાં લગભગ 3 થી 4 ગણો ઉછાળો જોવા મળ્યો છે.

ભારત અને પાકિસ્તાનના ફેન્સની ફાઇલ તસવીર
ભારત અને પાકિસ્તાનના ફેન્સની ફાઇલ તસવીર

10 સેકન્ડના 30થી 35 લાખ રૂપિયા
મીડિયાના અહેવાલો પ્રમાણે આ વખતે ICC T-20 વર્લ્ડ કપની મેચના પ્રસારણ કરનાર સ્ટાર સ્પોર્ટ્સ 24 ઓક્ટોબરે દુબઈમાં આયોજિત ભારત-પાકિસ્તાનની મેચ માટે અલગથી જાહેરાત માટે કોઈ સ્લોટ વેચી રહ્યું નથી. જ્યારે 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા T-20 વર્લ્ડ કપની તમામ મેચ માટે પેકેજમાં જાહેરાતના સ્લોટ બુક પણ થઈ ગયા છે.

મીડિયા અહેવાલો દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચ માટે જાહેરાત આપતી બ્રાન્ડ 10 સેકન્ડ માટે આશરે 30થી 35 લાખ રૂપિયા આપી રહી છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

જાહેરાત આપતી કંપનીઓ પાણીની જેમ રૂપિયા વહાવા તૈયાર
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને ક્રિકેટની એલ ક્લાસિકો કહેવાય છે. આ મેચને જોવા માટે માત્ર બંને દેશના જ સમર્થકો નહીં, પરંતુ વિદેશી ક્રિકેટ ફેન્સ પણ જોતા હોય છે. જેના કારણે જાહેરાત કરતી કંપનીઓ માટે પણ આ મેચ મહત્ત્વપૂર્ણ હોય છે. 2019 ICC વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ક્રિકેટ મેચ પ્રસારકે અંતિમ સમયે કેટલાક સ્લોટનું વેચાણ કર્યું હતું. ત્યારે ભારત અને પાકિસ્તાનની મેચમાં 10 સેકન્ડ માટે આશરે 20 લાખ રૂપિયાનો દર નક્કી થયો હતો.

ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના કારણે બંને ટીમ વચ્ચે મેચ માત્ર ICC ટૂર્નામેન્ટ દરમિયાન જ રમાય છે. તેવામાં ભાગ્યે જ રમાતી મેચને દર્શકો પણ જોવાનું ચૂકતા નથી. તેથી આવી મેચમાં જાહેરાતના સ્લોટની કિંમતો પણ વધી જાય છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2019માં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ 27.3 કરોડ દર્શકોને ટીવી પર જોઈ હતી. જેમાંથી 23.3 કરોડ દર્શકો ભારત દેશના હતા. એના સિવાય પાંચ કરોડ લોકોએ ડિજિટલ પ્લેટફોર્મ પર મેચ જોઈ હતી.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

ટિકિટના ભાવ પણ નક્કી થઈ ગયા
17 ઓક્ટોબરથી UAE અને ઓમાનમાં રમાઈ રહેલા ICC T-20 વર્લ્ડ કપ માટે ઓનલાઇન ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 45 મેચ રમાશે. જેની મોટાભાગની મેચ દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે. આના સિવાય ઓમાનમાં પણ કેટલીક મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરૂદ્ધ રમશે.

વર્લ્ડ કપની પહેલી મેચ 17 ઓક્ટોબરે ઓમાનની રાજધાની મસ્કટમાં રમાશે. આ વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લઈ રહી છે. ઓમાનમાં આયોજિત મેચમાં ટિકિટની કિંમત સૌથી ઓછી (લગભગ 1900 રૂપિયા) રાખવામાં આવી છે. વળી UAEમાં આયોજિત મેચમાં ટિકિટનો ભાવ સૌથી ઓછો (લગભગ 600 રૂપિયા) છે. દુબઈમાં લગભગ 70% દર્શકો સ્ટેડિયમમાં આવીને મેચ જોવાના છે. જ્યારે અબુધાબીમાં પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરીને દર્શકો સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ કરશે. ઓમાનની રાજધાની મસ્કટમાં જે મેચ રમાશે તેમાં માત્ર 3 હજાર દર્શકોને જ પ્રવેશ મળશે.

T-20 વર્લ્ડ કપની 'કોહલી એન્ડ કંપની', ધોની ઈન્ડિયન ટીમના મેન્ટર રહેશે
આગામી T-20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીની ઈન્ડિયન ટીમની આજે જાહેરાત કરવામાં આવી છે. T-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ઓમાન અને UAEમાં રમાશે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન ટીમના મેન્ટર તરીકે જોડાશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાને આ ટૂર્નામેન્ટને જીતવાની પ્રબળ દાવેદાર પણ માનવામાં આવે છે. તેવામાં એક મહિના પહેલા સિલેક્શન કમિટિએ ઈન્ડિયન ટીમની જાહેરાત કરી દીધી છે.

ઈન્ડિયન ટીમના ખેલાડીઓની 'વિરાટ' સેના

  • બેટર- વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ
  • પેસ અટેક - જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
  • ઓલરાઉન્ડર- હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા
  • સ્પિન અટેક - રાહુલ ચાહર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી
  • વિકેટ કીપર - લોકેશ રાહુલ, રિષભ પંત, ઇશાન કિશન
  • સ્ટેન્ડ બાય- શ્રેયસ ઐયર, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર​​
અન્ય સમાચારો પણ છે...