• Gujarati News
  • Sports
  • Cricket
  • IND Vs PAK | Hasan Ali Said We Will Remind India Of The Past In The T 20 World Cup; We Will Taste The Defeat Of The Champions Trophy Final Again

PAK ખેલાડીનું અભિમાન!:હસન અલીએ કહ્યું- અમે T-20 વર્લ્ડ કપમાં ઈન્ડિયાને ભૂતકાળ યાદ અપાવીશું; ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલની હારનો સ્વાદ ફરી ચખાડીશું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • 24 ઓક્ટોબરથી ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ટક્કર

આગામી T-20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં ફરી એકવાર ભૂતકાળનું પુનરાવર્તન કરશે. અમે ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલની જેમ ફરી હરાવીશું. હસન અલીએ વર્ચ્યુઅલ મીડિયા કોન્ફરન્સમાં કહ્યું હતું કે જ્યારે અમે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી ત્યારે અમે ઘણા સારા ફોર્મમાં હતા. હવે અમે આ ટૂર્નામેન્ટમાં પણ ઈન્ડિયન ટીમને હરાવવા ઉતરીશું. અમે અમારું બેસ્ટ આપીશું. આમ જોવા જઇએ તો ઈન્ડિયા સામેની દરેક મેચમાં અન્ય ટીમ સામે રમતા હોઇએ તેના કરતા વધારે પ્રેશર રહે છે, કારણ કે બંને દેશોના પ્રશંસકોની ઘણી આશા જોડાયેલી રહે છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

ઈન્ડિયા-પાકિસ્તાનની મેચ સૌથી વધુ લોકો જુએ છે
હસન અલીએ વધુમાં જણાવ્યું હતું કે ક્રિકેટની કોઇપણ ઈન્ટરનેશલ ટૂર્નામેન્ટ હોય તેમા જ્યારે ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ સૌથી વધારે પ્રશંસકો જુએ છે. એટલું જ નહીં જે લોકો સામાન્ટરીતે ક્રિકેટ નથી જોતા, તેવા પણ આ મેચ જોવા માટે ટીવી સામે બેસી જાય છે. તેથી પાકિસ્તાની ટીમ પણ આ મેચનું મહત્ત્વ જાણે છે અને અમે પોતાનું બેસ્ટ આપવા માટે મેદાનમાં ઉતરીશું.

વકાર અને મિસબાહની ફાઇલ તસવીર
વકાર અને મિસબાહની ફાઇલ તસવીર

મિસબાહ અને વકારના રાજીનામાથી નારાજ
વળી હસન અલીએ મિસબાહ અને વકારના રાજીનામા મુદ્દે પણ ઘટસ્ફોટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે વર્લ્ડ કપ પહેલા તેમને જ્યારે રાજીનામું આપ્યું તેનાથી મને ઘણું દુઃખ થયું છે. ઇમાનદારીથી કહું તો એક ખેલાડી તરીકે આ મારા હાથમાં નથી પરંતુ આ અંગે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ધ્યાન રાખશે. અમારું કાર્ય ક્રિકેટ રમવાનું છે અને ટીમને મેચ જીતાડવા પ્રયત્ન કરવાનું છે.

24 ઓક્ટોબરથી ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ટક્કર
શેડ્યૂલમાં જણાવ્યા પ્રમાણે T-20 વર્લ્ડ કપની પહેલી મેચ 17 ઓક્ટોબરથી ઓમાર અને પપુઆ ન્યૂગિની વચ્ચે રમાશે. વળી ઈન્ડિયા પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ રમશે. જોકે પહેલા વર્લ્ડ કપનું આયોજન ઈન્ડિયામાં થવાનું હતું પરંતુ કોરોના મહામારીના કારણે BCCIએ આ ટૂર્નામેન્ટ UAE અને ઓમાનમાં સ્થળાંતરિત કરવાનો નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...