તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Cricket
 • IND Vs NZ TOTAL STATS | WTC UPDATE | In International Cricket, Team India Leads NZ In All Three Formats; Double The Winning Rate In A Test Match, Find Out Whose Weight Is Heavier In The Final

IND vs NZના ઓવરઓલ સ્ટેટ્સ:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં NZથી અગ્રેસર; ટેસ્ટ મેચમાં બમણો વિનિંગ રેટ, જાણો ફાઈનલમાં કોનું પલડું ભારે

21 દિવસ પહેલા
 • કૉપી લિંક
વિરાટ કોહલી અને વિલિયમ્સનની ટીમની WTC ફાઈનલમાં 18 જૂને ટક્કર થશે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
વિરાટ કોહલી અને વિલિયમ્સનની ટીમની WTC ફાઈનલમાં 18 જૂને ટક્કર થશે. (ફાઈલ તસવીર)
 • અત્યારસુધી ઈન્ડિયન ટીમે NZ વિરૂદ્ધ 21 ટેસ્ટ, 55 વન-ડે અને 8 T-20 મેચ જીતી છે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 18 થી 22 જૂન વચ્ચે યોજાવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કોણ વિજેતા થશે એ અંગે અત્યારસુધી ઘણા ક્રિકેટ જગતના નિષ્ણાતોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. તેવામાં અત્યારસુધી ભારતનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ કેવું પ્રદર્શન રહ્યું છે, તથા WTC ફાઈનલ પહેલા ભારતીય ટીમના કોમ્બિનેશન તથા આંકડાઓની વિગતવાર માહિતીનો અભ્યાસ હાથ ધરીએ.....

ભારતીય ટીમે અત્યારસુધી ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ કુલ 59 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 21માં જીત પ્રાપ્ત કરી છે જ્યારે 26 ડ્રો રહી છે. તેવામાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 12 ટેસ્ટ મેચમાં ભારત વિરૂદ્ધ જીતી શકી છે. આ આંકડાઓના આધારે અનુમાન લગાવી શકાશે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆતથી જ ભારતે ટેસ્ટ ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રાખ્યું છે. તેવામાં WTC ફાઈનલ મેચમાં પણ ડેટાના આધારે જોઇએ તો ભારતના જીતવાના ચાન્સ થોડા વધારે જણાઈ રહ્યા છે.
(ભારત અને ન્યૂઝીલેન્ડની ટેસ્ટ શ્રેણી, ફેબ્રુઆરી 2020 સુધીની અપડેટેડ માહિતી)

ટેસ્ટ ફોર્મેટમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટક્કર
શ્રેણીઃ

ભારતીય ટીમે વર્ષ 1955-56માં પ્રથમવાર ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણી રમી હતી. આ શ્રેણીમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. અત્યારસુધી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 21 ટેસ્ટ શ્રેણી યોજાઈ છે. જેમાંથી ભારતે 11 શ્રેણીમાં જીત પ્રાપ્ત કરી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે 6 શ્રેણી પોતાને નામ કરી છે. આમાંથી 4 શ્રેણી ડ્રો રહી હતી.

વન-ડેમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટક્કર
ભારતીય ટીમે વર્ષ 1975-76માં પ્રથમવાર ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વન-ડે મેચ રમી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. અત્યારસુધી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 110 વન-ડે મેચ યોજાઈ છે. જેમાંથી ભારતે 55 મેચમાં જીત પ્રાપ્ત કરી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે 46 મેચ પોતાને નામ કરી છે. આમાંથી 1 મેચ ટાઈ રહી હતી, જ્યારે 5 મેચનું પરિણામ આવ્યું નહોતું.
(ભારત અને ન્યૂઝીલેન્ડની વન-ડે શ્રેણી, 2020 સુધીની અપડેટેડ માહિતી)

T-20 ફોર્મેટમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટક્કર
શ્રેણીઃ
ભારતીય ટીમે વર્ષ 2008/09માં પ્રથમવાર ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ T-20 શ્રેણી (બાઈલેટરલ સીરીઝ) રમી હતી. આ શ્રેણીમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. અત્યારસુધી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 7 T-20 શ્રેણી યોજાઈ છે. (આ તમામ શ્રેણીનો સમાવેશ બાઈલેટરલ સીરીઝમાં થતો નથી) જેમાંથી ભારતે 3 શ્રેણીમાં જીત પ્રાપ્ત કરી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે 3 શ્રેણી પોતાને નામ કરી છે. આમાંથી 1 શ્રેણી (નોન-બાઈલેટરલ સીરીઝ) અન્ય ટીમ દ્વારા જીતવામાં આવી હતી.

મેચઃ
અત્યારસુધી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 17 T-20 મેચ યોજાઈ છે. જેમાંથી ભારતે 8 મેચમાં જીત પ્રાપ્ત કરી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે 8 મેચ પોતાને નામ કરી છે. આમાંથી 1 મેચને રદ કરાઈ હતી.
(ભારત અને ન્યૂઝીલેન્ડની T-20 શ્રેણી, ફેબ્રુઆરી 2020 સુધીની અપડેટેડ માહિતી)

WTC ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના સાઉથહેમ્પ્ટન ખાતે યોજાવા જઈ રહી છે. મેચમાં જો ડ્રો અથવા ટાઈ થાય એવી પરિસ્થિતિમાં 23મી જૂનનો એક દિવસ સ્પેશિયલ રિઝર્વ રાખવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ અત્યારે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ મેચ રમી રહી છે. જ્યારે ભારતીય ટીમ સાઉથ હેમ્પટનમાં ક્વોરન્ટીન છે. ભારતીય ખેલાડી ઇંગ્લેન્ડમાં માત્ર 3 દિવસ ક્વોરન્ટીનમાં રહેશે. ટીમ ઇન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પહેલાં 12 દિવસ પ્રેક્ટિસ કરી શકશે.

ઓસ્ટ્રેલિયા મોડેલ શું છે?

 • ગયા વર્ષે નવેમ્બરમાં આઈપીએલ બાદ ઓસ્ટ્રેલિયા ગયેલી ટીમ ઈન્ડિયાને 3 દિવસના ક્વોરન્ટીનમાંથી પસાર થવું પડ્યું હતું.
 • આ પછી, ખેલાડીઓને પ્રેક્ટિસ અને ટ્રેનિંગની મંજૂરી આપવામાં આવી હતી.
 • જો કે, તેઓ હોટલમાં તેમના રૂમમાંથી બહાર નીકળી શકતા નહોતા.
 • બોર્ડે કહ્યું કે તેઓ આ મોડેલ અંગે ઇસીબી સાથે વાત કરી રહ્યા છે.
 • ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સારી પ્રેક્ટિસને કારણે ભારતે ટી -20 અને ટેસ્ટ શ્રેણી જીતી હતી.

ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો એક જ હોટલમાં ક્વોરન્ટીન

 • ​​​​​​​સાઉથ હેમ્પ્ટનમાં ડબ્લ્યુટીસીના ફાઇનલમાં ભાગ લેનારી બીજી ટીમ ન્યૂ ઝીલેન્ડના ખેલાડીઓ પણ ક્વોરન્ટીનમાં છે.
 • તે 17 મેના રોજ ઇંગ્લેન્ડ પહોંચ્યા હતા. તેમને પણ 21 મેથી 3 દિવસ કડક ક્વોરન્ટીન બાદ પ્રેક્ટિસ કરવાની છૂટ મળી હતી.
 • તેઓ ફાઇનલ પહેલાં ઇંગ્લેન્ડ સામે 2 અને 10 જૂનના રોજ 2 ટેસ્ટ રમશે.
 • ભારત અને ન્યૂ ઝીલેન્ડના ખેલાડીઓ એક જ હોટેલમાં ક્વોરન્ટીન કરવામાં આવશે.

ઇંગ્લેન્ડના બોર્ડ દ્વારા પરિવારને મંજૂરી આપવામાં આવી નથી​​​​​​​

 • ઇસીબીએ ભારતીય ખેલાડીઓ માટેના નિયમોમાં છૂટછાટ આપી છે. પરંતુ તેમના પરિવારના સભ્યોને તેમને હજી ઇંગ્લેન્ડ લાવવાની મંજૂરી આપવામાં આવી નથી.
 • લાંબા પ્રવાસના કારણે બીસીસીઆઈએ વિરાટ એન્ડ કંપનીને પરિવારને સાથે રાખવાની મંજૂરી આપી હતી.
 • આ અંગે બોર્ડ હજી ઇસીબીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
 • 19 મેથી મુંબઇના બાયો-બબલમાં ખેલાડીઓ તેમજ તેમના પરિવારોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોએ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રશંસનીય પ્રદર્શન દાખવ્યું છે. જોકે, ટોપ-6 ક્રમાંકના બેટ્સમેનની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડની ટીમનું પલડું થોડું ભારે જણાઇ રહ્યું છે.

WTC ફાઈનલ માટે ભારતીય ટીમ

અન્ય સમાચારો પણ છે...