રોહિત-દ્રવિડ યુગની વિજયી શરૂઆત:રોમાંચક મેચમાં ભારતે 5 વિકેટથી NZને હરાવ્યું, રિષભ પંતે ચોગ્ગો મારી 2 બોલ પહેલા મેચ જિતાડી

11 દિવસ પહેલા

જયપુરમાં રમાઈ રહેલી પહેલી T-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 6 વિકેટના નુકસાને 164 રન કર્યા છે. આ ઈનિંગમાં માર્ટિન ગપ્ટિલ (70) કીવી ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. તેવામાં ઈન્ડિયન ટીમે 2 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 5 વિકેટથી મેચ જીતી લીધી છે. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 62 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી છે. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો....

165 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ઈન્ડિયન ટીમની શરૂઆત સારી રહી હતી. રોહિત શર્મા અને કે.એલ.રાહુલ વચ્ચે પહેલી વિકેટ માટે 50 રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યારપછી ન્યૂઝીલેન્ડના સ્ટાર સ્પિનર મિચેલ સેન્ટનરે કે.એલ.રાહુલને પેવેલિયન ભેગો કર્યો હતો. 109 રન પર ઈન્ડિયન ટીમની બીજી વિકેટ પડી હતી. સૂર્યકુમાર યાદવ સાથે 59 રનની પાર્ટનરશિપ નોંધાવ્યા પછી રોહિત શર્મા પેવેલિયન ભેગો થયો હતો. ટ્રેંટ બોલ્ટે રોહિત શર્માને (48 રન) આઉટ કર્યો હતો. સૂર્યકુમાર યાદવે 35 રનની પાર્ટનરશિપ પંત સાથે નોંધાવી હતી, ત્યારપછી તેને ટ્રેંટ બોલ્ટે ક્લિન બોલ્ડ કર્યો હતો. આ ઈનિંગમાં સૂર્યકુમાર યાદવે 3 સિક્સ અને 6 ચોગ્ગા સાથે 40 બોલમાં 62 રન કર્યા હતા.

  • રોહિત શર્મા 5 ચોગ્ગા અને 2 છગ્ગાની સહાયથી 36 બોલમાં 48 રન કર્યા
  • 7મી T20I ઈનિંગમાં સૂર્યકુમાર યાદવે ત્રીજી ફિફ્ટી મારી

અશ્વિને એક ઓવરમાં 2 વિકેટ લીધી

  • માર્ટિન ગપ્ટિલ અને ચેપમેન વચ્ચે 100+ રનની પાર્ટનરશિપ થઈ ગયા પછી રોહિત શર્માએ અશ્વિનને બોલિંગ આપી હતી.
  • આ તકનો લાભ ઉઠાવી અશ્વિને ઈનિંગની 14મી ઓવરના બીજા અને પાંચમા બોલ પર બેક ટુ બેક વિકેટ લીધી હતી. પહેલા તેણે ચેપમેન (63 રન) અને ગ્લેન ફિલિપ્સ (0 રન)ને આઉટ કર્યા હતા.

ટોસ હાર્યાપછી ન્યૂઝીલેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઈનિંગની પહેલી વિકેટ 1 રનના સ્કોર પર પડી હતી. ભુવનેશ્વર કુમારે ડેરિલ મિચેલને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. જોકે ત્યારપછી માર્ટિન ગપ્ટિલ અને ચેપમેને ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન બંને વચ્ચે 109 રનની પાર્ટનરશિપ થઈ હતી.

  • ડેરિલ મિચેલ 21 T20I ઈનિંગમાં પહેલીવાર શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો.

કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં ચાહકોની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. જોકે, પ્રવેશ પહેલાં પ્રેક્ષકોએ વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા RT-PCR રિપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • ઈન્ડિયાઃ રોહિત શર્મા (C), કે.એલ.રાહુલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, રિષભ પંત, વેંકટેશ અય્યર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દિપક ચાહર, મોહમ્મદ સિરાજ
  • ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગપ્ટિલ, ડેરિલ મિચેલ, માર્ક ચેપમેન, ટિમ સેફર્ટ, રચિન રવીંદ્ર, મિચેલ સેન્ટનર, ટિમ સાઉદી (C), ટોડ એસ્ટલ, લોકી ફર્ગ્યૂસન, ટ્રેંટ બોલ્ટ, ગ્લેન ફિલિપ્સ

મેચની જાણકારી, ન્યૂઝીલેન્ડ ટૂર ઓફ ઈન્ડિયા

સ્ટેડિયમસવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર
સત્ર2021/22
મેચ નંબરT20I નં. 1434
મેચ ડે17 નવેમ્બર 2021
અમ્પાયર્સકે.એન.અનંતપજ્ઞનાભન, વીરેન્દ્ર શર્મા
ટીવી અમ્પાયરઅનિલ ચૌધરી
રિઝર્વ અમ્પાયરજયરામન મદનગોપાલ
મેચ રેફરીમનુ નય્યર
આ મેચ પહેલાના આંકડા
આ મેચ પહેલાના આંકડા
આ મેચ પહેલાના આંકડા
આ મેચ પહેલાના આંકડા
અન્ય સમાચારો પણ છે...