• Gujarati News
  • Sports
  • Cricket
  • IND Vs NZ| India Captain And Vice captain Also Failed In Kanpur, Pujara Could Not Score A Century From 39 Innings

રહાણે-પુજારા ફરી ફ્લોપ:ભારતના કેપ્ટન અને વાઈસ કેપ્ટન કાનપુરમાં પણ ફેલ, પુજારા 39 ઈનિંગથી સદી મારી શક્યો નથી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેમિસન આગળ ભારતના દિગ્ગજ બેટર ફેલ

કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. જોકે આ દરમિયાન ટીમના અનુભવી ખેલાડી મોટી ઈનિંગ રમી હાઈસ્કોર સુધી ટોટલ પહોંચાડવામાં અસમર્થ રહ્યા હતા. વિરાટની ગેરહાજરીમાં કેપ્ટન રહાણે અને વાઈસ કેપ્ટન પુજારા ફરી એકવાર સારું પ્રદર્શન દાખવવામાં નિષ્ફળ રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા ઘણા સમયથી રહાણે-પુજારા સેટ થયા પછી પણ મોટી ઈનિંગ રમી શકતા નથી. જેના પરિણામે તેમના ફોર્મ અંગે ઘણા સવાલ ઉઠી રહ્યા છે.

અનુભવી ખેલાડીનું ફોર્મ ચિંતાનો વિષય, રહાણેને જીવનદાન મળ્યું
49.1 ઓવરના પહેલા બોલ પર કાઈલ જેમિસને રહાણે વિરૂદ્ધ કોટ બિહાઈન્ડ માટે અપિલ કરી છે. જેને અમ્પાયરે પણ આઉટ આપી દીધો હતો. જોકે રહાણેએ આ નિર્ણયને પડકારી DRS લીધો હતો જેમાં તે નોટઆઉટ જાહેર થતા ઈન્ડિયન ટીમના કેપ્ટનને જીવનદાન મળ્યું હતું. જોકે તે આનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને આ જ ઓવરમાં રહાણે આઉટ થઈ ગયો હતો. કેપ્ટન રહાણે 63 બોલમાં 35 રન કરી પેવેલિયન ભેગો થતા તેના ફોર્મ સામે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

પુજારા પણ ખરાબ ફોર્મમાં, 39 ઈનિંગથી શતકનો દુષ્કાળ
ચેતેશ્વર પુજારાએ પોતાની છેલ્લી ટેસ્ટ સદી 3 જાન્યુઆરી 2019ના દિવસે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ફટકારી હતી. ત્યારપછી 23 ટેસ્ટ મેચની 39 ઈનિંગમાં તેણે સારુ પ્રદર્શન દાખવી 91 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જોકે આ દરમિયાન ચેતેશ્વર પુજારા 27.78ની એવરેજથી માત્ર 11 અર્ધસદી મારી શક્યો છે. તેવામાં કાનપુર ટેસ્ટમાં પણ પુજારા 88 બોલમાં 26 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

  • ગિલ અને પુજારા વચ્ચે ત્રીજીવાર 50+ રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી
  • સાઉદીએ ચોથીવાર પુજારાને આઉટ કર્યો

જેમિસન આગળ ભારતના દિગ્ગજ બેટર ફેલ

  • કાઈલ જેમિસને પહેલા સેશનથી આક્રમક બોલિંગ કરી હતી. કીવી બોલરે સૌથી પહેલા 8મી ઓવરમાં મયંક અગ્રવાલને પેવેલિયન ભેગો કરી ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ પાડી હતી.
  • ત્યારપછી જેમિસને 30મી ઓવરના છેલ્લા બોલ પર શુભમન ગિલને ક્લિન બોલ્ડ કરી આઉટ કર્યો હતો.
  • ઈન્ડિયન ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે પણ 50મી ઓવરમાં જેમિસનની બોલિંગ દરમિયાન પેવેલિયન ભેગા થતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. રહાણે જ્યારે આઉટ થયો ત્યારે ઈન્ડિયાનો સ્કોર 145/4 હતો.
અજિંક્ય રહાણેએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
અજિંક્ય રહાણેએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી

બંને ટીમની પ્લેઇંગ-11

  • IND- શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા (વાઈસ કેપ્ટન), અજિંક્ય રહાણે (કેપ્ટન), શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ.
  • NZ- ટોમ લેથમ, વિલ યંગ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રોસ ટેલર, હેનરી નિકોલસ, ટોમ બ્લંડેલ, રચિન રવી્દ્ર, ટિમ સાઉથી, એજાઝ પટેલ, કાઈલ જેમિસન, વિલિયમ સોમરવિલે
અન્ય સમાચારો પણ છે...