• Gujarati News
 • Sports
 • Cricket
 • IND Vs NZ| 2nd TEST | Rain Likely On The First Day Of The Match In Mumbai, Ashwin Will Hit A Record Hat trick As Soon As He Takes 8 Wickets

IND v/s NZ, 2nd ટેસ્ટ DAY-1 સ્ટમ્પ્સ:મુંબઈના વાનખેડેમાં મયંકની તોફાની બેટિંગ, 13 ઈનિંગ પછી ટેસ્ટ કરિયરની ચોથી સદી ફટકારી; ઈન્ડિયાનો સ્કોર 221/4

2 મહિનો પહેલા
 • વિરાટ કોહલીને આઉટ અપાતા વિવાદ સર્જાયો, ફેન્સ સહિત કોમેન્ટેટર્સ ભડક્યા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો પહેલા દિવસની ગેમ પૂરી થઈ ગઈ છે. DAY-1 સ્ટમ્પ્સ સુધી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 221 રન હતો. અત્યારે ટીમના ઓપનર મયંક અગ્રવાલ 120 અને વિકેટકીપર રિદ્ધિમાન સાહા 25 રને અણનમ છે. ન્યૂઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે ચારેય વિકેટ લીધી છે. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો.....

વિરાટ ખરાબ અમ્પાયરિંગનો શિકાર!.. સમગ્ર ઘટના અંગે જાણવા અહીં ક્લિક કરો...
ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વિરાટની વિકેટ બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ મેચમાં ટોસ જીતી કેપ્ટન કોહલીએ બેટિંગ પસંદ કરી હતી. આ દરમિયાન ઈન્ડિયન ઓપનર વચ્ચે 80 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી, જોકે ત્યારપછી ગિલ-પુજારા અને વિરાટ બેક ટુ બેક પેવેલિયન ભેગા થતા ઈન્ડિયન ટીમને ફટકો પડ્યો હતો. તેવામાં વિરાટ કોહલીના બેટની ઈનસાઈડ એડ્જ લીધા પછી બોલ પેડ પર વાગ્યો હોવા છતા તેને LBW આઉટ આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

13 ઇનિંગ્સ પછી મયંકે સદી મારી
મયંક અગ્રવાલે પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી 196 બોલમાં પૂરી કરી છે. તેણે 13 ઇનિંગ્સ બાદ આ સદી ફટકારી છે. તમને જણાવી દઈએ કે ખરાબ ફોર્મના કારણે મયંકને ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ પ્લેઈંગ-11માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તેણે કાનપુર ટેસ્ટમાંથી ટીમમાં વાપસી કરી હતી. ન્યૂઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટમાં પણ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, પરંતુ આજે મુંબઈમાં મયંકે ફોર્મમાં પરત ફરીને શાનદાર સદી ફટકારી છે.

રિદ્ધિમાન સાહાએ 17 બોલ પછી સિક્સર વડે પોતાનું ખાતું ખોલાવ્યું હતું.

અય્યર મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો
કાનપુરમાં યાદગાર ડેબ્યૂ કરનાર શ્રેયસ અય્યર પ્રથમ ઈનિંગમાં એજાઝ પટેલની ઓવરમાં 18 રને આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. આઉટ થતા પહેલા તેણે ઓપનર મયંક અગ્રવાલ સાથે ચોથી વિકેટ માટે 106 બોલમાં 80 રન જોડ્યા હતા.

ગિલ-મયંક વચ્ચે 80 રનની પાર્ટનરશિપ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતની શરૂઆત સારી રહી હતી. શુભમન ગિલ અને મયંક અગ્રવાલે પહેલી વિકેટ માટે 80 રન જોડ્યા હતા. તેવામાં એજાઝ પટેલે આ પાર્ટનરશિપ પર બ્રેક લગાવી હતી અને તેણે પહેલી સ્લિપમાં ગિલ (44)ને રોસ ટેલરના હાથે કેચ કરાવી કિવી ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. 80ના સ્કોર પર એજાઝ પટેલે ઈન્ડિયન ટીમની બીજી વિકેટ પાડી દીધી હતી, તેણે ચેતેશ્વર પુજારાને ક્લિન બોલ્ડ કર્યો હતો. ચેતેશ્વર પુજારા શૂન્ય રન કરી પેવેલિયન ભેગો.

આ પણ એક અનોખો સંયોગ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ આવું ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે બે વિરોધી ટીમના ખેલાડીઓ એક જ મેચમાં રમતા હોય અને બંનેનો જન્મ એક જ શહેરમાં થયો હોય. ઉલ્લેખનીય છે કે આ મેચમાં રમતા ઈન્ડિયન ટીમના બેટર શ્રેયસ અય્યરનો જન્મ મુંબઈમાં થયો હતો અને ન્યૂઝીલેન્ડના લેફ્ટ આર્મ સ્પિનર ​​એજાઝ પટેલનો જન્મ પણ મુંબઈમાં થયો હતો.

વિરાટ કોહલી ટોસમાં બોસ!
મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વિરાટે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી છે. આની સાથે જ વિરાટે પોતાને નામ એક ચોંકવનારો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઈન્ડિયન ટીમના કેપ્ટન કોહલી લિમિટેડ ઓવર ફોર્મેટમાં ટોસ હારી રહ્યા છે. તેવામાં આજે ટેસ્ટ મેચમાં ટોસ જીતી કોહલી, ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ ટોસ જીતવાના રેકોર્ડમાં મોહમ્મદ અઝહરુદ્દીનની (29 ટોસ) બરાબરી કરી લીધી છે.

 • વિરાટ કોહલીએ અત્યારસુધી ટેસ્ટ મેચમાં 29* ટોસ જીત્યા છે.
 • આની સાથે કોહલીએ મોહમ્મદ અઝહરુદ્દીના 29 ટોસ જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
 • મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીતે ટેસ્ટ મેચમાં 26 ટોસ જીત્યા છે.
 • સુનીલ ગાવસ્કરે કેપ્ટન તરીકે કુલ 22 ટોસ જીત્યા છે.

આજે 78 ઓવરની ગેમ રમાશે
મેચનું પ્રથમ સત્ર ખરાબ આઉટફિલ્ડના નામે રહ્યું હતું. હવે બીજું સત્ર 12 વાગ્યાથી 2:40 વાગ્યા સુધી રમાશે. તે જ સમયે, ત્રીજું સત્ર બપોરે 3 થી 5:30 સુધી રહેશે. તેવામાં પહેલા દિવસે લગભગ 78 ઓવરની જ રમત રમાઈ શકે છે.

બંને ટીમના અનુભવી ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં બહાર
કાનપુર ટેસ્ટના અંતિમ દિવસે ફિલ્ડિંગ કરતી વખતે ફાસ્ટ બોલર ઈશાંત શર્માની આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે બીજી મેચમાંથી બહાર થઈ ગયો છે. એ જ સમયે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણા હાથમાં ઈજા થઈ હતી. સ્કેન પછી જાણવા મળ્યું કે તેના ખભામાં સોજો છે, જેથી તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણેને ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં ઈજા પહોંચી હોવાથી મુંબઈ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ત્રણેય આ ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે ફિટ નથી.

 • કિવી કેપ્ટન કેન વિલિયમ્સન પણ કોણીની ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ટોમ લેથમ કેપ્ટનશિપ સંભાળશે.

મુંબઈમાં બંને ટીમની નજર ટેસ્ટ જીતી સિરીઝ પોતાને નામ કરવા પર રહેશે. વળી, વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને કિવી ટીમના ખેલાડી ઘણા રેકોર્ડ્સ પોતાને નામ કરી શકે છે. તો ચલો, આપણે પિચ રિપોર્ટ અને વેધર રિપોર્ટ સહિતની માહિતી મેળવીએ....

બંને ટીમ-

 • IND: મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (c), શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા (w), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.
 • NZ: ટોમ લેથમ (c), વિલ યંગ, ડેરીલ મિચેલ, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, ટોમ બ્લંડેલ (w), રચિન રવિન્દ્ર, કાઈલ જેમિસન, ટિમ સાઉથી, વિલિયમ સોમરવિલે, એજાઝ પટેલ

IND v/s NZ, હેડ ટુ હેડ

 • ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓવરઓલ કુલ 61 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 21 અને ન્યૂઝીલેન્ડે 13 મેચ જીતી છે, જ્યારે આ બંને વચ્ચે 27 મેચ ડ્રો રહી છે.
 • ભારતમાં આ બંને ટીમ વચ્ચે કુલ 35 મેચ રમાઈ છે, જેમાં ઈન્ડિયન ટીમે 16 તથા ન્યૂઝીલેન્ડે 2 મેચ જીતી છે. આ દરમિયાન કુલ 17 મેચ ડ્રો પણ રહી છે.

ક્યાં જોઈ શકાશે

 • દિવ્યભાસ્કર એપ પર વિગતવાર LIVE અપડેટ
 • TV- સ્ટારસ્પોર્ટ્સ નેટવર્ક તથા ડિઝ્ની પ્લસ હોટસ્ટાર

પિચ એન્ડ કંડિશન
મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પિચ પેસર્સ અને સ્પિનર્સ બંનેને સમાન મદદ કરી શકે છે. એવામાં બીજી ટેસ્ટ મેચ દરમિયાન પહેલા દિવસે પેસર્સને સારી સહાય મળશે, ત્યાર પછી પિચ પર જેમ-જેમ ગેમ વધુ રમાશે એમ એમ સ્પિનર્સને સહાય મળશે.

વેધર- 'જવાદ' વાવાઝોડા મુદ્દે અલર્ટ
આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જવાદ વાવાઝોડાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન જવાદ શનિવારે સવાર સુધીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં દસ્તક આપી શકે છે. દરમિયાન હવામાન વિભાગે 3 ડિસેમ્બરથી ઓડિશાના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના રેડ અલર્ટની ચેતવણી જારી કરી છે.

 • આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં, ઉત્તરી-મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
 • 130 વર્ષ પછી પહેલીવાર ડિસેમ્બરમાં આવી રહ્યો છે ચક્રવાત.
 • 1964માં ડિસેમ્બરમાં દક્ષિણ આંદામાન સાગરમાં ચક્રવાત ઊભો થયો હતો.
 • મુંબઈમાં આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ખેડવા નહીં જવાનો સંદેશ અપાયો છે

ઓમિક્રોનથી વિરાટ પણ ચિંતિત, ટીમમાં ટૂરને લઈને ચર્ચાઓ
ઈન્ડિયન કેપ્ટન (ટેસ્ટ-વનડે) વિરાટ કોહલીએ મુંબઈમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પહેલાં આયોજિત પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન કહ્યું- અમે BCCI સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમારે વધુ સ્પષ્ટતાની જરૂર છે અને આશા છે કે આગામી સપ્તાહ સુધી અમારી પાસે પણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. રાહુલ દ્રવિડે તમામ સિનિયર ખેલાડીઓ સાથે વાતચીત કરી છે. અમે સામાન્ય પરિસ્થિતિમાં રમી રહ્યા નથી, તેથી સુરક્ષા મુદ્દે અમે દરેક સ્ટાફ મેમ્બર અને ખેલાડી સાથે વાતચીત કરી રહ્યા છીએ. અત્યારે અમારું ફોકસ મુંબઈ ટેસ્ટ પર છે અને ત્યાં સુધીમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ મુદ્દે પણ ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના છે.

અશ્વિન પાસે 3 રેકોર્ડ તોડવાની તક

 • મુંબઈ ટેસ્ટમાં 6 વિકેટ લેતાંની સાથે જ રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો 12મો ખેલાડી બની જશે.
 • અશ્વિન જો બીજી મેચમાં 8 વિકેટ લેશે તો ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝમાં 8 વિકેટ લેશે તો તે IND vs NZ વચ્ચે રમાયેલી મેચમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની જશે.
 • વળી, 8 વિકેટની સાથે અશ્વિન વાનખેડેમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ બની જશે.

ટિમ સાઉથી પાસે ભારત વિરુદ્ધ બેસ્ટ પેસર બનવાની તક

 • કિવી બોલર ટિમ સાઉથીએ ભારત વિરુદ્ધ 10 ટેસ્ટ મેચમાં 52 વિકેટ લીધી છે.
 • વાનખેડેમાં સાઉથી જો 6 વિકેટ લેશે તો IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો બોલર બની જશે.
અન્ય સમાચારો પણ છે...