• Gujarati News
  • Sports
  • Cricket
  • IND Vs NZ 1ST TEST| Shubhaman Gill Received 2 Lives, First Rescued By DRS And Then By Kiwi Team; Shreyas Became The 303rd Player To Make His Test Debut

ગિલ માટે દિવસ શુભ:ઈન્ડિયન ઓપનરને 2 જીવનદાન મળ્યા, પહેલા DRS અને પછી NZ ટીમે બચાવ્યો; તકનો લાભ ઉઠાવી ગિલે ફિફ્ટી ફટકારી

3 દિવસ પહેલા
એજાઝ પટેલની ઓવરમાં ગિલ વિરુદ્ધ NZના એકપણ ખેલાડીએ અપીલ કરી નહોતી. તેની ગણતરીની ઓવરમાં ગિલે વિસ્ફોટક બેટિંગ કરી સિક્સર ફટકારી.
  • શ્રેયસ અય્યર ભારત તરફથી ટેસ્ટમાં ડેબ્યુ કરનારો 303મો ખેલાડી બની ગયો છે

કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં શુભમન ગિલને 2 વાર જીવનદાન મળ્યાં છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પહેલી ટેસ્ટ મેચમાં રહાણેએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. ત્રીજી અને સાતમી ઓવરમાં ગિલને જીવનદાન મળ્યાં હતાં. પહેલા તો અમ્પાયરના ખોટા નિર્ણયને પગલે તેને DRSએ બચાવ્યો અને પછી NZની ટીમ સાતમી ઓવરમાં LBW અપીલ કરવામાં નિષ્ફળ રહી હતી. જોકે આ તકનો લાભ ઉઠાવી અત્યારે ગિલ વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે અને ઈન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં ચોથી ફિફ્ટી પર ફટકારી હતી. જોકે કાઈલ જેમિસને શુભમન ગિલને (52 રન) ઈનિંગની 30મી ઓવરમાં ક્લિન બોલ્ડ કર્યો હતો.

સાઉથીની ઓવરમાં અમ્પયારે શુભમન ગિલને LBW આઉટ આપી દીધો હતો. DRSએ બચાવ્યો.
સાઉથીની ઓવરમાં અમ્પયારે શુભમન ગિલને LBW આઉટ આપી દીધો હતો. DRSએ બચાવ્યો.

ત્રીજી ઓવરમાં DRSએ ગિલને બચાવ્યો
ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ટિમ સાઉથીએ શુભમિન ગિલ વિરુદ્ધ LBW અપીલ કરી હતી, જેને અમ્પયારે આઉટ આપી દેતાં લગભગ ઈન્ડિયન ટીમની પહેલી વિકેટ પડી ગઈ હતી. જોકે શુભમન ગિલે DRSનો ઉપયોગ કરીને આ નિર્ણયને પડકાર્યો હતો, જેને પરિણામે રિવ્યુમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે ઈન્સાઈડ એડ્જ વાગ્યા પછી ગિલના પેડ પર બોલ વાગ્યો હતો, જેથી અમ્પાયરને આ નિર્ણય બદલવો પડ્યો અને ગિલને જીવનદાન મળ્યું હતું.

7મી ઓવરમાં NZ ટીમે અપીલ જ ન કરી

  • ઈનિંગની 7મી ઓવર કરવા માટે કેન વિલિયમ્સને એજાઝ પટેલની પસંદગી કરી હતી. તેણે પોતાની પહેલી ઓવરથી જ શુભમન ગિલને મુશ્કેલીમાં મૂકી દીધો હતો.
  • એજાઝ ઓવરના પહેલા બોલ પર જ ગિલના બેટની આઉટસાઈડ એડ્જ લઈને બોલ એક ટપ્પી ખાયને સીધો પહેલી સ્લિપમાં પહોંચ્યો હતો.
  • પાંચમા બોલ પર શુભમન ગિલ LBW આઉટ હતો, પરંતુ કિવી ટીમના એકપણ ખેલાડીએ એની વિરુદ્ધ અપીલ નહોતી કરી અને વળી, બોલરને પણ એમ લાગ્યું કે તે નોટઆઉટ છે.
  • ઉલ્લેખનીય છે કે ગિલે સ્ટેપઆઉટ કર્યું હોવાથી બધા અસમંજસમાં મુકાયા હતા.
  • ઓવર પૂરી થયા પછી તેની LBW અપીલ પર નજર ફેરવતાં જાણ થઈ હતી કે ગિલ આઉટ હતો. એજાઝનો બોલ સીધો લેગ સ્ટમ્પને હિટ કરતો જોવા મળ્યો હતો.

ગિલની ફિફ્ટી, પૂજારા સાથે 61 રનની પાર્ટનરશિપ IND v/s NZ લાઈવ મેચની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો...
મયંક અગ્રવાલના આઉટ થયા પછી શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ ભારતની ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન ગિલે પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી ફિફ્ટી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્જરી થયા પછી કમબેક કરી રહેલા ગિલને 2 જીવનદાન પણ મળ્યા હતા, પરંતુ તેણે આ તકનો લાભ ઉઠાવી ઈન્ટરનેશનલ ટેસ્ટ ફોર્મેટમાં પોતાની ચોથી ફિફ્ટી ફટકારી હતી. આની સાથે ગિલ અને પુજારા વચ્ચે 61 રનની પાર્ટનરશિપ પણ થઈ હતી.

  • લંચ બ્રેક સુધી ઈન્ડિયન ટીમનો સ્કોર 82/1 હતો
  • શુભમન ગિલ ફિફ્ટી ફટકાર્યા બાદ 52 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. કાઈલ જેમિસને તેને ક્લિન બોલ્ડ કર્યો હતો.

303મો ખેલાડી બન્યો અય્યર

  • શ્રેયસ અય્યર ભારત તરફથી ટેસ્ટમાં ડેબ્યુ કરનારો 303મો ખેલાડી બની ગયો છે. ટોસ પહેલાં પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે ટેસ્ટ કેપ અય્યરને સોંપી હતી.
  • 26 વર્ષીય અય્યરે વર્ષ 2017માં ભારત માટે તેની પ્રથમ ODI અને T20I રમી હતી.
  • અત્યારસુધી રમાયેલી 22 ODIમાં તેણે 42.79ની એવરેજથી 813 રન અને 31 ઈન્ટરનેશનલ T20 મેચમાં 27.62ની એવરેજથી 580 રન કર્યા છે.

વિરાટ, રોહિત સહિત 6 ખેલાડીને આરામ અપાયો
વિરાટ કોહલીને આ મેચમાંથી આરામ અપાયો છે. રોહિત શર્મા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આખી સિરીઝમાંથી આરામ અપાયો છે. વળી, કે.એલ.રાહુલ મેચના 2 દિવસ પહેલાં ઈજાગ્રસ્ત થતાં આ સિરીઝની બહાર થઈ ગયો છે. એવામાં હવે દ્રવિડ યુવા ખેલાડીને તેમના સ્થાને તક આપી ટીમનું કોમ્બિનેશન નક્કી કરશે. રહાણેની કેપ્ટનશિપમાં ભારતે અત્યારસુધી 5 ટેસ્ટ મેચ રમી છે અને જેમાં 4માં ટીમે જીત મેળવી છે. ત્યારે 1 મેચ ડ્રો રહી છે.

ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારતનું પ્રદર્શન
ટીમ ઈન્ડિયાએ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં અત્યારસુધી 22 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 7 મેચમાં ટીમ જીતી છે જ્યારે 3માં હારનો સામનો કર્યો છે. વળી, આ સ્ટેડિયમમાં 12 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ અહીં છેલ્લી મેચ 1983માં વેસ્ટ ઈન્ડીઝ સામે હારી હતી. ત્યાર પછી ઈન્ડિયાએ અહીં 8 ટેસ્ટ મેચ રમી છે, તેમાં 5 જીતી છે, જ્યારે 3 ડ્રો રહી છે, એટલે કે કાનપુરની આ પિચ પર ટીમ ઈન્ડિયા છેલ્લાં 38 વર્ષથી એકપણ મેચ હારી નથી.

જીતની હેટ્રિક લગાવી ચૂકી છે ટીમ ઈન્ડિયા
ઈન્ડિયન ટીમે ગ્રીન પાર્કમાં છેલ્લી ત્રણ મેચ જીતી છે. 2008માં ઈન્ડિયાએ અહીં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી, 2009માં શ્રીલંકાને 1 ઈનિંગ અને 144 રનથી અને પછી 2016માં ન્યૂઝીલેન્ડને 197થી હરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...