• Gujarati News
  • Sports
  • Cricket
  • IND VS ENG|DAY 5 | Bumrah Shami Batted Aggressively At Lord's; Also Had Heated Conversation With The English Fielders, Kohli Cheered Them On

પૂંછડિયા બેટ્સમેનનો 360 ડીગ્રી અવતાર:લોર્ડ્સમાં બુમરાહ-શમીએ આક્રમક બેટિંગ કરી; ઇંગ્લિશ ફિલ્ડર્સને પણ ધમકાવ્યા, કોહલી પણ ગુસ્સે થયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇંગ્લિશ ટીમને બુમરાહ સાથે વિવાદ મોંઘો પડ્યો, શમી સાથે 89* રનની પાર્ટનરશિપ નોંધાવી. - Divya Bhaskar
ઇંગ્લિશ ટીમને બુમરાહ સાથે વિવાદ મોંઘો પડ્યો, શમી સાથે 89* રનની પાર્ટનરશિપ નોંધાવી.
  • ચહલે બોલિવૂડ સ્ટાઇલમાં પૂંછડિયા બેટ્સમેનની પ્રશંસા કરી, ટ્વીટ વાઇરલ

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના નિર્ણાયક દિવસે રોમાંચક કિસ્સાઓ સામે આવ્યા હતા. પાંચમા દિવસે બુમરાહ અને શમીની પાર્ટનરશિપથી નારાજ થઈ ઇંગ્લિશ પ્લેયર્સે તેમને સ્લેડ્જ કરવાનું શરૂ કર્યું હતું. રસપ્રદ વાત એ રહી કે બંને ઈન્ડિયન્સે પણ તેમને બેટની સાથે શબ્દોથી પ્રહાર કરી તેમને વળતો જવાબ આપ્યો હતો. બંનેના આક્રમક વલણને જોતાં વિરાટ કોહલી સહિત અન્ય ટીમ મેમ્બર્સે પણ બુમરાહ-શમીની જોડીને ચિયર કરી હતી. વળી, યુઝવેન્દ્ર ચહલે તો બોલિવૂડ સ્ટાઇલમાં ડાયલોગ કરી લોઅર ઓર્ડરની પ્રશંસા કરી હતી. તો ચલો, આપણે આ સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતવાર માહિતી મેળવીએ.....

92મી ઓવર પછી બુમરાહ અને બટલર ઝઘડ્યા
ઇંગ્લેન્ડના ખેલાડીઓને વિકેટ્સ ન મળતાં બુમરાહનું ધ્યાન ભંગ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ઈનિંગની 92મી ઓવર પૂરી થયા પછી જોસ બટલરે બુમરાહને સ્લેડ્જ કરવાનું શરૂ કર્યું હતું. જોકે ઇંગ્લિશ ખેલાડીની આવી અવળચંડાઇને જોતાં બુમરાહે પણ તેને વળતો જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું. બંને ખેલાડી વચ્ચે વિવાદ વકરતાં અમ્પાયર રિચર્ડ ઈલિંગવર્થે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો.

93મી ઓવરમાં બુમરાહે માર્ક વુડને વળતો જવાબ આપ્યો
માર્ક વુડે પણ પોતાની ઓવર દરમિયાન નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ઊભેલા બુમરાહને સ્લેડ્જ કર્યો હતો. જેના જવાબમાં બુમરાહે ઈનિંગની 93મી ઓવરમાં વુડના શોર્ટ પિચ બોલ પર ફોર મારીને તેને વળતો જવાબ આપ્યો હતો.

બુમરાહે અમ્પાયર્સને ફરિયાદ કરી
આટલું જ નહીં, બુમરાહે અમ્પાયર પાસે જઇને ઇંગ્લેન્ડના ખેલાડીઓ તરફ ઈશારો કરી ફરિયાદ પણ કરી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન લોર્ડ્સની બાલ્કનીમાં બેઠેલો વિરાટ કોહલી પણ ગુસ્સે થયો હતો. બુમરાહની ફરિયાદ સાંભળ્યા પછી અમ્પાયરે તેને શાંત થવા કહ્યું હોવા છતાં તે આ ચર્ચા દરમિયાન જો રૂટ અને બટલર સાથે ફરી એકવાર બાખડ્યો હતો.

બુમરાહ અને શમીએ પોતાના અંગત બેસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો
મોહમ્મદ શમીએ સિક્સ મારી ફિફ્ટી પૂરી કરી. 106મી ઓવર દરમિયાન મોઇન અલીના બોલ પર શમીએ 92 મીટર સિક્સ મારીને ફિફ્ટી પૂરી કરી હતી. આ તેની બીજી ટેસ્ટ ફિફ્ટી છે. આની સાથે શમીએ પોતાનો છેલ્લો હાઇએસ્ટ સ્કોર 51 રનનો પણ રેકોર્ડ તોડ્યો હતો. વળી, બુમરાહે પણ છેલ્લો હાઇએસ્ટ સ્કોર 28 રનનો રેકોર્ડ પણ તોડ્યો, બંને ખેલાડીએ 360 ડીગ્રી શોટ્સ મારી ઇંગ્લેન્ડના બોલર્સને મુશ્કેલીમાં મૂક્યા હતા.

1982 બાદ લોર્ડ્સમાં 9મી વિકેટ માટે ઈન્ડિયન ટીમની 50+ રનની પાર્ટનરશિપનો રેકોર્ડ હવે મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને (83* રનની પાર્ટનરશિપ) નામ કર્યો હતો. આની પહેલા 1982મા કપિલ દેવ અને મદન લાલ વચ્ચે 9મી વિકેટ માટે 66 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.

બુમરાહ-શમી વચ્ચે 13 વર્ષમાં પછી 9મી વિકેટ માટે 50+ રનની પાર્ટનરશિપ નોંધાવી.
બુમરાહ-શમી વચ્ચે 13 વર્ષમાં પછી 9મી વિકેટ માટે 50+ રનની પાર્ટનરશિપ નોંધાવી.

13 વર્ષમાં પહેલીવાર 9મી વિકેટ માટે 50+ રનની પાર્ટનરશિપ
પાંચમા દિવસે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી વચ્ચે 83* રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી, જે 13 વર્ષમાં પહેલીવાર ઈન્ડિયન બેટ્સમેન્સે 9મી વિકેટ માટે SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ,ઓસ્ટ્રેલિયા) દેશોમાં 50+ રનની પાર્ટનરશિપ કરી છે. આની પહેલાં વર્ષ 2008ના પર્થ ટેસ્ટમાં 9મી વિકેટ માટે લક્ષ્મણ અને આર.પી.સિંહ વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ થઈ હતી.

ટીમ મેમ્બર્સે બંનેની પ્રશંસા કરી, ચહલની પ્રતિક્રિયા વાઇરલ
ચહલે બોલિવૂડ અંદાજમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે આ નવી ઈન્ડિયન ટીમ છે, જેના પૂંછડિયા બેટ્સમેન સ્વિપ, કવર ડ્રાઇવ અને પુલ શોટ પણ મારી શકે છે.

BCCIએ પણ લંચ બ્રેક દરમિયાન ડ્રેસિંગ રૂમ તરફ જતી વખતે બુમરાહ-શમીને વધાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...