ઈન્ડિયન વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ટીમ સાથે જોડાશે. 8 જુલાઇ પોઝિટિવ આવ્યા પછી એ ચુસ્ત ક્વોરન્ટીનમાં હતો. જોકે અત્યારે પંતના 2 કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે અને ક્વોરન્ટીન પીરિયડ પણ પૂરો થઈ ગયો છે. તેવામાં પંત 27 જુલાઈ બીજી પ્રેક્ટિસ મેચ પહેલા ડરહમમાં ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડી સાથે જોડાઈ જશે. પંત અત્યારે લંડનમાં છે.
22થી 27 વચ્ચે પંત ઈન્ડિયન ટીમ સાથે જોડાશે
કોરોના પોઝિટિવ આવ્યા પછી પંત પોતાના સંબંધીના ઘરે ક્વોરન્ટીન હતો. રવિવારે તેનો ક્વોરન્ટીન પીરિયડ પૂરો થઈ ગયો હોવાથી હવે તે 22 જુલાઈ પછી ટીમ સાથે જોડાઈ શકે છે. પંત સિવાય ટીમ ઈન્ડિયાના થ્રો ડાઉન એક્સપર્ટ દયાનંદ ગરાની પણ 14 જુલાઈએ પોઝિટિવ આવ્યા હતા. તેમને લંડનમાં ટીમ હોટલની અંદર ક્વોરન્ટીન કરાયા છે.
સાહા, અભિમન્યુ અને ભરત પણ લંડનમાં ક્વોરન્ટીન
દયાનંદના સંપર્કમાં આવેલા વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહા, ઓપનર અભિમન્યુ ઈશ્વરન અને બોલિંગ કોટ ભરત અરુણ પણ લંડનમાં છે. આ તમામ ખેલાડી અને સ્ટાફ મેમ્બર 10 દિવસ આઇસોલેશન (24 જુલાઈ)માં રહેશે. આની સાથે તેમને 2 કોરોના નેગેટિવ રિપોર્ટ પણ લાવવાના રહેશે. અત્યારે એમનો એક રિપોર્ટ તો નેગેટિવ આવી ચૂક્યો છે.
ઈન્ડિયન ટીમ 20 જુલાઈથી પહેલી પ્રેક્ટિસ મેચ રમશે
ઈન્ડિયન ટીમના અન્ય ખેલાડીઓ અત્યારે ડરહમ પહોંચી ગયા છે. તેઓ 20 જુલાઈથી કાઉન્ટી-XI સામે પહેલી 3 દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે, ટીમ ઈન્ડિયા કુલ 2 પ્રક્ટિસ મેચ રમશે. ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત 4 ઓગસ્ટથી થશે. આ સિરીઝ 14 સપ્ટેમ્બર સુધી રમાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.