તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોહલીની નારાજગી:અમ્પાયર મેનનને ચેતવણી આપી તો ઝધડી પડ્યા વિરાટ કોહલી, જાણો સંપૂર્ણ ઘટનાક્રમ

ચેન્નાઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ચેન્નાઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પહેલાની જેમ આક્રમક અને જોશમાં જોવા મળી રહ્યાં છે. પ્રથમ ટેસ્ટમાં શાંત અને બદલાયેલા દેખાઈ રહેલા વિરાટ આ ટેસ્ટમાં બિલકુલ વિપરીત જોવા મળી રહ્યાં છે. ઈંગલેન્ડની વિરુદ્ધ બીજી ટેસ્ટના બીજા દિવસે દર્શકોની સાથે ઈશારા-ઈશારામાં મસ્તી કરનાર વિરાટ ત્રીજી દિવસના પ્રથમ સત્રમાં એક વાતને લઈને નારાજ થઈ ગયા અને અમ્પાયરની સાથે ઝધડી પડ્યા હતા.

ચેપોકમાં ચાલી રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ પહેલા ફિલ્ડ અમ્પાયર નિતિન મેનનને કોહલીને પિચના સંવેદનશીલ ક્ષેત્રમાં દોડવાના કારણે ચેતવણી આપી હતી. મેનનને તેમને રન દોડવા દરમિયાન તે વિસ્તારમાં ન જવા માટે કહ્યું. જોકે વિરાટને આ ચેતવણી પસંદ ન આવી અને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી. વિરાટ થોડી વાર માટે મેનન સાથે બોલાચાલી કરતા જોવા મળ્યા.

વાત કરીએ સમગ્ર ઘટનાની તો લન્ચથી એક ઓવર પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ડેન લારેંસનો બોલ પકડ્યો હતો. લારેંસના ચોથા બોલ પર અશ્વિને શોટ રમીને ત્રણ રન માટે ભાગવાનું શરૂ કર્યું. આ દરમિયાન ત્રીજા રનના સમયે કોહલી લેગ સાઈડથી ઓફ તરફ ભાગતા જોવા મળ્યા અને આ દરમિયાન તે સંવેદનશીલ ક્ષેત્રમાં પહોંચી ગયા.

રન પુરા કર્યા પછી અમ્પાયર મેનનને વિરાટ કોહલીને આ અંગે વાત કરી અને ચેતવણી આપી. તે બાબતે વિરાટે પણ પોતાની નારાજગી જાહેર કરી અને ચેતવણીનું કારણ પુછવા લાગ્યા. તે પછી વિરાટ પરત ક્રીઝમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે સ્લિપમાં ઉભા-ઉભા જો રૂટ સાથે થોડી વાત કરી.

જોકે આ બધાની વચ્ચે વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી અને પોતાની અડધી સદી પુરી કરી. તેમણે અશ્વિનની સાથે મળીને સાતમી વિકેટ માટે મહત્ત્વપૂર્ણ પાર્ટનરશીપ નિભાવી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો