- Gujarati News
- Sports
- Cricket
- IND VS ENG | DAY 1 UPDATE | K.L.RAHUL, VIRAT KOHLI | Whether Team India Will Have A Special Captain For The Toss ! PHOTO STORY
DAY-1ના રોમાંચક કિસ્સા તસવીરોમાં:ટીમ ઈન્ડિયાએ ટોસ માટે એક વિશેષ કેપ્ટન રાખવો પડશે કે શું!, લોર્ડ્સમાં ઇંગ્લિશ બોલર્સ હાંફી ગયા; વરસાદ અને WTC વચ્ચે 36નો આંકડો
- ઇંગ્લેન્ડમાં વિરાટ કોહલીએ 16 મેચમાંથી 14માં ટોસ હાર્યો
- પહેલા દિવસે વરસાદને કારણે 2 વાર મેચ રોકવી પડી હતી
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. જેના પહેલા દિવસે જ ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ હાર્યા પછી શરમજનક રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. તો બીજી બાજુ લોર્ડ્સમાં પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2 દરમિયાન વરસાદે બંને ટીમના ખેલાડીઓને હેરાન કરી મૂક્યા હતા. એટલુ જ નહીં આજે તો ઇંગ્લિશ લોકોને પણ જાણે ઈન્ડિયન્સનો ચસકો લાગ્યો હતો, હા સાચ્ચે... પહેલા તો લોર્ડ્સની બહાર પૂરજોશમાં બેટ બનાવવાનું કામ ચાલૂ કરાયું અને વળી એને જોવા લોકોની લાઇનો પણ લાગી હતી. તો ચલો આપણે આજના દિવસમાં શરૂઆતથી લઇને અંત સુધી સામે આવેલા રસપ્રદ કિસ્સાઓ પર તસવીરો અને વીડિયોના માધ્યમથી નજર ફેરવીએ......
ઈન્ડિયન કેપ્ટનનું ટોસમાં બેડ લક
ઇંગ્લેન્ડમાં વિરાટ કોહલી 16 મેચમાં 14મો ટોસ હાર્યો છે. એટલું જ નહીં કોહલી તો 2018ના ઇંગ્લેન્ડ ટૂરમાં પણ પાંચેય ટેસ્ટ મેચમાં ટોસ હાર્યો હતો. હવે કોહલી આમ સતત ટોસ હારતો રહેશે તો ફેન્સ પણ વિવિધ પ્રતિક્રિયાઓ આપવાના જ ને, એવામાં કોહલીના ટોસનો રેકોર્ડ જોતા એમ લાગે છે કે ઈન્ડિયન ટીમે માત્ર ટોસ માટે એક અલગ કેપ્ટન રાખવો પડશે કે શું?
સોશિયલ મીડિયા પર યૂઝર્સ બોલ્યા કે કોહલી અને ટોસ હારવાની એક નેવર એન્ડિંગ લવ સ્ટોરી છે. તો બીજા યૂઝરે કહ્યું ભાઈ તું કેમ ટોસ માટે જાય છે? તુ ટોસનું કામ રહેવા દે ભાઈ, તારાથી નહીં થાય.
પહેલા દિવસે ઈન્ડિયન ટીમે રોહિત (83 રન) અને પુજારા(9 રન)ની વિકેટ ગુમાવી
ટેસ્ટ મેચ DAY-1 તસવીરોમાં....
બીજી ટેસ્ટ પહેલા લોર્ડ્સની બહાર ફેન્સે કોફીની સાથે વાદળછાયા વાતાવરણની મજા માણી હતી
લોર્ડ્સમાં મેચ પહેલા ઇંગ્લિશ ટીમે કંઇક આવી રીતે ગેમ પ્લાન બનાવ્યો
ઈન્ડિયન નેશનલ એન્થમ દરમિયાનની તસવીર લોર્ડ્સની અવિસ્મરણિય ફોટો મેમરીમાં સામેલ
એનિડ બેકવેલ (જમણે) 5 મિનિટ સુધી બેલ વગાડી મેચની શરૂઆત કરી હતી
ઈન્ડિયન ટીમ ટોસ હારી રોહિત-રાહુલની જોડી સાથે પહેલા બેટિંગ કરવા ઉતરી
વરસાદને કારણે પહેલા દિવસે 2 વાર ગેમ રોકવી પડી હતી
રોહિત શર્મા અને રાહુલે ઈન્ડિયન ટીમની ઈનિંગ સંભાળી, બંને ઓપનર વચ્ચે 126 રનની પાર્ટનરશિપ નોંધાઈ
જો રૂટ અને બટલરે ઓપનિંગ જોડીને તોડવા માટે ગેમ પ્લાન બનાવ્યો
જેમ્સ એન્ડરસને રોહિત શર્માને ક્લિન બોલ્ડ કર્યો, રોહિત 83 રન કરી આઉટ
રોહિત શર્માના આઉટ થયા પછી ચેતેશ્વર પુજારા પણ એન્ડરસનનો શિકાર થયો, 9 રન કરી પેવેલિયન ભેગો
લોર્ડ્સના મેદાનમાં સદી મારનાર 10મો ઈન્ડિયન ખેલાડી બન્યો રાહુલ, 3 વર્ષ પછી ટેસ્ટમાં સદી;
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ગુરુવારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ટેસ્ટ ફોર્મેટમાં 35 હજાર બોલ નાખી ઈતિહાસ રચ્યો છે. આ સિદ્ધી મેળવનાર પહેલો આંતરરાષ્ટ્રીય ફાસ્ટ બોલર બન્યો.
વિરાટ કોહલી સાથે રાહુલે 117 રનની પાર્ટનરશિપ નોંધાવી
વિરાટ કોહલી 42 રન કરી પેવેલિયન ભેગો થયો