તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ind Vs Eng | 4th Test | Virat Kohli Gave A Standing Ovation To Rohit Sharma After Scoring Century; Fans Compared Him With Virendra Sehwag

રો-હિટમેને લીધો સહેવાગનો વારસો:સિક્સ મારી સદી નોંધાવનારને વિરાટ કોહલીએ આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન; પત્ની રિતિકા પણ ભાવુક થઈ, ફેન્સે કરી નજબગઢના નવાબ સાથે તુલના

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોબિન્સનની ઓવરમાં રોહિત શર્મા 127 રન કરી પેવેલિયન ભેગો

ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ચોથી ટેસ્ટ મેચમાં સદી નોંધાવીને અવનવા રેકોર્ડ બનાવ્યા છે. તેવામાં હિટમેને વિદેશમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પહેલી સદી સિક્સ મારીને નોંધાવી હતી. આ રોહિતની ટેસ્ટ કારકિર્દીની 8મી સદી હતી. તેની સદી માર્યાની ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયામાં વિરેન્દ્ર સહેવાગ (નજબગઢ કા નવાબ) ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં હિટમનને તેની પત્ની રિતિકા સહિત વિરાટ કોહલીએ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે અભિનંદન પાઠવ્યા હતા.

મોઇન અલીની ઓવરમાં સિક્સ ફટકારી
ઈનિંગ 64મી ઓવર ઇંગ્લિશ વાઇસ કેપ્ટન મોઇન અલી નાખવા આવ્યો હતો. જેના 5મા બોલે રોહિત શર્માએ સિક્સ મારીને પોતાની સદી પૂરી કરી હતી. એટલું જ નહીં રોહિત શર્માએ પોતાની ટેસ્ટ કારકિર્દીની 8મી અને વિદેશમાં પહેલી સદી નોંધાવી હતી.

વિરાટ કોહલીએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું
રોહિત શર્માએ જેવી સિક્સ મારી કે તાત્કાલિક ડ્રેસિંગ રૂમમાં બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે હિટમેનને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આ દરમિયાન વિરાટ કોહલી પણ ઉત્સાહમાં આવીને સેલિબ્રેશન કરવા લાગ્યો હતો.

રોહિતની પત્ની રિતિકાએ પણ સેલિબ્રેશન કર્યું
રોહિતની સદી બાદ તેની પત્ની રિતિકા ભાવુક થઈ ગઈ હતી. તેણે રોહિત શર્માને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને ચિયર કર્યું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજીવાર સિક્સ મારી સદી ફટકારી
ઓવલમાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી વાર સિક્સ મારીને સદી નોંધાવી હતી. જેના કારણે ટ્વિટર પર રોહિતની તુલના વીરેન્દ્ર સહેવાગ સાથે ફેન્સ કરવા લાગ્યા હતા. જોકે ત્યારપછી રોહિતને ઓલી રોબિન્સને પેવેલિયન ભેગો કર્યો હતો. તેણે 127 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જેમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ હતો.

હિટમેન 127 રન કરી પેવેલિનય ભેગો
રોહિતને ઓલી રોબિન્સને પેવેલિયન ભેગો કર્યો, તેણે 127 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જેમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ હતો. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ સિક્સ મારીને પોતાની સદી પૂરી કરી હતી.

રોહિતના રેકોર્ડ્સ

  • હિટમેન 42 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે કુલ 8 સદી નોંધાવી છે, જેમાંથી તેણે ઇંગ્લેન્ડ સામે પાંચ સદી નોંધાવી છે.
  • રોહિતની ઇંગ્લેન્ડમાં ઓવરઓલ નવમી અને 2021ની બીજી સદી છે.
  • T-20, વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં રોહિત શર્માએ અત્યારસુધી કુલ 41 સદી નોંધાવી છે.
  • રોહિત શર્માએ ઇંગ્લેન્ડમાં ત્રણેય ફોર્મેટમાં રમતા સદી નોંધાવી છે. રોહિતની આગળ હવે ડોન બ્રેડમેન જ છે, જેમણે ઇંગ્લેન્ડમાં 11 સદી પૂરી કરી હતી.

2013 પછી હિટમેનનો આક્રમક અંદાજ જોવા મળ્યો
દક્ષિણ આફ્રિકામાં 2007મા રમાયેલી વર્લ્ડ T-20 ચેમ્પિયન ઈન્ડિયન ટીમનો સભ્ય રહેલો રોહિત શર્મા ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી શક્યો નહતો. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2011માં તો તેને સ્ક્વોડમાં પણ જગ્યા નહોતી મળી. તેવામાં 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્માને મિડલ ઓર્ડરમાંથી ઓપનિંગ કરવાની તક મળતા તેણે પોતાનું બેસ્ટ આપ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં તે સર્વાધિક રન સ્કોરર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...