તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • IND V S ENG | 4th Test Live Updates | Virat Kohli, Joe Root | Scores | Kohli Rohit Can Set A 'huge' Record, Bumrah Has A Chance To Score A Special 'century'

IND v/s ENG ટેસ્ટ 'DAY-1 સ્ટમ્પ્સ':ઈન્ડિયન ટીમ પહેલી ઈનિંગમાં 191 રનમાં ઢેર, ઇંગ્લેન્ડનો સ્કોર 53/3; બુમરાહે 2 તથા ઉમેશે 1 વિકેટ લીધી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓવલમાં છેલ્લાં 50 વર્ષથી જીતી શક્યું નથી ઈન્ડિયા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની ચોથી મેચ અત્યારે કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહી છે. જેની પહેલી ઈનિંગમાં ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ઈન્ડિયન ટીમ માત્ર 191 રનના સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વળી શાર્દૂલ ઠાકુરે 57 રન અને કેપ્ટન કોહલીએ 50 રનની મહત્ત્વપૂર્ણ અર્ધસદીની સહાયતાથી જ ઈન્ડિયન ટીમ એક સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 'DAY-1 સ્ટમ્પ્સ' સુધી 3 વિકેટના નુકસાને 53 રન કર્યા છે. અત્યારે ડેવિડ મલાન 26 અને ક્રેગ ઓવર્ટન 6 રન કરી ક્રીઝ પર છે. ઇંગ્લેન્ડ હજુ પણ ઈન્ડિયાથી 138 રન પાછળ છે. જસપ્રીત બુમરાહના આક્રમક સ્પેલ દરમિયાન ઇંગ્લિશ ટીમે 6 રનમાં જ બંને ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી ઉમેશ યાદવે ઇંગ્લિશ ટીમના કેપ્ટન જો રૂટને ક્લિન બોલ્ડ કરી પેવેલિયન ભેગો કર્યો હતો. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

પહેલો દિવસ, બંને ટીમની સેશન સમરી
સેશનઓવરરનવિકેટ
પહેલું સેશન25543
બીજુ સેશન26683
ત્રીજુ સેશન27.31227

જસપ્રીત બુમરાહે બેક ટુ બેક વિકેટ ઝડપી
ઈન્ડિયન ફાસ્ટ બોલર્સ પહેલી ઓવરથી જ ઇંગ્લેન્ડને બેક ફુટ પર રાખવાના ગેમ પ્લાનથી મેદાનમાં આવ્યા હોય એમ લાગી રહ્યું છે. તેવમાં જસપ્રીત બુમરાહે ઈનિંગની ચોથી ઓવરના બીજા અને છઠ્ઠા બોલે બંને ઇંગ્લિશ ઓપનર્સને પેવેલિયન ભેગા કરીને મેચ જીવંત રાખી હતી. બુમરાહે પહેલા રોરી બર્ન્સ(5 રન)ને અને ત્યારપછી હસીબ હમીદ(0 રન)ને પેવેલિયન ભેગા કર્યા હતા.

કોહલી સદી માટે તરસ્યો, ફિફ્ટી પછી પેવેલિયન ભેગો
પહેલા દિવસના બીજા સેશનમાં વિરાટ કોહલીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 27મી અર્ધસદી નોંધાવી હતી. જોકે તેની ગણતરીની ઓવરમાં જ ઓલી રોબિન્સને કેપ્ટન કોહલીને પેવેલિયન ભેગો કર્યો હતો. આ ઈનિંગમાં કોહલી સીધા બેટથી રમવા જતા આઉટ સાઇડ એડ્જનો શિકાર થયો હતો. વિરાટ કોહલી ફરી એકવાર ફિફ્ટીને સેન્ચુરીમાં ફેરવી શક્યો નહીં.

કેપ્ટન કોહલીએ 27મી અર્ધસદી નોંધાવી
કેપ્ટન કોહલીએ 27મી અર્ધસદી નોંધાવી

22 રન પર કોહલીનો કેચ ડ્રોપ, જો રૂટે આપ્યું જીવન દાન
ઈનિંગની 27.3 ઓવરમાં કોહલીનો કેચ ઇંગ્લિશ કેપ્ટન જો રૂટે ડ્રોપ કર્યો હતો. ક્રિસ વોક્સની ઓવરમાં વિરાટ કોહલી ગુડ લેન્થ પર પાંચમા સ્ટમ્પની લાઇનના બોલ સામે ફરી એકવાર ફસાયો હતો. પરંતુ સ્લિપમાં ફિલ્ડિંગ કીર રહેલા જો રૂટે કેચ ડ્રોપ કર્યો હતો. તેવમાં ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડની ટીમે અત્યારસુધી કુલ 11 કેચ ડ્રોપ કર્યા છે.

વિરાટે પૂરા કર્યા ફાસ્ટેસ્ટ 23 હજાર ઈન્ટરનેશનલ રન
ક્રમખેલાડીઈનિંગ
1વિરાટ કોહલી490
2સચિન તેંડુલકર522
3રિકી પોન્ટીંગ544
4જેક કાલિસ551
5કુમાર સંગાકારા568

કોહલી 23 હજાર રનનો પડાવ પાર કર્યો
વિરાટ કોહલીએ ચોથી ટેસ્ટ મેચમાં એક રન બનાવતાંની સાથે જ પોતાની ઈન્ટરનેશનલ કરિયરમાં 23 હજાર રન પૂરા કરી લીધા છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે ત્રીજો ઈન્ડિયન બેટ્સમેન હશે. તેની પહેલાં સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ આ પડાવ પાર કરી ચૂક્યા છે. સચિને કુલ 34, 357 રન તથા રાહુલ દ્રવિડે કુલ 24,064 રન કર્યા હતા.

જેમ્સ એન્ડરસને 11મી વાર ચેતેશ્વર પુજારાને આઉટ કર્યો
જેમ્સ એન્ડરસને 11મી વાર ચેતેશ્વર પુજારાને આઉટ કર્યો

ઈન્ડિયન ટીમની ખરાબ શરૂઆત
પહેલા સેશનમાં ઈન્ડિયન ટીમનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. રોહિત શર્મા 27 બોલમાં 11 રન કરી ક્રિસ વોક્સની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો. એટલું જ નહી કેએલ રાહુલ પણ આ ઈનિંગમાં માત્ર 17 રન કરી ઓલી રોબિન્સનની ઓવરમાં આઉટ થયો હતો. તેવામાં ચેતેશ્વર પુજારાને 4 રન પર જેમ્સ એન્ડરસને આઉટ કર્યો હતો. ઈન્ડિયન ટીમે માત્ર 40 રનની અંદર 3 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી હતી. ઉલ્લેખનીય છે કે જેમ્સ એન્ડરસને 11મી વાર ચેતેશ્વર પુજારાને પેવેલિયન ભેગો કર્યો હતો.

વિકેટકીપિંગ દરમિયાન જોની બેયરસ્ટોને ફિંગરમાં ઈન્જરી થતા મેદાન પર સારવાર લેવાની ફરજ પડી હતી
વિકેટકીપિંગ દરમિયાન જોની બેયરસ્ટોને ફિંગરમાં ઈન્જરી થતા મેદાન પર સારવાર લેવાની ફરજ પડી હતી

કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા
ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા કાળી ટેપ બાંધીને મેદાનમાં ઉતરી છે. ટીમના ખેલાડીઓએ મુંબઈ ક્રિકેટના અનુભવી કોચ વાસુદેવ પરાંજપેને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી બાંધી છે. વાસુદેવ પરાંજપેનું નિધન 30 ઓગસ્ટે બીમારીના કારણે થયું હતું.

વેધર રિપોર્ટ
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટના પહેલા 3 દિવસ લંડનમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જોકે એક્યુવેધરના રિપોર્ટ પ્રમાણે, ચોથા અને પાંચમા દિવસે અહીં ભારેથી હળવા વરસાદ પડવાની સંભાવના છે.

પિચ રિપોર્ટ
ઓવલની પિચ સામન્યરૂપે બેટિંગ માટે અનુકૂળ હોય છે. એવામાં ફાસ્ટ બોલર્સ માટે પણ આ પિચમાં છેલ્લા દિવસ સુધી થોડી ઘણી સ્વિંગ અને પેસ જોવા મળશે, જ્યારે સ્પિનર્સ ત્રીજા દિવસથી આ મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • ઈન્ડિયાઃ રોહિત શર્મા, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
  • ઇંગ્લેન્ડઃ રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, ઓલી પોપ, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો (વિકેટકીપર), મોઇન અલી, ક્રિસ વોક્સ, ઓલી રોબિન્સન, ક્રેગ ઓવર્ટન, જેમ્સ એન્ડરસન.

મેચની જાણકારી, કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ સ્ટેડિયમ; લંડન

ટોસઇંગ્લેન્ડ, પહેલા બોલિંગ પસંદ કરી હતી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
સત્ર2021
મેચ નંબરટેસ્ટ નંબર. 2433
ગ્રાઉન્ડ ટાઇમ3.30 ગેમ શરૂ થશે
લંચ- 5:30 - 5:40 PM
ટી બ્રેક- 7:40 - 8:00 PM
(સમયમાં ફેરફાર થઈ શકે છે)
મેચ2,3,4,5,6 સપ્ટેમ્બર 2021
અમ્પાયર્સએલેક્સ વ્હોફ
રિચર્ડ ઇલિંગવર્થ
ટીવી અમ્પાયરમાઇકલ ગફ
રિઝર્વ અમ્પાયરમાઇક બર્ન્સ
મેચ રેફરીક્રિસ બ્રોડ
DAY-15 દિવસીય ટેસ્ટ મેચ

ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્માથી લઈને જસપ્રીત બુમરાહ પાસે 'વિરાટ રેકોર્ડ' સ્થાપિત કરવાની તક રહેશે. તો ચલો, આપણે આવા જ કેટલાક રસપ્રદ રેકોર્ડ્સ અને સંભવિત પ્લેઇંગ-11 પર એક નજર ફેરવીએ.....

રોહિત શર્મા 15 હજાર રનનો પડાવ પાર કરી શકે છે
ઈન્ડિયન ટીમના હિટમેન રોહિત શર્મા પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 45 હજાર રન પૂરા કરવાથી માત્ર 11 રન જ દૂર છે. અત્યારે રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 14,989 રન કર્યા છે.

જસપ્રીત બુમરાહ પાસે અનોખી સદી નોંધાવવાની તક
ઈન્ડિયન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસે પોતાની ટેસ્ટ કારકિર્દી દરમિયાન વિકેટ્સની સદી નોંધાવવાની તક રહેલી છે. તેણે અત્યારસુધી ટેસ્ટમાં કુલ 99 વિકેટ્સ લીધી છે. જો તે ચોથી મેચમાં 1 વિકેટ લેશે તો પોતાની કારકિર્દીની અનોખી વિકેટ્સની સદી નોંધવશે.

ઓવલમાં છેલ્લાં 50 વર્ષથી જીતી શક્યું નથી ઈન્ડિયા
કેનિંગ્ટન ઓવલના મેદાન પર ઈન્ડિયન ટીમનો ટ્રેક રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. ઈન્ડિયન ટીમે આ મેદાન પર કુલ 13 ટેસ્ટ રમી છે અને માત્ર એકમાં જ જીત દાખવી હતી. જ્યારે અન્ય 5 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો તો 7 મેચ ડ્રો રહી હતી.

એવામાં ચોંકાવનારી વાત એ છે કે ઈન્ડિયન ટીમે એકમાત્ર જીત આજથી 50 વર્ષ પહેલાં 1971ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં દાખવી હતી. 1971માં અજિત વાડેકરની કેપ્ટનશિપ દરમિયાન ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું.

ઓવલમાં ઈન્ડિયન ટીમ કુલ 13 મેચ રમી છે, જેમાંથી 5માં હારનો સામનો કર્યો છે.
ઓવલમાં ઈન્ડિયન ટીમ કુલ 13 મેચ રમી છે, જેમાંથી 5માં હારનો સામનો કર્યો છે.

ઓવલમાં ઈન્ડિયન ટીમ લગાવી ચૂકી છે હારની હેટટ્રિક
ઈન્ડિયાએ કેનિંગ્ટન ઓવલમાં રમેલી છેલ્લી ત્રણ ટેસ્ટમાં હારનો સામનો કર્યો છે. 2011માં યજમાન ઇંગ્લેન્ડે ઈન્ડિયાને એક ઇનિંગ અને 8 રનથી હરાવ્યું હતું, જ્યારે 2014માં તેને એક ઇનિંગ અને 244 રનથી ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. 2018ના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન એલિસ્ટર કૂક એન્ડ કંપનીએ ઈન્ડિયાને 118 રનથી હરાવ્યું હતું.

લીડ્સમાં શરમજનક હાર બાદ કોહલી એક્શન મોડમાં આવ્યો
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને 76 રનથી શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એક્શન મોડમાં આવી ગયો છે, જેના પરથી અંદાજો લગાવાઈ રહ્યો છે કે અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા અને રવીન્દ્ર જાડેજા પર સંકટનાં વાદળો ઘેરાઈ શકે છે.

જો રૂટની ટીમે ઈન્ડિયાને 1 ઈનિંગ અને 76 રનથી ત્રીજી ટેસ્ટ મેચમાં હરાવ્યું હતું.
જો રૂટની ટીમે ઈન્ડિયાને 1 ઈનિંગ અને 76 રનથી ત્રીજી ટેસ્ટ મેચમાં હરાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...