તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • IND VS ENG | 4TH TEST | Haseeb Hameed Targeted The Guard Outside The Crease, Kohli Objected To This; There Was Also A Heated Discussion With The Umpire

અમ્પાયર્સની શંકાસ્પદ ભૂમિકા!:હસીબ હમીદે ક્રીઝની બહાર ગાર્ડનું નિશાન કર્યું, કોહલીએ આનો વિરોધ કર્યો; અમ્પાયર સાથે પણ ઊગ્ર ચર્ચા થઈ

23 દિવસ પહેલા
  • આની પહેલા રિષભ પંતને ક્રીઝની અંદર બેટિંગ કરવા અમ્પાયર્સે સૂચના આપી હતી

ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન હસીબ હમીદ પર ગુસ્સે થઈ ગયો હતો. હમીદ ઓવલ ટેસ્ટના પહેલા દિવસે ક્રીઝની બહાર બેટિંગ માટે ગાર્ડનું નિશાન કરી રહ્યો હતો. કોહલીએ ક્રીઝની બહાર હમીદે બનાવેલા ગાર્ડના નિશાન વિરૂદ્ધ અમ્પાયરને ફરિયાદ પણ કરી હતી. કોહલી અને ગ્રાઉન્ડ અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ વચ્ચે આ મુદ્દે ઊગ્ર ચર્ચા પણ થઈ હતી.

તો ચલો આપણે આ સમગ્ર વિવાદ સહિત ક્રિકેટના નિયમો આ મુદ્દે શું કહે છે તેની જાણકારી મેળવીએ......

વિરાટ કોહલી અને અમ્પાયર્સ વચ્ચે પણ બોલાચાલી
ઇંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં હમીદે પોપિંગ ક્રીઝથી બહાર બેટિંગ ગાર્ડનું નિશાન કર્યું હતું, આ જોઇને વિરાટ કોહલી રોષે ભરાયો હતો અને તાત્કાલિક ક્રીઝ પાસે આવીને હમીદે દૂર માર્ક કર્યુ હોવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. કોહલીએ ઈશારો કરતા પોતાના શૂઝ વડે ક્રીઝની અંદર નિશાન કર્યું હતું. એટલું જ નહીં વિરાટ કોહલીએ તાત્કાલિક ગ્રાઉન્ડ અમ્પાયર ઈવિંગવર્થને આ મુદ્દે ફરિયાદ કરી હતી.

વિરાટ કોહલીએ અમ્પાયર્સ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી
વિરાટ કોહલીએ અમ્પાયર્સ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી

કોમેન્ટેટર્સે પણ આ વિવાદ અંગે સ્પષ્ટતા કરી
ઇંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન હમીદે લીધેલા ગાર્ડની ચર્ચા કોમેન્ટ્રી બોક્સમાં પણ થઈ હતી. હર્ષા ભોગલે અને અજય જાડેજાએ આ સમગ્ર ઘટનાક્રમને ક્રિકેટના નિયમોના આધારે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પિચનો ડેન્જર એરિયા પોપિંગ ક્રીઝથી પાંચ ફુટ આગળ હોય છે.- કોમેન્ટેટર્સ
પિચનો ડેન્જર એરિયા પોપિંગ ક્રીઝથી પાંચ ફુટ આગળ હોય છે.- કોમેન્ટેટર્સ

જાણો શું કહે છે ક્રિકેટના નિયમો....
ક્રિકેટના નિયમો અનુસાર કોઇપણ બેટ્સમેન ક્રીઝની બહાર ગાર્ડ લેવા માટે નિશાન કરી શકે છે. જોકે તેનું આ નિશાન ડેન્જર એરિયામાં ન હોવું જોઇએ. પિચનો ડેન્જર એરિયા પોપિંગ ક્રીઝથી પાંચ ફુટ આગળ હોય છે.

MCCના નિયમ 41.15.1માં જણાવ્યા પ્રમાણે, સ્ટ્રાઇકરને જો સ્ટાન્સ લેવો હોય તો તેને પ્રોટેક્ટેડ એરિયાની બહાર લઇ શકે છે. તે આ એરિયાની વચ્ચે જો સ્ટાન્સ લેશે તો ક્રિકેટના નિયમો વિરૂદ્ધનું કૃત્ય ગણાશે. તેવામાં અમ્પાયર્સના મત મુજબ હસીબ હમીદ ડેન્જર એરિયામાં સ્ટાન્સ નહતો લઈ રહ્યો, જેથી વિરાટની ફરિયાદ સામે કોઇ કાર્યવાહી થઈ નહતી.

રિષભ પંતને ક્રીઝની અંદર બેટિંગ કરવા સૂચના
અચંબિત કરતી વાત તો એ છે કે ઈન્ડિયન વિકેટકીપર રિષભ પંત જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને અમ્પાયર્સે ક્રીઝની બહાર ઊભા રહેવાની ના પાડી દીધી હતી. તેમને લાગ્યું હતું કે રિષભ પંત ડેન્જર એરિયામાં આવી રહ્યો છે.

બુમરાહે હમીદને પેવેલિયન ભેગો કર્યો
ઓવલમાં ઈન્ડિયન ફાસ્ટ બોલર્સ પહેલી ઓવરથી જ ઇંગ્લેન્ડને બેક ફુટ પર રાખવાના ગેમ પ્લાનથી મેદાનમાં આવ્યા હોય એમ લાગી રહ્યું હતું. તેવામાં જસપ્રીત બુમરાહે ઈનિંગની ચોથી ઓવરના બીજા અને છઠ્ઠા બોલે બંને ઇંગ્લિશ ઓપનર્સને પેવેલિયન ભેગા કરીને મેચ જીવંત રાખી હતી. બુમરાહે પહેલા રોરી બર્ન્સ(5 રન)ને અને ત્યારપછી હસીબ હમીદ(0 રન)ને પેવેલિયન ભેગા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...