તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • IND VS ENG | 4TH TEST | Field Umpire Rejects English Bowlers' Appeal Against KL Rahul; After The Decision Of The DRS He Declared OUT, Find Out The Whole Controversy

થર્ડ અમ્પાયર્સનો શંકાસ્પદ નિર્ણય:ફિલ્ડ અમ્પાયરે કે.એલ.રાહુલને નોટઆઉટ આપ્યો, DRSના વિવાદિત નિર્ણય બાદ રાહુલની પ્રતિક્રિયાના પગલે દંડ ફટકારાયો

18 દિવસ પહેલા
  • DRSએ 24મી ઓવરમાં રાહુલને બચાવ્યો અને DRSએ જ 34મી ઓવરમાં પેવિલિયન મોકલ્યો

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે કેનિંગ્ટન ઓવલમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેની બીજી ઈનિંગમાં થર્ડ અમ્પાયર દ્વારા કે.એલ.રાહુલને કોટ બિહાઇન્ડ આઉટ પાતા વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે રાહુલ અને રોહિત વચ્ચે 83 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાઇ હતી. તેવામાં રાહુલ વિરૂદ્ધ કોટ બિહાન્ડની અપીલ કરવામાં આવી હતી, જેને ઓન ફિલ્ડ અમ્પાયરે પણ નકારીને તેને નોટઆઉટ જાહેર કર્યો હતો. પરંતુ ઇંગ્લેન્ડની ટીમે રિવ્યૂ લીધો અને જેમાં થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. ગ્રાઉન્ડ પર કોઇને આઉટ સાઇડ એડ્જનો અવાજ આવ્યો ન હોવાથી આ સમગ્ર ઘટના બાદ રાહુલ સહિત ઓન ફિલ્ડ અમ્પાયર પણ અસમંજસમાં મૂકાયા હતા. જોકે કે.એલ.રાહુલે અમ્પાયરના નિર્ણયથી નારાજગી વ્યક્ત કરતા રવિવારે તેના વિરૂદ્ધ 15 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર રાહુલે ICCની આચાર સંહિતના લેવલ 1નું ઉલ્લંઘન કર્યું છે. તો ચલો આપણે સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી મેળવીએ......

34મી ઓવરમાં કે.એલ.રાહુલની વિવાદિત વિકેટ
ઈન્ડિયન ટીમે બીજી ઈનિંગમાં મજબૂત શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને કે.એલ.રાહુલની 83 રનની ઓપનિંગ પાર્ટનરશિપના પરિણામે ઈન્ડિયન ટીમે મોટાભાગની લીડ પૂરી કરી લીધી હતી. તેવામાં ઈનિંગની 34મી ઓવરના છઠ્ઠા બોલ પર જેમ્સ એન્ડરસને કે.એલ.રાહુલ સામે કોટ બિહાઇન્ડની અપીલ કરી હતી. જેને ઓન ફિલ્ડ અમ્પાયરે નકારીને રાહુલને નોટઆઉટ જાહેર કર્યો હતો.

ઇંગ્લેન્ડની ટીમે પણ રાહુલની વિકેટ હોવાથી ઓન ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પડકારી DRSનો ઉપયોગ કર્યો હતો. જેના સ્નિકોમીટરમાં સ્પષ્ટપણે કે.એલ.રાહુલના બેટ સાથે બોલનો સંપર્ક થયા પછી કીપર બેયરસ્ટોએ કેચ પકડ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના કારણે થર્ડ અમ્પાયરે કે.એલ રાહુલને આઉટ જાહેર કર્યો હતો અને ઓન ફિલ્ડ અમ્પાયરે પણ પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.

કેમ રાહુલને દંડ ફટકારાયો? જાણો કયા નિયમના અંતર્ગત આ પગલું ભરાયું.
ICCના જણાવ્યા પ્રમાણે રાહુલે ICCના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફની આચાર સંહિતાના અનુચ્છેદ 2.8ના ઉલ્લેઘન હેઠળ દોષિત જાહેર કરાયો છે. આના સિવાય રાહુલે એક ડિમૈરિટ પોઇન્ટ પણ રાહુલના નામે જોડાયો છે. જોકે રાહુલે મેચ રેફરી અને ICC એલીટ પેનલના ક્રિસ બ્રોડ દ્વારા જે દંડ ફટકાર્યો છે તેનો પણ સ્વીકાર કરી લીધો છે.

રાહુલે મેચ રેફરીનું માન રાખ્યું, દંડ ભરવા તૈયાર
રાહુલ દંડ ભરવા માટે તૈયાર થઈ જતા કોઇ સત્તાવાર સુનાવણી કરવાની આવશ્યકતા રહી નહતી. ફિલ્ડ અમ્પાયર ઇલિંગ વર્થ અને એલેક્સ વાર્ફ, થર્ડ અમ્પાયર માઇકલ ગો અને ફોર્થ અમ્પાયર માઇક બર્ન્સે આ આરોપો અંગે ચર્ચા વિચારણા કરી સજા નક્કી કરી હતી.

લેવલ-1નો ભંગ કરનાર ખેલાડી સામે સત્તાવાર નોટિસ ફટકારી, 50% જેટલી મેચ ફી દંડ પેઠે ભરવાની હોય છે. આની સાથે તે ખેલાડીના 1-2 મેરિટ પોઇન્ટ પણ ઓછા કરવામાં આવે છે. જોકે આ તમામ નિર્ણય છેવટે અમ્પાયરની પેનલ નક્કી કરે છે.

અર્ધસદી ચૂક્યો રાહુલ
101 બોલમાં 46 રન કરી કે.એલ.રાહુલ પેવેલિયન ભેગો થયો હતો. ઉલ્લેખનીય છે કે રાહુલ સહિત ઓન ફિલ્ડ અમ્પાયરને પણ આઉટ સાઇડ એડ્જ લાગી હોય તેવો કોઇ અવાજ આવ્યો નહતો. તેવામાં સ્નિકોમીટરના નિર્ણય પછી ઈન્ડિયન ફેન્સ સહિત નિષ્ણાતો પણ ટેક્નોલોજી અને થર્ડ અમ્પાયર સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

શું કે.એલ.રાહુલ નોટઆઉટ હતો?
કે.એલ.રાહુલની પ્રતિક્રિયાઓ પરથી સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે તેના બેટના હેન્ડલનો અવાજ આવ્યો હશે અને બોલ સાથે દૂર દૂર સુધી કોઇપણ પ્રકારનો સંપર્ક થયો નથી. તે આ નિર્ણયથી ઘણો નિરાશ પણ હતો. એટલું જ નહીં તે દરમિયાન કોમેન્ટરી કરી રહેલા સુનિલ ગાવસ્કરે પણ પેડ સાથે બેટના સંપર્કનો અથવા હેન્ડલનો અવાજ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ થર્ડ અમ્પાયરે જે નિર્ણય આપ્યો એનું માન રાખીને કે.એલ.રાહુલ પેવેલિયન ભેગો થયો હતો.

24મી ઓવરમાં રાહુલને મળ્યું જીવનદાન
23.4 ઓવરમાં ક્રિસ વોક્સે કે.એલ.રાહુલ સામે LBWની અપીલ કરી હતી, જેને અમ્પાયરે પણ આઉટ આપી દીધો હતો. તેવામાં રાહુલે DRS લઇને અમ્પાયરના નિર્ણયને પડકાર્યો હતો. જેમાં સ્પષ્ટપણે વોક્સનો બોલ સ્વિંગ થઈને લેગ સ્ટમ્પ મિસ કરતો નજરે પડ્યો હતો. જેથી ઓન ફિલ્ડ અમ્પાયરે નિર્ણય બદલીને રાહુલને નોટઆઉટ આપ્યો હતો.

રોહિત શર્માના ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય રન

ક્રમવર્ષરનનો પડાવ પાર કર્યો
130 ઓક્ટોબર, 20131000
218 ઓક્ટોબર, 20153000
31 ઓક્ટોબર, 20175000
429 ઓક્ટોબર, 20187000
52 ઓક્ટોબર, 20199000
64 સપ્ટેમ્બર, 202111,000
રાહુલ અને રોહિત વચ્ચે 83 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી
રાહુલ અને રોહિત વચ્ચે 83 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી

રોહિત શર્માએ 30 ઓક્ટોબર 2013માં ઓપનર તરીકે 1 હજાર રનનો પડાવ પાર કર્યો હતો. હિટમેન શર્માએ ત્યારપછી પાછળ ફરીને જોયું નથી અને લિમિટેડ ઓવરની સાથે હવે ટેસ્ટમાં પણ ઈન્ડિયન ટીમને સારી શરૂઆત આપવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેવામાં રોહિત શર્માએ સપ્ટેમ્બર 4, 2021ના દિવસે ઓપનર તરીકે 11 હજાર રનનો પડાવ પાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...